૧૮/૦૬/૨૦૧૭..
ગુરુજી ની કલમે...(૪) નાસ્તિક ના આત્મા માટે ભગવાન
ગુરુજી ની કલમે.....
ધી ન્યુ ઇન્ડિયન એક્સપ્રેસ મા પસિદ્ધ થયેલ પ્રવચનો નો સંગ્રહ
૧૦ મી સપ્ટેમ્બર ૨૦૦૬ સુધી સંકલિત......
અનુવાદક: નિરુપમ ભાસ્કરલાલ અવાશિયા.
બી.ઈ.(ઈલેક્ટ્રીકલ)
ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ....
૨૫ મે ૨૦૦૩..
તમે હંમેશા ઈશ્વર ને પિતા સમાન ઉપર સ્વર્ગ
મા હોવાનું વિચારેલ છે.પરંતુ તમે ઈશ્વર ને બાળક તરીકે જોઈ શકો?જયારે તમે ઈશ્વર ને
પિતા તરીકે જૂઓ,ત્યારે તમે તેની પાસે માંગણીઓ કરશો અને તેની પાસે કંઈક લેવા ઈચ્છો
છો.પરંતુ તમે જયારે ઈશ્વર ને બાળ સ્વરૂપે જૂઓ ત્યારે,તમારી કોઈ માગણીઓ નહી હોય.
તમારા અસ્તિત્વ નું મૂળ જ ઈશ્વર છે.તમારામાં
ઈશ્વર નું ગર્ભાધાન થયેલ છે./જોડાયેલા છો.તમારે તમારી આ
ગર્ભાવસ્થા નો ખ્યાલ રાખવાનો છે અને વિશ્વ ને આ બાળક (ઈશ્વર) નો જન્મ આપવાનો છે.ઈશ્વર
તમારા બાળક/સંતાન જેવો છે,જેમ તમે મોટા થાવ અને મૃત્યુ પામો ત્યાં સુધી વળગી ને
રહે છે.આ તમારાથી જોડાયેલ બાળક પોષણ માટે રડે છે.સાધના,સત્સંગ,અને સેવા એ તેનું
પોષણ કરે છે.
ઈશ્વર ને નિરાકાર સ્વરૂપે જોવો મુશ્કેલ
છે,અને તેને આકાર સ્વરૂપે જોવો પણ મુશ્કેલ છે.નિરાકાર સ્વરૂપ અમૂર્ત છે,અને આકાર
સ્વરૂપ ખૂબજ સીમિત લાગે છે.તેથી કેટલાક
લોકો નાસ્તિક થવાનું પસંદ કરે છે.
પરંતુ નાસ્તિકવાદ એ વાસ્તવિક નથી,તે માત્ર
સગવડ ની જ બાબત છે.જયારે તમારામાં જાણવા ની,સત્ય શોધવા ની ભાવના હોય ત્યારે
નાસ્તિકવાદ નો છેદ ઉડી જાય છે.જયારે તમારી જાણવાની જ ભાવના હોય ત્યારે તમે જે કોઈ
વસ્તુ ને નકારી અને તેનો અસ્વીકાર ના કરી શકો.નાસ્તિક તો ઈશ્વર ના અસ્તિત્વ નો સ્વીકાર કર્યા વગર જ નકારી કાઢે છે.ઈશ્વર ના અસ્તિત્વ ને
નકારવા માટે તમારી પાસે વિશાળ જ્ઞાન હોવું જોઈએ.અને જયારે તમારી પાસે અગાધ/વિશાળ
જ્ઞાન હોયત્યારે તમે ઈશ્વર ના અસ્તિત્વ ને નકારી શકોજ નહી.!!! જયારે તમે કોઈ
અસ્તિત્વ નો અસ્વીકાર કરો,ત્યારે તમારી પાસે
સમગ્ર
બ્રહ્માંડ અંગે જાણકારી હોવી જોઈએ.તેથી તમે ૧૦૦ ટકા નાસ્તિક તો કદી પણ ના હોઈ શકો.નાસ્તિક
એ એવો આસ્તિક છે કે જે ઊંઘે છે.!!ખરેખર તો નાસ્તિક એ એવી વ્યક્તિ છે જેની પાસે
ભગવાન નો વિચાર તો છે જ.
જયારે કોઈ વ્યક્તિ એમ કહે કે-“હું કશામાં જ માનતો નથી,”તેનો જ મતલબ એ થયો કે –તે
સ્વયંમમા/પોતાનાં મા –કે જેને તે જાણતો જ નથી તેમાં તો માનેછે/વિશ્વાસ રાખે છે.!!!નાસ્તિક કદી પણ નિષ્ઠાવાન ના હોઈ
શકે,કારણ કે –નિષ્ઠા માટે ઊંડાણ જરૂરી છે-અને નાસ્તિક તો ઊંડાણ મા જવાનો જ ઇન્કાર
કરે છે.જો તે ઊંડાણ મા જાય તો તેને શૂન્યાવકાશ ભાસે છે,જ્યાં બધી શક્યતાઓ હોઈ
શકે-અને તેને એ સ્વીકારવું પડે કે કેટલાક સત્યો એવાં છે કે જે તે જાણતો નથી.અને
પછીતેને પોતાનાં અજ્ઞાન નો સ્વીકાર કરવો પડે,જે કરવા નો તે ઇન્કાર કરે છે,જે ક્ષણે
તે નિષ્ઠાવાન બને,તે પોતાની નાસ્તિકતા પર જ ગંભીરતાથી શંકા કરવા લાગશે.શંકામુક્ત
નાસ્તિક નું અસ્તિત્વ જ શક્ય નથી તેથી જ તમે નિષ્ઠાવાન અને શંકામુક્ત નાસ્તિક કદી
પણ ના હોઈ શકો.
જયારે નાસ્તિક ને પોતાના અજ્ઞાન ની જાણ
થાય છે,ત્યારે તે શું કરશે?તે ક્યાં જાશે?શું તે કોઈ ગુરુ પાસે જશે?ગુરુ શું કરશે?
નાસ્તિક એ જ છે કે જે –કોઈ પણ મૂલ્યો કે અમૂર્ત મા વિશ્વાસ રાખતો નથી.નાસ્તિક ગુરુ
પાસે આવશે,તો શું થશે? તે પોતાનાં /ખુદ ના સ્વરુપ ને ઓળખતો થશે,અને અનુભુતિ કરશે કે પોતે તો ખરેખર
નિરાકાર,પોલો અને ખાલી જ છે. અને આ પોતાનું નિરાકાર અમૂર્ત સ્વરૂપ વધુ અને વધુ
નક્કર બનશે.
ગુરુ આ અમૂર્ત સ્વરૂપ ને
વધારે વાસ્તવિક બનાવશે,અને પોતે જે વિચારેલ તે સ્વરૂપ તો ઘણું જ અવાસ્તવિક
હતું. સંવેદનશીલતા અને શુક્ષ્મતા નો ઉદય થશે.પ્રેમ અંગે ના દ્રષ્ટિકોણ નો લાગણી ના સંદર્ભ મા નહી,પરંતુ અસ્તિત્વના
આધાર/પાયાના સ્વરૂપે સ્વીકાર થશે.ઈશ્વર ના પ્રત્યેક/દરેક સર્જન મા નિરાકાર સ્વરૂપ
ની ભાવના ની ચમક દેખાશે અને જિંદગી ના રહસ્યો નું
ઊંડાણ સમજાશે અને નાસ્તિકતા નો નાશ થશે.પછી જીવન યાત્રા શરૂ થશે જેના ચાર
તબક્કા ઓ હશે.
પ્રથમ તબક્કો છે સ્વરૂપ-(આકાર મા પણ
નિરાકાર ને જોવાની દ્રષ્ટિ)એટલે કે ઈશ્વર ને
દરેક સ્વરૂપે નિહાળવો.ઘણીવાર લોકો ને
ઈશ્વર મૂર્ત સ્વરૂપ મા નિહાળવા કરતાં અમૂર્ત સ્વરૂપે નિહાળવા નું સારું લાગે
છે,કારણ કે-મૂર્ત સ્વરૂપ મા તેને અંતર/દુરી,દ્વૈતભાવ,અસ્વીકાર નો
ભય અને અન્ય મર્યાદાઓ ની લાગણી ઓ અનુભવે છે.જીવન મા-ગાઢ નિંદ્રા કે સમાધિ સિવાય
આપણી ક્રિયાઓ-પ્રતિક્રિયાઓ સાકર સ્વરૂપ/મૂર્ત સાથે હોય છે. અને જો તમે ઈશ્વર ને
મૂર્ત સ્વરૂપે ના નિહાળો તો જીવન ના જાગૃત અવસ્થા ના હિસ્સા મા તમે દિવ્ય તત્વ થી
વંચિત રહી જાવ છો.
તેઓ કે જે ઈશ્વર ને નિરાકાર સ્વરૂપે
સ્વીકારે છે,તેઓ પ્રતીકો/સંજ્ઞા નો ઉપયોગ કરે છે. અને
કદાચ પ્રેમ નું પ્રતિક ખુદ ઈશ્વર કરતાં પણ વધારે સ્વીકાર્ય છે!!જો ખુદ ભગવાન પણ
આવી ને ખ્રિસ્તી ને ક્રોસ કે મુસ્લિક ને બીજ નો ચાંદ(પ્રતિક) છોડવાનું કહે તો પણ
તેઓ તેમ કરશે નહી!!શરૂઆત મા નિરાકાર ને આકાર ના સ્વરૂપ મા પ્રેમ કરી શરૂઆત કરી
શકાય.
બીજો તબક્કો છે સામીપ્ય.(ઘનિષ્ટતા)એટલે
કે-તમે સ્વીકારેલ સ્વરૂપ ની સાથે નિકટતા,અને તેનાં દ્વારા અમૂર્ત સ્વરૂપ સુધી
પહોચવાનો પ્રયાસ. આનાથી ઈશ્વર ના સમગ્ર
સર્જન સાથે આત્મીયતા ની ભાવના કેળવાય છે,આ તબક્કા મા તમે અસ્વીકાર ની બીક,તેમજ
અન્ય બીક દુર થાય છે.પરંતુ આ સ્થળ અને સમય પ્રમાણે મર્યાદિત છે.
ત્રીજો તબક્કો છે-સાનિધ્ય ઔલોકિક/દિવ્ય
શક્તિ ની હાજરી નો અહેસાસ કરાવો કે જેના વડે તમે સમય અને કાળ ના બંધન/મર્યાદાઓ ને
પાર કરી શકો છો.પછી નો અંતિમ તબક્કો છે- સાયુજ્ય-એટલે કે –જયારે તમે ઔલોકિક/દિવ્ય
શક્તિ સાથે મજબુત રીતે જોડાઈ ગયા નો ભાવ.અને ત્યાર બાદ તમે આ દિવ્ય શક્તિ ના જ અંશ
છો તેની અનુભુતીથશે..તમારો અને તમારા પ્રિયતમ/પ્રિયપાત્ર સાથે નો સંપૂર્ણ એકાકાર
થશે અને બધી જ દ્વૈતભાવ ની લાગણીઓ/ભાવનાઓ અદ્રશ્ય થઇ
જાય છે.
તમારા ઈશ્વર ની કાળજી લો!!નાસ્તિક તો કોઈ
ખૂણે સંતાઈ ને બેઠો હશે!!શંકા,અવિશ્વાસ,અને અજ્ઞાન એ તમારા મગજ ના નાસ્તિક તત્વો
છે.—તેથી જ તમે બરાબર કાળજી રાખો!!
No comments:
Post a Comment