Saturday, September 9, 2017

(૯૧)..प्रार्थना

૦૯/૦૯/૨૦૧૭..(૯૧)..प्रार्थना  





                                                 સંકલિત......                                ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ  
         सुन्दर प्रार्थना  
          सुकून उतना ही देना,
  प्रभु जितने से जिंदगी चल जाए,
     औकात बस इतनी देना, कि,
        औरों  का भला हो जाए,
    रिश्तो में गहराई इतनी हो, कि,
          प्यार से निभ जाए,
    आँखों में शर्म इतनी देना, कि,
       बुजुर्गों का मान रख पायें,
     साँसे पिंजर में इतनी हों, कि,
        बस नेक काम कर जाएँ,
          बाकी उम्र ले लेना, कि,
 औरों पर बोझ न बन जाए
संकलित

હે પ્રભુ !
તું મને માલદાર બનાવી દે.
એટલો માલદાર કેઃ
કોઈના ધનની મને ઇર્ષ્યા ન આવે;
મારા ધનનું મને અભિમાન ન રહે;
અછત મને વિહવળ ન બનાવી શકે;
સમૃધ્ધિ મને છીછરો ન બનાવી શકે;
સુવર્ણ, પત્થર જેટલું જ મુલ્યવાન લાગે;
ને પત્થર સુવર્ણ જેટલો જ મુલ્યવાન લાગે;
હીરામાં રહેલો મૂળભુત કોલસો અને
કોલસામાં રહેલો હીરો હું જોઇ શકું.
હે પ્રભુ !
તું મને એટલો માલદાર બનાવ કે
કોઈને જરાક અમથી પણ મદદ કરું ત્યારે
એ મદદનો ઢંઢેરો પીટવા જેટલો
હું ગરીબ ન બનું.


હે પ્રભો !
વિપત્તિમાં મારી રક્ષા કરો, એ મારી પ્રાર્થના નથી,
પણ વિપત્તિમાં હું ભય ન પામું, એ મારી પ્રાર્થના છે.
દુ:ખ ને સંતાપથી ચિત્ત વ્યથિત થઇ જાય ત્યારે
મને સાંત્વના ન આપો તો ભલે,
પણ દુ:ખ પર હું વિજય મેળવી શકું એવું કરજો.
મને સહાય ન આવી મળે તો કાંઇ નહિ,
પણ મારું બળ તૂટી ન પડે.
સંસારમાં મને નુકસાન થાય,
કેવળ છેતરાવાનું જ મને મળે,
તો મારા અંતરમાં હું તેને મારી હાનિ ન માનું તેવું કરજો.
મને તમે ઉગારો એવી મારી પ્રાર્થના નથી,
પણ હું તરી શકું એટલું બાહુબળ મને આપજો.
મારો બોજો હળવો કરી મને ભલે હૈયાધારણ ન આપો,
પણ એને હું ઊંચકી જઈ શકું એવું કરજો.
સુખના દિવસોમાં નમ્રભાવે તમારું મુખ હું ઓળખી શકું,
દુ:ખની રાતે, સમગ્ર ધરા જ્યારે પગ તળેથી ખસી જાય
ત્યારે તમે તો છો જ -
એ વાતમાં કદી સંદેહ ન થાય, એવું કરજો.
અજ્ઞાત
હૈ પ્રભુ!
મારા જન્મની એ અદ્ ભૂત ક્ષણે કેટલી કુશળતાથી તું મને આ ધરતી પર લઈ આવ્યો હતો. એ વેળાનું તારી સાથેનું મારું અનુસંધાન પણ કેટલું અદ્ ભૂત ! મારી સમજણ વિનાની એ ક્ષણોને તારા જ અંશ તરીકે અવતરવાની રોમાંચકારી મારી એ પળો! મારી માતાની વેદનાભરી ચીસો વચ્ચે મારા જન્મની વધામણી આપતી મારા રુદનની એ ક્ષણો ને પછી ઈશ્વર સમી મારી માં ના વદન પર છવાઈ જતી આનંદની અદ્ ભૂત એ પળો !
હૈ જગનિર્માતા! મારી માતાની ગર્ભનાળ સાથે જોડાયેલી એ હુ કે પછી મારામાં જ વ્યાપત તું? મારું અવતરવું તો એક બહાનું ફક્ત!પણ શિશુએ-શિશુએ જન્મ ધારણ કરીને સ્વર્ગ સમી આ ધરા પર માંની મમતાનું રસપાન કરવાનું ચુકી જાય એ તું નહી.કેટલી અદ્ ભૂત આ લીલા તારી!માણસ તરીકે તું જન્મે ને પછી માંની ગોદમાં મૌનની ચાદર ઓઢીને નિરાંતે માં ની મમતાનું રસપાન કરે!નાના-નાના હાથ પગ તું હલાવતો ને હેતના પારણે ઝુલતો!ને વિસ્મયથી છલકતી આંખો વડે માં ના વદન પરથી વ્હાલની લીપીને ઉકેલવા મથતો એવો તું આજેય સમજણની મારી આ ક્ષણે તું મને સમજાયો નથી મારી ભીતર હંમેશા ખળખળતો ને ઝળહળતો એવો તને!સમજવાની મથામણમાં જીવન વ્યતિત કરું કે પછી પળેપળ તને પામવાની ભીતરમાં ઉત્કટતા જગાવું હું. કહે ને?
હૈ ઈશ્વર!તું મને મળશે કે કેમ? એવી શંકાઓ ની સાથે નથી જીવવું મારે.મારે તો પળેપળ તને ઉત્કટતાથી ચાહવો ,પળેપળ તને અનુભવવો ને મારા શ્વાસોશ્વાસમાં તારા સંગીતને ભરીને નિશદિન તારું ગાન કરવું એજ મારી પળેપળ પ્રાર્થના તને….!!
-વર્ષા બારોટ

આમ તો દરેક દિવસ , ભગવાન !
તમે આપેલી તાજી ભેટ છે.
જાગૃત માણસ માટે દરેક નવો દિવસ નવી શરૂઆત બની શકે
પણ ભગવાન આજે મારો જન્મદિવસ છે.
અને એટલે આજનો દિવસ
વિશેષ પ્રાર્થનાનો, વિશેષ જાગૃતિ, વિશેષ સંકલ્પનો દિવસ છે.

આજના દિવસે, ભગવાન ! હું
ધન માન કીર્તિ અને આરોગ્ય નથી માંગતો
પણ બધુ મને મળે
તો એનો ઉપયોગ હું સહુના કલ્યાણ અર્થે કરી શકું
એવો સર્વ પ્રત્યેનો મૈત્રીભાવ માગું છું.

આજના દિવસે ભગવાન ! હું એમ નથી માંગતો કે
મારો રસ્તો સરળ બને, મારા કાર્યો નિર્વિઘ્ને પાર પડે
પણ એમ બને તો, તો નિષ્ફળતા મને નમ્ર બનાવે
હું માંગુ છું.


લોકો કહે છે યૌવનનો કાળ ઉત્તમ કાળ છે
તરુણાઈ અને તરવરાટ જીવનને એક ઐશ્વર્ય આપે છે
પણ ઐશ્વર્ય, શક્તિ, મસ્તી ને અભિમાનમાં
મારો માર્ગ તમારાથી દૂર નીકળી જાય
હું માંગુ છું.


જીવનને સાચી અને સારી રીતે જીવવા માટેની સમજણ માગું છું. 

અત્યારે તો બસ કમાવાનો, વધુ ને વધુ સંપતિ મેળવવાનો
જીવનની હરણફાળમાં બીજાથી આગળ ને આગળ
નીકળી જવાનો અવસર છે:
અને પ્રાર્થના તો પછી ઘરડા થઈશું ત્યારે કરીશું
અત્યારે માટે કાંઈ સમય કે સગવડ નથી -
એવું હું માનવા લાગું, આજે માગું છું
કારણ કે, પ્રાર્થના કરવી
તમારી નીકટ આવવું
કાંઈ પૈસાનો સવાલ નથી, તો હૃદયનો સવાલ છે.

જુવાન હોઈએ ત્યારે એમ વર્તીએ છીએ
જાણે અમે ક્યારેય વૃદ્ધ થવાના નથી
પણ સુર્યને ઢળતો અટકાવી શકાતો નથી
ફૂલને કરમાતું રોકી શકાતું નથી.


એટલે અમારી ખુમારી, થનગનાટ, આભવીંઝતી પાંખો
અમારી કરમાઈ જનારી વસ્તુઓ
સદાકાળ ટકી રહો એવી મારી માંગણી નથી.
પણ બધું અસ્ત પામે ત્યારે
એવી અદકી સુંદર બાબતો-
પરિપકવતા, સૌમ્યતા, માયાળુતા, બીજાને સમજવાની શક્તિ
મારામાં ઉદય પામે તેમ ઈચ્છું છું.

દુનિયામાં તમે મને જન્મ આપ્યો છે
તે માટે હું તમારો આભાર માનું છું.
હું એવું હૃદય માંગું છું, જે દુનિયાને
તમારા માટે ચાહી શકે.
સૃષ્ટિ તમે આનંદ વડે આનંદ માટે સરજી છે
એને હું મારા સ્વાર્થ અને બેકાળજીથી ક્ષતિ પહોંચાડું
મૂંગા પ્રાણીઓ અને મધુર વનસ્પતિ-સૃષ્ટિને ચાહું
હવા, પાણી અને ભૂમિને દૂષિત કરૂં.


દરેક દિવસે હું એક પગથિયું ઊંચો ચઢું
દરેક પગલે હું થોડોક તમારી નીકટ આવું
રોજેરોજ, કોઈક સત્કર્મથી મારા હૃદયમાં રહેલા તમને વ્યક્ત કરું
દુનિયાને મારા થકી થોડી વધુ સુંદર બનાવું
દરેક વર્ષે આજનો દિવસ આવે ત્યારે
આગલા વર્ષ કરતાં મારું જીવન વધુ કૃતાર્થ બન્યું છે એમ કહી શકું
- હું માગું છું.

એક એક જન્મદિવસ આવે છે, એક એક વર્ષ જીવનમાં ઉમેરાય છે.
મને યાદ આપે છે કે સમય કેટલી ઝડપથી વહી રહ્યો છે.
દરેક ક્ષણ મૂલ્યવાન છે, અંત ક્યારે આવશે તેની ખબર નથી
આવતીકાલે કદાચ હું પણ હોઉં
તેથી આજનો દિવસ હું સંપૂર્ણ રીતે જીવવાનો પ્રયત્ન કરું.
દરેક દિવસે મારો નવો જન્મ થાય છે તેમ માનું
અને પ્રત્યેક દિવસે વિદાય લેવા
મારા જીવનની ચાદર ઊજળી રાખીને તમને ધરી દેવા તત્પર રહું
આજે, જન્મદિવસે ભગવાન !
હું તમારી પાસે માંગુ છું

(પરમ સમીપે માંથી.. સાભાર)

પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા,
પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા;
પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ સર્વસ્વ જનના,
નમું છું, વંદું છું, વિમળમુખ સ્વામી જગતના.
સૌ અદભુતોમાં તુજ સ્વરૂપ અદભુત નીરખું,
મહા જ્યોતિ જેવું નયન શશી ને સૂર્ય સરખું,
દિશાઓ ગુફાઓ પૃથ્વી ઊંડું આકાશ ભરતો,
પ્રભો સૌથીએ પર પરમ હું દૂર ઊડતો.
પ્રભો તું આદિ છે શુચિ પુરુષ પુરાણ તું છે,
તું સૃષ્ટિ ધારે છે, સૃજન પલટયે નાથ તું છે,
અમારા ધર્મોનો અહર્નિશ ગોપાલ તું છે,
અપાપી પાપીનું શિવ સદન કલ્યાણ તું છે.
પિતા છે એકાકિ જડ સકળને ચેતન તણો,
ગુરૂ છે મોટો છે જનકુળ તણો પૂજ્ય તું ઘણો,
ત્રણે લોકે દેવા નથી તું સમો અન્ય થશે,
વિભુરાયા તુંથી અધિક પછી તો કોણ હશે.
વસે બ્રહ્માંડોમાં, અમ ઉર વિષે વાસ વસતો,
તું આઘેમાં આઘે, પણ સમીપમાં નિત્ય હસતો,
નમું આત્મા ઢાળી, નમન લળતી દેહ નમજો,
નમું કોટિ વારે, વળી પ્રભુ નમસ્કાર હજો.
અસત્યો માંહેથી પ્રભુ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ! લઈ જા,
તું-હીણો હું છું તો તુજ દરશનાં દાન દઈ જા.
પિતા! પેલો આઘે, જગત વીંટતો સાગર રહે,
અને વેગે પાણી સકળ નદીનાં તે ગમ વહે;
વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી,
દયાના પુણ્યોના, તુજ પ્રભુ! મહાસાગર ભણી.
થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,
કૃતિ ઇંદ્રિયોની, મુજ મન વિશે ભાવ સ્મરું;
સ્વભાવે બુદ્ધિથી, શુભ અશુભ જે કાંઈક કરું,
ક્ષમાદષ્ટે જોજો, તુજ ચરણમાં નાથજી! ધરું.
- ન્હાનાલાલ

મંદિર તારૂં વિશ્વ રૂપાળું,
સુંદર સર્જનહારા રે,
પળ પળ તારાં દર્શન થાયે,
દેખે દેખનહારા રે,
નહીં પુજારી, નહીં કોઈ દેવા,
નહીં મંદિરને તાળાં રે,
નીલ ગગનમાં મહિમા ગાતાં
ચાંદો સૂરજ તારા રે.
વર્ણન કરતા શોભા તારી
થાક્યા કવિગણ સારા રે
મંદિરમાં તું ક્યાં છુપાયો
શોધે બાળ અધીરાં રે.
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું,
મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ સકળ વિશ્વનું
એવી ભાવના નિત્ય રહે મૈત્રીભાવનું
ગુણથી ભરેલા ગુણીજનને દેખી,
હૈયું મારું નૃત્ય કરે,
એ સંતોના ચરણકમળમાં,
મુજ જીવનનું અર્ઘ્ય રહે મૈત્રીભાવનું
દીન ક્રુર ને ધર્મવિહિનો,
દેખી દિલમાં દર્દ વહે,
કરૂણાભીની આંખોમાંથી
અશ્રુનો શુભ સ્ત્રોત વહે મૈત્રીભાવનું
માર્ગ ભૂલેલાં જીવન પથિકને,
માર્ગ ચીંધવા ઊભો રહું,
કરે ઊપેક્ષા એ મારગની,
તોય સમતા ચિત્ત ધરું મૈત્રીભાવનું
ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ
ગુણ તારાં નિત ગાઇએ, થાય અમારાં કામ
હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફ
ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજો માફ
પ્રભુ એટલું આપજો, કુટુંબ પોષણ થાય
ભૂખ્યા કોઇ સૂએ નહીં, સાધુ સંત સમાય
અતિથિ ઝાંખો નવ પડે, આશ્રિત ના દુભાય
જે આવે અમ આંગણે, આશિષ દેતો જાય
સ્વભાવ એવો આપજો, સૌ ઇચ્છે અમ હિત
શત્રુ ઇચ્છે મિત્રતા, પડોશી ઇચ્છે પ્રીત
વિચાર વાણી વર્તને, સૌનો પામું પ્રેમ
સગાં સ્નેહી કે શત્રુનું, ઇચ્છું કુશળક્ષેમ
આસ પાસ આકાશમાં, હૈયામાં આવાસ
ઘાસ ચાસની પાસમાં, વિશ્વપતિ નો વાસ
ભોંયમાં પેસી ભોંયરે, કરીએ છાની વાત
ઘડીએ માનમાં ઘાટ તે, જાણે જગનો તાત.
ખાલી જગ્યા ખોળીએ, કણી મૂકવા કાજ
ક્યાંયે જગકર્તા વિના, ઠાલુ ના મળે ઠામ
જોવા આપી આંખડી, સાંભળવાને કાન
જીભ બનાવી બોલવા, ભલું કર્યું ભગવાન
ઓ ઇશ્વર તું એક છે, સર્જ્યો તે સંસાર
પ્રુથ્વી પાણી પર્વતો, તેં કીધા તૈયાર
તારા સારા શોભતા, સૂરજ ને વળી સોમ
તે તો સઘળા તે રચ્યા, જબરું તારું જોમ
અમને આપ્યાં જ્ઞાન ગુણ, તેનો તું દાતાર
બોલે પાપી પ્રાણીઓ, એ તારો ઉપકાર
કાપ કલેશ કંકાસ ને, કાપ પાપ પરિતાપ
કાપ કુમતિ કરુણા કીજે, કાપ કષ્ટ સુખ આપ
ઓ ઇશ્વર તમને નમું, માંગુ જોડી હાથ
આપો સારા ગુણ અને, સુખમાં રાખો સાથ
મન વાણી ને હાથથી, કરીએ સારાં કામ
એવી બુધ્ધિ દો અને, પાળો બાળ તમામ
ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ
ગુણ તારાં નિત ગાઇએ, થાય અમારાં કામ
પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા,
પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા;
પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ સર્વસ્વ જનના,
નમું છું, વંદું છું, વિમળમુખ સ્વામી જગતના. 1
સૌ અદભૂતોમાં તુજ સ્વરૂપ અદભૂત નીરખું,
મહા જ્યોતિ જેવું નયન શશીને સૂર્ય સરખું,
દિશાઓ ગુફાઓ પૃથ્વી ઊંડું આકાશ ભરતો,
પ્રભો એ સૌથીએ પર પરમ હું દૂર ઊડતો. 2
પ્રભો તું આદિ છે શુચિ પુરૂષ પુરાણ તું જ છે,
તું સૃષ્ટિ ધારે છે, સૃજન પલટયે નાથ તું જ છે,
અમારા ધર્મોને અહર્નિશ ગોપાલ તું જ છે,
અપાપી પાપીનું શિવ સદન કલ્યાણ તું જ છે. 3
પિતા છે અકાકિ જડ સકળને ચેતન તણો,
ગુરૂ છે મોટો છે જનકૂળ તણો પૂજ્ય તું ઘણો,
ત્રણે લોકે દેવા નથી તું જે સમો અન્ય ન થશે,
વિભુરાયા તુંથી અધિક પછી તો કોણ જ હશે. 4
વસે બ્રહ્માંડોમાં, અમ ઉર વિષે વાસ વસતો,
તું આઘેમાં આઘે, પણ સમીપમાં નિત્ય હસતો,
નમું આત્મા ઢાળી, નમન લળતી દેહ નમજો,
નમું કોટિ વારે, વળી પ્રભુ નમસ્કાર જ હજો. 5
અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા,
તું-હીણો હું છું તો તુજ દરશનાં દાન દઈ જા. 6
પિતા ! પેલો આઘે, જગત વીંટતો સાગર રહે,
અને વેગે પાણી સકળ નદીનાં તે ગમ વહે;
વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી,
દયાના પુણ્યોના, તુજ પ્રભુ ! મહાસાગર ભણી. 7
થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,
કૃતિ ઇંદ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું;
સ્વભાવે બુદ્ધિથી, શુભ-અશુભ જે કાંઈક કરું,
ક્ષમાદષ્ટે જોજો, – તુજ ચરણમાં નાથજી ! ધરું. 8

Blessed Is the Person
Who Understands That
The Reason For Praying
Is Not To Have All We Want..
But To Thank God For
All He Has Given Us ~

   
 
 રક્ષા કરો વિપત્તિમાં, એવી મારી પ્રાર્થના,
લાગે ભય આપત્તિમાં,એવી મારી પ્રાર્થના.
આંધી અને તોફાનથી મન હો કદી મારું દુઃખી,
તૂટે બળ એવું કરો, બસ મારી પ્રાર્થના.
બોજો કરી હળવો ભલે હૈયાધરણ અર્પશો,
ઉંચકી શકું એવું કરો, બસ મારી પ્રાર્થના.
ડોલે ભલે નૈયા કદી ખૂટે હામ હૈયા તણી,
શ્રધ્ધા રહે તોયે સદા બસ મારી પ્રાર્થના.
ઊગારજો ભવસાગરે એવી મારી પ્રાર્થના,
તરવાને આપો બાહુબળ, બસ મારી પ્રાર્થના.
નિર્દોષતાથી સુખમાં પણ જોઉં તુજ મુખારવિંદ,
સરકે ધરા પગને તળે અવિચળ રહે પ્રાર્થના.

પ્રારંભે નમીએ સરસ્વતી તને, હે મા વીણા ધારિણી,

વંદે હસ્તક લૈ મૃદુ શબદના, કંકુ અને ફૂલથી,

ઉગ્યો આ જ અહીં રવિ કલમ લૈ, સાહિત્ય સંગે દીપે,

આવો મા વરદાન દો અમીભરી, વિદ્યા તણી દેવી હે….



સંકલિત



No comments: