Sunday, September 3, 2017

ગુરુજી ની કલમે..(૧૫)..હાજરીનો અહેસાસ

૦૩/૦૯/૨૦૧૭..ગુરુજી ની કલમે..(૧૫)..હાજરીનો અહેસાસ




                                           
ગુરુજી ની કલમે.....
                           ધી ન્યુ ઇન્ડિયન એક્સપ્રેસ મા પસિદ્ધ થયેલ પ્રવચનો નો સંગ્રહ
                          ૧૦ મી સપ્ટેમ્બર ૨૦૦૬ સુધી સંકલિત......
             અનુવાદક: નિરુપમ ભાસ્કરલાલ અવાશિયા.
                                                             બી.ઈ.(ઈલેક્ટ્રીકલ)


૧૬ નવેમ્બર ૨૦૦૩.


હાજરી
પ્રથમ હાજરી છે...હાજરીની તરસએ પ્રાર્થના છે.પછીતે ઈશ્વર કે જેને તમારે ભજવા જોઈએ અથવા અન્ય તેનું મહત્વ નથી.ફક્ત તમારી પ્રાર્થનામા લગની/પૂજાજ પુરતી છે. પ્રથમ પગલું  હાજરીનો અહેસાસ છે;બીજું પગલું તમે તેમાં તન્મય હોવ તેવી પ્રતીતિ છે.,એટલેકે તમે દુરના નથી પણ હાજરીમા એકાકાર/તાદ્મ્ય અનુભવો છો.અને આ હાજરી એજ ‘ભગવાન’ છે.
પ્રસિદ્ધી/ખ્યાતી
બીજું લક્ષણ ખ્યાતી છે.ખ્યાતી  એટલે કે જે સાર્વત્રિક રીતે-ઘણીજ જગ્યાઓએ,ઘણાજ લોકોના મન મા,અને ઘણાજ પ્રકારના લોકોમા  સ્વીકૃત થયેલ છે. તે ખરેખર ખ્યાતી છે.ચાલો આપણે એ જોઈએ કે ખ્યાતી એટલે આપણે સામાન્ય રીતે શું સમજીએ છીએ.કોઈ એક ગાયક નો દાખલો લઈએ-જેમકે માઇકલ જેક્શનકે જે ઉત્તર અમેરિકા,યુરોપ અને પૂર્વ ના દેશો ના કેટલાક મોટા શહેરો મા ખૂબજ જાણીતો છે.પરંતુ જો તેમે ચીન ના કે ભારત ના  દુર ના ભાગો મા જઇ ને તેની સ્ટાઈલ નું સંગીત ગાશો તો,લોકો ને તે ગમશે નહી.
પરંતુ જો તમે વિશ્વ ના કોઈ પણ ખૂણામા જાવ,પછી તે ભારત,ચીન,જાપાન,અથવા કોરિયા હોય ઈસુ જાણીતા છે.તમને ત્યાં ચર્ચ જોવા મળશે.,અને ઈસુ જાણીતા છે.લોકો તેનાં ઉપદેશો અને મૂલ્યો ની લોકો પ્રસંશા કરે છે.તો કોણ પ્રસિદ્ધ ઈસુ કે માઇકલ જેક્સન?ને સાચી કિર્તી/ખ્યાતી/પ્રસિદ્ધિ જ્ઞાતિ,વય જૂથ, જાતિ(જેન્ડર)ના અવરોધો પાર કરી જાય છે.
તેથી તો તે ભગવાન છે(ઈસુ).
૮ પ્રકાર ની વેલ્થ/સંપત્તિ
દિવ્યતાના ત્રીજા લક્ષણ/વિશેષતા મા દરેક પ્રકાર ની સંપત્તિ નો સમાવેશ થાય છે.વિશ્વ મા એક સૌથી મોટો ભ્રમ સંપત્તિ માટે નો છે.વિશ્વ માંની અસમાનતા નું અવલોકન કરો.આફ્રિકા મા જન્મેલ કોઈ એક બ્રેડ ના ટુકડા માટે ટળવળતો હોય,અને જયારે બીજી જગ્યા એ એટલી બધી બ્રેડ હોય કે તેને ફેકી દેવી પડે છે,-આમતે કોઈ તર્ક કે ખુલાસો મળતો નથી,કેટલાક કુતરાઓ ઘરની તમામ સુવિધાઓ ભોગવતા હોય છે,જયારે કેટલાક અન્ય શેરીમા રખડતા હોય છે?સંપતિ એ એવી કોઈ વસ્તુ છે કે –જેનાથી તમો ને નવાજવામા આવ્યાછે.(પ્રદાન કરવામાં આવેલ છે).સંપત્તિ ૮ પ્રકાર ની છે.
સંપત્તિ  ભૌતિક સુવિધા ના રૂપમાં/ સંપત્તિ એ ભૌતિક સુવિધા છે:પહેલાં પ્રકાર ની સંપત્તિએ–તે કે જે આપણે સામાન્ય રીતે ધન/સંપત્તિ તરીકે ઓળખીએ છીએ.માત્ર ફોર્ડના ઘરમા જન્મ લેવાથી જ કોઈ ને આ બધી સંપત્તિ કોઈ પણ પ્રયત્ન વગર મળતી હોય છે.આવું કેમ બને છે-કે જયારે અન્ય કોઈ ને પૈસાબનાવવા આખી જિંદગી સખત મહેનત કરવી પડે છે.એવું શા માટે કે-કેટલાક ને તે વારસાગત મળે છે અને જયારે કેટલાક ને તે વારસાગત મળતી નથી?

સંપત્તિ/વેલ્થ આરોગ્ય તરીકે:ફક્ત નાંણા/ પૈસા હોવાએ પૂરતું નથી.કેટલાક લોકો પાસે ભરપુર પૈસા હોય છે,પરંતુ સારી રીતે ખાઈ/જામી શકતા પણ નથી.તેઓ ને ડાયાબીટીસ/મધુપ્રમેહ અથવા હાઈ કોલેસ્ટ્રોલ હોય,તે સંપતિ નું કઈ મુલ્ય નથી.કેટલાક લોકો પાસે  પૈસા હોતા નથી પરંતુ તેઓ પૂરતું ખાઈ શકે છે,અને તેઓ તંદુરસ્ત હોય છે.ભારત ના કેટલાક ખેડૂતો ની જેમ,તેઓ પાસે વધારે
પૈસા હોતા નથી પરંતુ તેઓ પાસે પુષ્કળ અનાજ હોય છે.તેની પાસે જે જાય તેને તે ખવરાવે છે;તેઓ આખા ગામ ને ખવડાવી શકે છે.તેઓ સારી રીતે ઉંધી શકતા હોય છે.
સંપત્તિ સફળતા ના રૂપ મા(વિજય લક્ષ્મી):કેટલાક લોકો ખૂબજ  પૈસાદાર/ધનાઢ્ય કુટુંબ મા જન્મ્યા હોય છે,પરંતુ તેઓ જે કંઈ પણ કાર્ય કરે તેમાં નિષ્ફળ જતાં હોય છે.સાદું કામ હોય તો પણ તેઓ ને સફળતા મળતી નથી.દા.ત. તમે આવાં લોકો ને કહો કે દુકાન માંજઇ ને  યોગહર્ટ લઇ આવો,તેઓ હંમેશા નકારાત્મક જવાબ સાથે પરત આવશે.-યોગહર્ટ છે નહી,....દુકાન બંધ છે...માને તે મળ્યું નહી....  
આ સફળતા ની સંપત્તિ/વિજય લક્ષમી મેળવવા માટે- તે નહી હોય તો શું થશે? –આ રીતે શરૂઆત થતી નથી.તેમ તો કંઇ મેળવ્યા વિના જિંદગી પુરી થઇ જાશે.આ જીવન ને ગંભીરતા થી જ લેવું રહ્યું.
હિમ્મત/બહાદુરી  ના રૂપ મા સંપત્તિ: જીવન ને એક નાટક અથવા એક રમત સમજો.આગળ વધો!!સાહસિક બનો!!રમત રમતાં પહેલાં એ વિચારો નહી કે તેમે તે જીતશો કે હારશો.તમે ના પણ જીતો તો શું થયું?તમે ફરી બીજા કોઈ સમયે જીતશો.ભૂલ થવાના ભયથી,જીવન મા કંઇક કરી ન શકવા ના ભય થી તમે એક સંપત્તિ થી વંચિત રહો છો-તે છે હિંમત/બહાદુરી ની સંપત્તિ.કેટલાક લોકો પાસે પુષ્કળ નાંણા/ પૈસા હોય છે,પરંતુ તેઓ મા હિંમત નો અભાવ હોય ,તો જીવન ની કોઈ મજા જ હોતી નથી.કેટલાક લોકો પાસે નાંણા/ પૈસા નો અભાવ હોય છે,પરંતુ તેઓ ની હિમ્મત/બહાદુરી જૂઓ,તેઓ મા રહેલ શક્તિ જૂઓ.!!તે બતાવે છે કે તેઓ કોઈક બાબતે સમૃધ્ધ છે!!!
મિત્રતા ના રૂપ મા સંપત્તિ: પાંચમા પ્રકાર ની દોલત એ મિત્રતા,કાળજીભર્યો અભિગમ હોવો,એકત્વ નો અહેસાસ/પોતાપણાની ભાવના હોવી તે છે.તમારી પાસે અન્ય પ્રકાર ની દોલત/સંપત્તિ હોય પરંતુ તેમ છતાં પણ જો તમારા મા એકત્વ નો અહેસાસ/પોતાપણાની ભાવના ના હોય તો  તમે એવો અહેસાસ કરતાં હોવ છો કે - તમે કોઈ ચુસ્તતા મા જકડાયેલા છો, મોટાભાગ ની પાર્ટી ઓ મા આમ જ બનતું હોય છે,.ઘણાજ ધનાઢ્ય લોકો પાર્ટી મા પોતે કેટલા પૈસાદાર છે તેનો દેખાડો કરવા જ જતાં હોય છે.પરંતુ તેઓ અસ્વસ્થતા અનુભવતા હોય છે.
તમો ત્યાં સુગર કોટેડ દુ:ખો જોશો.બધાજ અક્કડ/ગુસ્સા જ મા હોય છે.ખરેખર તો એક  યુદ્ધ ભૂમિ ના જેવું જ હોય છે.;પાર્ટીઓ સ્પર્ધા ના મેદાન કે પછી યુદ્ધ મેદાન સમાન જ હોય છે;દરેક લોકો ઢાલ રાખતા હોય છે.આ તે કોઈ સંપત્તિ તો નથી જ.તમને ખબર છે કે ઉચ્ચ.ભદ્ર સમજ ના લોકો પણ કેટલી  બધી હતાશા નો ભોગ બનેલાં હોય છે?ખાસ કરી ને તેઓના બાળકો આ દંભ જૂએ છે,ત્યારે બાળકો માટે આ પચાવવું ઘણું જ મુશ્કેલ હોય છે.જે હિપ્પી સમાજ/વેવ થયેલ છે તે,ફક્ત આ પ્રકાર ના અબીગમ સામે નો બળવો જ છે.
કૌશલ્ય ના રૂપ મા સંપત્તિ: અન્ય સંપત્તિ એ વિવિધ કુશળતાઓ અને પ્રતિભા છે.કેટલાક સારું લખી શકતા હોય છે,કેટલાક સારી દલીલ કરી શકતા હોય છે,કેટલાક ચર્ચા/ડીબેટ/વ્યક્તવ્ય મા નિપૂણ હોય છે,કેલક સારા સંગીતકાર હોય છે,કટલાક નો અવાજ/ગળું સુંદર હોય છે,કેટલાક રસોઈ/પાક શસ્ત્ર મા નિપૂણ હોય છે, તો કેટલાક બાળ ઉછેર ના નિષ્ણાત અથવા તો કોઈ વહીવટી નિષ્ણાંત હોય છે.
 તેવા સેંકડો અને સેંકડો લોકો હોય છે,જે પ્રયત્નો કરતાં હોય છે.જો આ બધું જ માત્ર પ્રયત્નો કરવા થી જ હાસલ થાય તો -તેઓ બધા ને જ તેઓ નું ધ્યેય પ્રાપ્ત થાય,તેઓ બધાજ તેઓ ઈચ્છે છે એવું મેળવી શકે છે.પરંતુ તેમ હોતું નથી.
ગૌરવ ના રૂપ મા સંપત્તિ: જો આપણે વિશ્વ/દુનિયા ને જાગૃતતા ની નીહાળીએ તો તે ઘજા બોધ/લેશન/પાઠ થી ભરેલું છે.ઘાંસ જેવાં નમ્ર બનો.તો પછી તમને કોઈપણ હેરાન નહી કરી શકે,કોઈ પણ.તમને કોઈપણ ઉતારી પાડી નહી શકે.દિવ્યતાની દ્રષ્ટિ એ જે સર્જન/વિશ્વ ની સેવા કરે છે-તેજ ખરા/સાચા મા રાજા અથવા રાણી છે.રજની ચાલે ચાલો/ગર્વ થી ચાલો અને આદર્શ સેવક બનો!!!
યાદદાસ્ત ના સ્ત્રોત્ર રૂપે સંપત્તિ: આપણે માત્ર એટલું જ જાણીએ છીએ કે- આપણે જનમ્યા છીએ આપણે તે પણ નથી જાણતા કે-આપણે કઈ રીતે જનમ્યા છીએ.ત્રણ કે ચાર વર્ષ સુધી નું જે કઈ બને છે તે આપણે જાણીએ છીએ.આપણી યાદદાસ્ત ઘણી જ ટૂંકી છે;આપણે માત્ર આ જીવન નેજ જાણીએ છીએ.આપણ ને આપણા સ્ત્રોત્ર ની પણ ખબર નથી.જે ક્ષણે તમને તમારા સ્ત્રોત્ર/ઉગમસ્થાન અને તમારા અનંત ભૂતકાળ ની જાણકારી થઇ જાય છે,તે સાથે જ તમારા સમગ્ર  જીવન મા બદલાવ આવે છે,જેમકે કોઈ ને અચાનક જ જાણ થાય કે તે/તેણી પોતે કેટલી સમૃધ્ધ છે.તરત જ તમારી ચાલવાની રીત મા બદલાવ આવશે.અને આ સ્ત્રોત્ર/ઉગમસ્થાન ની જાગૃતિ છે.
ધર્મ
દિવ્યતા નું ચોથું લક્ષણ ધર્મ છે.. ધર્મ અંગે સમજાવવું ઘણું જ કઠીન કામ છે.તમે કહી શકો-‘ન્યાયીપણું’,’નેચર/પ્રકૃતિ/કુદરત’,તમે ‘જીવન ની સંપૂર્ણતા/સમગ્રતા’,’માર્ગ’,’લક્ષ્ય’.ધર્મ એટલે કે તે કે જે –ઉન્નતિ તરફ લઇ જાય છે,જે જીવન ને ઉન્નત બનાવે છે,તે કે જે સમગ્ર બ્રહ્માંડ/વિશ્વ ને ,તે જ કે-સમગ્ર વાતાવરણ ને –ઉન્નત બનાવી,ઉત્ક્રાંતિ ભણી લઇ જાય છે.  
શાણપણ/ડહાપણ Wisdom
જયારે જ્ઞાન ગહન/તલસ્પર્શી અને ઊંડા અનુભવ સિદ્ધ હોય ત્યારે ડહાપણ/શાણપણ કહેવાય છે.આપ્રકાર નું જ્ઞાન માત્ર મસ્તિષ્ક માંથી જ નથી આવતું હોતું, પરંતુ તે સ્વ ના અસ્તિત્વ માંથી,સ્વ ના પ્રત્યેક સેલ/કોષો માંથી,સ્વના પ્રત્યેક કણ માંથી,આવતું હોય છે.જયારે જયંત તમારા પોતાથી અભિન્ન બને,ત્યારે તે વિસડમ/ડહાપણ/શાણપણ  છે.
સન્યાસ/ત્યાગ
સન્યાસ/ત્યાગ એ છઠ્ઠું લક્ષણ છે.જયારે  કઈ અપ્રિય/અણગમતું/દુખદ હોય ત્યારે તમારા શ્વાસો કઈ રીત ના હોય છે તેનું અવલોકન કરો.જો કોઈ તમારી પ્રશંશા કરે,તો તે(શ્વાસ)માં વધારે અસર થતી નથી.,પરંતુ કોઈ તમારું અપમાન કરે ,તો તમારા દરેક શ્વાસ ને ઉશ્વાસ તમને દઝાડે છે.તમે સળગી ઉઠો છે.કેમ બરાબર ને?
સન્યાસ/ત્યાગ એ બધુંજ છોડી અને આરામ કરવાની આવડત/ક્ષમતા  છે તમે શું બાંધી રાખી શકો છો?જયારે કોઈ ને સ્વ/પોતાનાં પર સંપૂર્ણ નિયંત્રણ/પ્રભુત્વ હોય ,ત્યારે તે કઈ પણ વસ્તુ નું કે કોઈ વ્યક્તિ નું  નિયંત્રણ કરતો નથી.તે મહાન મુક્તિ પામે છે.તેજ તો ભગવાન છે.ગીતા માં કહેલું છે-જ્યાં સુધી કોઈ પણ ,કોઈ પણ ક્ષણે  વ્યક્તિ પોતે કરવા ઈચ્છે છે તે,અથવા પોતે કરે છે તે,અથવા પોતે કરેલું છે તે સર્વ છોડી  ના શકે ત્યાં સુધી યોગ કુશળતા પ્રાપ્ત કરતો નથી.
મન/મગજ ને મુક્ત કરી અત્યાર ની ક્ષણ માં જીવવું એજ ત્યાગ/સન્યાસ છે.
ભગવાન/દિવ્યતા  ના આ છ લક્ષણો માંથી,જો તમે કોઈ પણ એક લઇ લોતો તે(દિવ્યતા) અપૂર્ણ જ રહેવાની.ખરેખર તો તે ખૂબજ જોખમી છે.દાખલા તરીકે શાણપણ વગર ની કિર્તી,ની કોઈ જ કિંમત નથી.આછ એ છ પાંદડીઓ  વડે જ દિવ્યતાનું  પુષ્પ ખીલે છે.
                                              ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ....




No comments: