Sunday, June 25, 2017

ગુરુજી ની કલમે......(૫)...પ્રેમ ની શક્તિ...

૨૫/૦૬/૨૦૧૭....ગુરુજી ની કલમે......(૫)...પ્રેમ ની શક્તિ...


                                           
ગુરુજી ની કલમે.....
                           ધી ન્યુ ઇન્ડિયન એક્સપ્રેસ મા પસિદ્ધ થયેલ પ્રવચનો નો સંગ્રહ
                          ૧૦ મી સપ્ટેમ્બર ૨૦૦૬ સુધી સંકલિત......
             અનુવાદક: નિરુપમ ભાસ્કરલાલ અવાશિયા.
                                                             બી.ઈ.(ઈલેક્ટ્રીકલ)



  ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ....


૧૫ જુન,૨૦૦૩

શાંતિમા તાકાત છે.ધીરજ/સ્થિરપણામા તાકાત છે.પ્રેમમા તાકાત /શક્તિ છે.પરંતુ તેધ્યાન બહાર જાયછે.જે તમે લાઠીથી નાજીતી શકો/પામી શકો,તે તમે પ્રેમથી જીતી શકો છો.જેતમે બંદુક દ્વારાના જીતી શકો,તેતમે પ્રેમ વડે જીતી શકો છો....અને આપ્રેમની શક્તિ/તાકાત નો અહેસાસ કરવો જરૂરી છે. વિશ્વમા સૌથી શક્તિ શાળી વસ્તુએ પ્રેમ છે.!!આપણે પ્રેમ દ્વારા લોકોના હૃદય જીતી શકીએ છીએ.
અહંમમાં  થતા વિજયનું કોઇજ મુલ્ય નથી.જો તમે અહંમથી જીતો/વિજયી બનોતો પણતે હાર/પરાજયજ છે. જો તમે પ્રેમમાં હાર પણ પામો,તે પણ તમારી જીત છે!!આ અંદરુની તાકાત અંગે લોકોને સભાન કરવા એ એક મોટો પડકાર છે!!
આતંકવાદી તમારા દરવાજા પર હોય ત્યારે તમે સ્નેહ/પ્રેમ ની વાતના કરીશકો,પરંતુ એવાં શું કેટલાક રસ્તાઓ છે કે જેના વડે આપણે વિશ્વને બદલી શકીએ.શું એવી કોઈ વૈકલ્પિક પદ્ધતિ છે કે જેના વડે એવા લોકો જે ‘બળીયાના બે ભાગ’ (બળ પ્રયોગ સિવાય કોઈ વાતમાં વિશ્વાસ ન કરતાં)માં માનનારાઓ માં સમઝ લાવી શકે?આપણે આલાઈન ઉપર ત્યારે વિચારવાનું શરુ કરી શકીએકે જયારે આપણે પ્રેમની અને આંતરિક શાંતિની પ્રચંડ શક્તિનો અહેસાસ હોય.જયારે આપણે શાંત/સ્વસ્થ હોઈએ ત્યારે આપણે આપણી આસપાસના લોકો માં શાંતિ/સ્વસ્થતા ફેલાવી શકીએ અને લોકો પણ શાંતિ અનુભવે.    
વિશ્વના યુદ્ધ અને રોગ ગ્રસ્તઆ સમયમાં,એઅત્યંત જરૂરી છેકે આપણે સૌ દરરોજ થોડું મનન/ચિંતન/ધ્યાન કરીએ.જયારે આપણે ધ્યાન કરીએ,ત્યારે આપણે આપણી આસપાસના 
યુદ્ધ અને રોગગ્રસ્ત કંપનો /વાતાવરણ ને બીન અસરકારક  બનાવીએ છીએ અને આપણી આસપાસ એક નિર્દોષ/સંવાદિતતા પૂર્ણ વાતાવરણનું નિર્માણ કરીએ છીએ.હું વોર/યુદ્ધ ને બુદ્ધિનું એક અતિશય ખરાબ કાર્ય કહીશ.ડબલ્યુ એઆર—વર્સ્ટ એકટ ઓફ રીઝન.પ્રત્યેક યુદ્ધ પાછળ કોઈ કારણ હોય છે.કોઈ વાર તે ઓપરેશન જેવું અનિવાર્ય બની જાય છે.જો કોઈના શરીરમાં કેન્સરના સેલ/કોષ હોય તો,આપણે ઓપરેશન કરીએ છીએ.ઓપરેશન પછી નર્સિગ અતિ મહત્વનું છે.આ ઓપરેટ થયેલા ભાગ પર નર્સિગ કરીએ છીએ.દુનિયામાં અને લોકોની માનસિકતામાં પણ આમ જ કરવું જરૂરી છે, મન અને હૃદય માં શાંતિ,પ્રેમ અને વિશ્વાસ જગાવવા માટે ઘણું બધું કરવું પડે છે. 
તેથી આપણે સ્વસ્થચિત/શાંતિમય રહેવા માટે  ધ્યાનમગ્ન,અને પ્રાર્થનામય સ્થિતિ અચૂક ઉપયોગી છે. જયારે આખુ વિશ્વ સમસ્યા ગ્રસ્ત છે ત્યારે -એમ નહી વિચારોકે- ,હું શું કરી શકું?’અથવા તો હુ બહુ જ મામુલી/તુચ્છ છું. -હોમિયોપેથીક દવાની નાની ગોળી કેજે -૧/૧૦૦ અથવા ૧/૧૦૦૦ ની ક્ષમતા ની હોવા છતાં ૬૦ થી ૭૦ કિલો નાં શરીરમાં અસર કરે છે તેમ તમારે પણ મહત્વની ભૂમિકા ભજવવાની છે!! જે  શ્વાસ લેછે,વાતચીત કરે છે,ચાલે છે,વિચારે છે, તેપ્રત્યેક વ્યક્તિ  કોસ્મોસ/ બ્રહ્માંડ પર નાં આ ગ્રહ(પૃથ્વી) પર પ્રભાવ પાડે છે.તેથી આપણે શંતિ,સારા વિચારો,સારા સ્પંદનો,શુભેચ્છાઓ નો વ્યાપ/ફેલાવો કરીએ,અને તેની નિશ્ચિતપણે આ ગ્રહ/પૃથ્વી પર અસર થશે.
મે એવું અવારનવાર જોયું છે કે- જયારે કોઈ પણ સંઘર્ષ હોય ત્યારે તમે સંઘર્ષ કરતાં બન્ને જૂથ/ગ્રુપ સાથે વાર્તાલાપ કરોતો,તે ચોક્કસપણે  કુણા પડે છે!!જયારે વાટાઘાટ/વાતચીત પડી ભાંગે છે ત્યારે અશાંતિ નાં વમળો પેદા થાય છે,જે અંતે જડતા અને કઠોરતા માં પરિણમે છે, પરંતુ તમે વાતચીત નો દોર પ્રેમ દ્વારા,શાંતિમય ઉપાયો દ્વારા,ધીરજ દ્વારા ફરી  પ્રસ્થાપિત કરો-તેનું પરિણામ  જરૂર આવે છે..
વિશ્વમાંથી આવાં ઝનુન અથવા ધાર્મિક આતંકવાદ ને ટાળવા બાળકોમાં સર્વ-સાંસ્કૃતિક,સર્વ ધર્મ શિક્ષણ અતિ આવશ્યક છે.તેનું કારણ એ છે કે-બાળક એમ વિચારી ને મોટો થાય કે-બીજી સંસ્કૃતિઓ કે બીજા ધર્મ ખરાબ છે અથવા સારા નથી,તો તે/તેણી પોતાની જિંદગી તેનાં માટે દાવ પર લગાડતા અચકાતા નથી;પરંતુ જો તેઓ બીજી સંસ્કૃતિઓ કે બીજા ધર્મો ની થોડી-થોડી સમજણ સાથેજ મોટા થાય તો, પ્રત્યેક સાથે પોતીકાપણા ની/જોડાયેલા ની લાગણી અનુભવે છે.
તેથી સંસ્કૃતિ કે ધર્મ નો સાચી કે ખોટી રીતે લોકો ને વિભાજીત /(ભાગલા પાડવા) કરવા માટે ઉપયોગ કરવામાં આવે તેયોગ્ય નથીજ.આપણી જરૂરિયાત છે વિશ્વને હહૃદય અને મગજથી સંગઠીત કરવાની!!. આપણે સર્વ કઈ રીતે સંગઠીત થઈ શકીએ? તે-–આપણને જન્મ સાથે મળેલ ચિંતનાત્મક સ્થિતિ –સાદાઈની આપણને મળેલી ભેટના દ્વારા થઇ શકે છે.તેથીજ હું માનું છું કે-જ્યારે વિશ્વનો પ્રત્યેક બાળક બીજા અન્ય દરેક ધર્મ અંગે થોડું જાણે,બાળકમાં બીજા ધર્મ કે સંસ્કૃતિ પ્રત્યે કોઈ પણ પ્રકાર નો તિરસ્કાર નહી હોય.  
જૂઓ,આપણે દુનિયા ના દરેક ખૂણા માંથી ખોરાક સ્વીકારીએ છીએ.આપણે દુનિયાના દરેક ભાગનું સંગીત સ્વીકારીએ છીએ.ચાઈનીઝ ખોરાક ખાવા માટે તમારે ચાઈનીઝ થવું જરૂરી નથી! પીઝા ના રેસ્ટોરન્ટ માં જઇ પીઝા આરોગવા માટે તમારે ઇટાલિયન થવાની જરૂર નથી.કે પછી ડેનીસ કુકીઝ ખાવા માટે ડેનીસ થવા ની જરૂર નથી!!કોઈ ને ભરતીય ભજન અથવા સંગીતમય સિતાર  સાંભળવા ભરતીય થવાની જરૂર નથી!!તે જ રીતે આપણે દરેક ખૂણા માંથી મળતું જ્ઞાન અને ડહાપણને સ્વીકારતા શીખવું જોઈએ.,અને તેનોજ આજના વિશ્વમાં અભાવ જોવા મળે છે. 
આપણે આસંદેશ વિશ્વમાં દરેક જગ્યાએ ફેલાવવાનો છે,કારણ કે- દુનિયાનો કોઈ એક પણ ભાગ આ વિચારનો સ્વીકાર કરે નહી,તોઆ વિશ્વ સલામત નથી,કારણ કે તે અસ્વીકાર કરનાર નાનો વિસ્તાર કે ખૂણો આતંકવાદને જન્મ આપી શકે છે.હું કહીશ કે-તમારે બે મુદ્દાઓનો પ્રોગ્રામ ઉપાડી લેવો જોઈએ,-વ્યક્તિગતધોરણે કે સામુહિક ધોરણે-સમાજ સેવા દ્વારા માનવીય મૂલ્યો,મિત્રતા,કરુણતા અને અહિંસા,બીન આક્રમકતા અંગે લોકો ને શિક્ષિત કરવા.બાળકોના જીવનમાં પણ આક્રમકતા આવી ગઈ છે.અહિંસામાં સુંદરતા છે;બીન-આક્રમક વર્તન માં પણ સુંદરતા છે,જેને  કમનસીબે આપણા સંચારના માધ્યમો/મીડિયા અથવા તો આપણી આસપાસ ના વાતાવરણ દ્વારા ઉજાગર કરવામાં આવતી નથી.    
આવું વિશ્વમાં દરેક સ્થળ પર બની રહ્યું છે.બાળકો હિસક થવામાં ગર્વ લેછે.જો તેઓ પોતાનો મિજાજ ગુમાવે તોતેને તે સહજજ માને છે.-તેઓ તેમાં ગર્વ કરે છે. જે કોઈ શાંત હોય તેનાં કરતાં જે કોઈ ખૂબજ આક્રમક હોય તેના પર ક્લાસ રૂમ/વર્ગ ખંડમાં વધારે ધ્યાન આપવામાં આવે છે.  
કેમ બરાબર ને? તેથી બાળકો માંએક લાગણી ઊભી થાય છે કે –જો હું  આક્રમક રહીશ તોજ મારી  વાત સાંભળવા માં આવશે.ધ્યાન પર લેવા માં આવશે..
આપણે ફરી થી અહિંસા રહેલ ગૌરવને પાછું લાવવું પડશે.જો આપણે અહિંસામાં રહેલ ગૌરવને બાળકો માં કેળવી શકીશું તો,તેઓનું સમગ્ર જીવન એક  નવોજ વળાંક લેશે. કરુણામય થવામાં રહેલ ગૌરવ,આપણી આસપાસના અન્ય બીજા લોકો માટે ઉપલબ્ધ થઇ ને મદદગાર થવામાં રહેલ ગૌરવ,એ આપણો નવો ઉદેશ હોવો જોઈએ.  
મને લાગે છે કે-આપણે સમાજમાં માનવીય મૂલ્યો પરત લાવવા માટે અને તેનાં વડે વધારે ખુશ રહેવા કંઈક કરવું આવશ્યક છે.તમે કોલેજમાં જતાં તરુણ યુવક કે યુવતીને જૂઓશું તેખરેખર હસે છે/આનંદ માં છે?તેમનાં ચહેરા પર નું ભારેપણું/ગ્લાની જૂઓ,તેના હ્રદય પર નો બોજ જૂઓ.બાળક ચાલતું,દોડતું,આસપાસ કુદતું કેવું ખુશહાલ હોય છે,-અને તેજ બાળક કોલેજ માં જાય ત્યારે આવું અસ્વસ્થ,ઉદાસ, હતાશ થઈ જાય !!શું શિક્ષણનો હેતુ આ છે?   
તમને ખબર છે ,કોઈકોઈ વારતો મને દરેક ને હચમચાવીને કહેવાની  ઈચ્છા થઈ આવે છે-અરે!આવો અને હસો ...!!મે હાલ માં કેટલાક સંશોધનના લેખો વાચ્યાછે,તે પ્રમાણે બાળક દિવસમાં ૪૦૦ વખત હસે છે,વયસ્ક/કિશોર  માત્ર ૧૭ વખત જ હસે છે, અને પ્રૌઢતો હસતાજ નથી!!!,શું તમે એમ માનો છો કે -તમે હસશોતો તમારી પાસે થી કઈ લુંટાઈ જાશે?જયારે તમે હસો છો ત્યારે બીજા લોકો પામે છે અને તમે કશુજ ગુમાવતા નથી.!!આપણે વધારે હસવુંજ  જોઈએ!! કમસે કમ તમે સવારે જાગો ત્યારે મોટેથી હસો અને અરીસા માં જૂઓ!!
દુનિયા માં બધાજ લોકો નહી પરંતુ માત્ર  બહુજ ઓછા લોકો આતંક ફેલાવે છે.આગ્રહ/પૃથ્વી પર ના ૬ અબજ લોકો માંથી માત્ર મુઠ્ઠીભર લોકોજ દુનિયા માં સમસ્યાઓ પેદા કરે છે. દુનિયામાં માત્ર થોડા હજારો લોકોજ ગુનાહિત કાર્યો કરે છે,અને તેની અસર આખા વિશ્વને થાય છે.તમને નથી લાગતું કે આજ કાયદાઓ પ્રમાણે ઉલટું પણ હોઈ  શકે?માત્ર આપણામાના થોડાક લોકો આપણા માના હજારેક લોકોજ શાંતિપ્રિય અને પ્રેમાળ આખી પૃથ્વીની ચિંતા કરવાવાળા હોય-શું આપણે આમાં રૂપાંતર લાવી શકીએ?   

જયારે તમે બીજા તરફ આંગળી ચીંધો છો,ત્યારે ત્રણ આંગળીઓ તમારા તરફ પણ ચીન્ધાયેલી હોય છે.!!તેથી જયારે તમે એમ કહો કે –તમે સુંદર છો,તેનો અર્થ એ થાય કે-હું ૩ ગણો વધારે સુંદર છું.!! જો તમે કહો કે-તમે બેડોળ છો ,તો હું તમારા કરતાં ત્રણ ગણો વધારે બેડોળ છું; પરંતુ જયારે હું તમને મારા જગણુંછું,ત્યારે તમે રહેતું નથી,અને હું પણ રહેતો નથી.પછી માત્ર એકજ રહે છેઅને તેજ પરમ વિજય છે.!!! .
જીવન ઘણુંજ ટૂંકું છે!!આપણે બધા હજુ બીજા ૨૦-૩૦ વર્ષ જીવીશું અને એક દિવસ બધાજ જતાં રહેશું/મરી જાશું.!!પરંતુ આપણેજે કંઈ છે તેને માટે રડીએ છીએ.અનેજે કઈ આપણી પાસે નથી તેનાં માટે દુ:ખી છીએ.,કેમ બરાબર ને?શું જીવન આ રીતે જીવવું વ્યાજબી છે?આપણે ખુદ હતાશ થઈને રહીએ છીએ અને આસપાસના અન્ય લોકો ને પણ હતાશામ ધકેલી દઈએ છીએ.!!આપણે આપણીજાતને હચમચાવવાની/આત્મમંથન કરવાની જરૂર છે.!! જાગો જાગો!! અને જયારે આપણે આ નિંદ્રા માંથી જાગીએ છીએ,ત્યારે આપણા મન/હૃદય ને શાંતિ મળે છે,અને આપણી આસપાસ પણ શાંતિ અને પ્રેમ ફેલાવી શકીએ છીએ.



No comments: