Sunday, September 24, 2017

ગુરુજી ની કલમે...(૧૮)..જસ્ટ બી./નિજાનંદ હો..


ગુરુજી ની કલમે...(૧૮)..જસ્ટ બી./નિજાનંદ હો..
                                           
ગુરુજી ની કલમે.....
                           ધી ન્યુ ઇન્ડિયન એક્સપ્રેસ મા પસિદ્ધ થયેલ પ્રવચનો નો સંગ્રહ
                          ૧૦ મી સપ્ટેમ્બર ૨૦૦૬ સુધી સંકલિત......
             અનુવાદક: નિરુપમ ભાસ્કરલાલ અવાશિયા.
                                                             બી.ઈ.(ઈલેક્ટ્રીકલ)
૨૮ ડીસેમ્બર ૨૦૦૩..

૨૦૦૪ નું વર્ષ ખુશનસીબ વર્ષ છે કારણ કેતમે ત્યારે જીવો છો.જયારે તમે દુનિયા માટે જીવતા હોવ,ત્યારે દુનિયા નસીબદાર હોય છે.તમે તમારી જાત માટે જીવતા નથી,પરંતુ જગત માટે જીવો છો. વિશ્વને જેકઈ જોઈએ છે યાતો ઈચ્છે છે,તો તેનાં માટે તમે છો જતેથી તે વર્ષ નસીબદાર છે કે- તમે આ પૃથ્વી પર તે સમયે હયાત છો,
સમય/કાળ ને તમારી હાજરી ને ઉજવવા દયો.સામાન્ય રીતે લોકો નવા વર્ષ માટે  શુભેચ્છાઓ કરતાં હોય છે.આ વર્ષે કોઈ ઈચ્છા/શુભેચ્છાઓ ના કરો,નવા વર્ષ ને તમારી ઉજવણી કરવા દો.જો તે તમારા માટે સારી વસ્તુઓ લાવવા માંગતું હોય તો,ભલે લાવે.તે તેની ઈચ્છા ની વાત છે.સામાન્ય રીતે તમે જ ઉજવાઈ મા ખોવાઈ જાવ છો.તમે સમય ને/કાળ ને તમારી ઉજવણી કરવા દો,અને આ ઉજવણી વચ્ચે  તમે તેનાં સાક્ષી બનો.
એક એવી જગ્યા છે જ્યાં,બધું જ સુંદર છે,ત્યાં તમો આવી શકો/પહોંચી શકો છો.પ્રવાસી ઓ એક સ્થળ થી બીજા સ્થળ પર સૌન્દર્ય ની ખોજ મા જતાં હોય છે,તેઓ કોઈ જગ્યાની સુંદરતા માણતા હોય છે.તેઓ થાકી અને તૃપ્ત થઇ જતાં હોય છે.તેમ છતાં સૌથી વધારે સુંદર સ્થળ જો ક્યાંય પણ હોય તો તે અહી જ તો  છે.જયારે તમે અહીં આવો છો,તમને ખ્યાલ આવે છે કે-તમે ગમે ત્યાં હોવ , પણ બધું જ અતિ સુંદર છે.
આ જગ્યા ક્યાં છે?અહીં-તહી ના જૂઓ.તે તમારી અંદર જ છે.જયારે તમે અહીં આવો છો,ત્યારે કોઈ પણ જગ્યા સુંદર હોય છે.પછી તમે જ્યાં-જ્યાં જાવ ,તમે ત્યાંનાં સૌન્દર્ય મા વધારો કરો છો. વિશ્વ ના આ અપ્રતિમ સૌન્દર્ય ના સ્થળ પર ટ્રીપ માટે તમારું બુકિંગ કરાવો.ત્યારે તમને લાગશે કે- પ્રત્યેક દિવસ એ એક  ઉજવણી જ છે.
ઘણી વખત લોકો પાર્ટી અને ઉજવણી ઓ પાછળ દોટ મુકતા હોય છે.પરંતુ જે તેનાં પાછળ દોડતો નથી,તેનાં માટે, પાર્ટી ઓઅને ઉજવણીઓ તેમને અનુસરે છે.જો તમે પાર્ટીઓ પાછળ દોડશો,તો તમારી પાસે એકલતા જ આવશે,પરંતુ જો તમે સ્વ ના એકાંત મા હોવ,પાર્ટી ઓ તમારી આજુબાજુ મંડરાય છે.બધો જ સંવેદી આનંદ વીંટાળેલા કાગક ના જેવો છે;શાશ્વત આનંદ તો અંદર/આંતરિક સમાયેલો હોય છે. દિવ્ય પ્રેમ હાજર જ છે,તેમ છતાં આપણે આવરણ ચડાવી ને ભેટ મેળવ્યા નો આનંદ મેળવીએ છીએ.ભેટ ને ખોલો.આખું વિશ્વ તમારા આનંદ માટે હાજર છે જ.૨૦૧૪ માટે નો સંદેશ છે....માત્ર જસ્ટ બી/નિજાનંદ હો !!!
નિશ્ચિંત અને રહો અને માત્ર જસ્ટ બી/નિજાનંદ હો !!!
.તેનો અર્થ આળસુ રહો તે નથી...ના..ના!!
ખૂબજ કાર્યશીલ રહો...અને જસ્ટ બી/નિજાનંદ હો !!!
ઘટના ઓ આવશે અને જાશે,તે બધી પુષ્પો ની જેમ કરમાઈ જાશે.પરંતુ પ્રત્યેક ઘટના અને પ્રત્યેક મનુષ્ય કોઈક મીઠાશ/મધ ધરાવતા હોય છે.મધમાખી ની જેમ પ્રત્યેક ઘટનાઓ માંથી,પ્રત્યેક ક્ષણ માંથી મધ મેળવી લો.અને આગળ વધો.મધમાખી જેવાં બનો અને અસ્તિત્વ/સ્વમારહો/નિજાનંદમા રહો.
ગરીબ માણસ નવું વર્ષ એક વર્ષ મા એક જ વાર ઉજવે છે.ધનાઢ્ય માણસ કોઈ પણ દિવસને નવા વર્ષ ની જેમ માણે છે.પરંતુ સૌથી ધનાઢ્ય વ્યક્તિ પ્રત્યેક ક્ષણ ને માણે છે.તેમે કેટલાં ધનાઢ્ય છો?ઉજવણી કરતી સમયે વર્ષની સમીક્ષા કરો.આ તમરુ હોમ-વર્ક છે.તમે શું કર્યું?તમે શું મેળવ્યું?આ ગત વર્ષને તમે કેટલાં ઉપયોગી થયા? એક કલાક માટે બેસો,અને પ્રત્યેક અઠવાડિયાનો, વિચાર કરો,અઠવાડિયામાં એક મીનીટ,વિચાર કરો,અને એક કલાકથી ઓછા સમયમા ગત વર્ષના લેખાંજોખા કરો,નવા વર્ષ ના દિવસે પુષ્પ સાથે આગામી નવા વર્ષ ને દિવ્યતા ને સમર્પિત કરો
વિરોધાભાસ એ વિશ્વની પ્રકૃતિ છે; આરામ સ્વની પ્રકૃતિ છે.સંઘર્ષ વચ્ચે પણ શાંતિ શોધો.જે લોકો શાંતિ પ્રિય હોય છે,તે સંઘર્ષ ટાળે છે.અને જે લોકો ઝગડાખોર છે તેને શંતિ પ્રિય નથી.જેઓને શાંતિ જોઈએ છે તે લોકો,દોડી જતાં હોય છે.અહીં જેની જરૂર છેએ તે છે કે- પહેલાં અંદરથી શાંત બનો,અને પછી લડત આપો.ગીતા નો બધો જ ઉપદેશ પ્રથમ જાત ને શાંતિપૂર્ણ રાખો,અને પછી લડો/યુદ્ધ કરો.કૃષ્ણ,અર્જુન ને યુદ્ધ કરવાનું કહે છે-પરંતુ સાથે-સાથે સ્વસ્થ/શાંત ચિત્ત પણ રહેવાનું કહે છે.આમાં કઈ સમજણ પડી?
દુનિયામા તમે એક સમસ્યા હલ કરો,ત્યાં બીજી સમસ્યા આવી પડે છેદાખલા તરીકે:-રશિયાનો હલ આવ્યો અને બોસ્નિયાની ઊભી થઇ.તમે એકને ઠીક/સારું કરો,અને અન્ય કઈ ઊભું થાય છે.તમને શરદી થઇ હોય,તમે સારા/ઠીક થાવ,ત્યાં પીઠમા દર્દ થાય,પછી તેને સારું થાય,પછી તમારા શરીર ને સારું લાગે છે.અને પછી તમે મન થી પણ સ્વસ્થ થાવ છો..દુનિયા આજ રીતે ચાલે છે.કેમ સાચું કે નહી?કોઈ પણ કારણ સિવાય ગેરસમજણો ઊભી થતી હોય છે,તેનો ઉકેલ તમારા હાથ મા હોતો નથી.તને નજર અંદાજ કરો અને જીવંત રહો/ખુશહાલ રહો...
આદતો અને તમે વાસનાઓ માંથી છુટકારો કેમ મેળવવો?જે કુટેવો માંથી મુક્ત થવા માંગે છે તે બધાજના મનમા આપ્રશ્ન હોય છે.તમે કુટેવો માંથી મુક્ત થવા માંગો છો,કારણ કે તેઓ તમને પીડા આપે છે અને સિમિત કરી દે છે.વાસનાનો સ્વભાવ તમોને ચિંતિત કરવાનો,અથવા તમોને મોહાંધ બનાવવાનો હોય છે,અને તેમાંથી મુક્ત થવું એ જીવનનો સ્વભાવ છે/પ્રકૃતિ છે.જીવન મુક્ત રહેવા છે.જયારે જીવ એ મુક્ત કેમ રહી શકાય તે જાણતો હોતો નથી.તે આજીવન મુક્તિ માટે ભટકતો રહેતો હોય છે.
કુટેવો માંથી બહાર આવવુંએ પ્રતિજ્ઞા છે.આ સંયમ છે.પ્રત્યેકની અંદર થોડો ઘણો સંયમતો રહેલોજ હોય છે. પ્રતિજ્ઞાસમયાધીન હોવી જોઈએ.તેનાથી તમારી સારાઇ બહાર આવશે.અને તમને લહેરીલાલા બનતાં અટકાવશે. પ્રતિજ્ઞા લેવા માટેના સમય અને સ્થળ નક્કી કરો.
જયારે મન/મગજ નકામા વિચારે ચડી જાય છે,બે વસ્તુઓ બને છે.પહેલાં એકે બધાજ જૂના દાખલાઓ/ઘટનાઓ યાદ આવે છે,અને તમે નાહિંમ્મત/નાસીપાસ  થઇ જાવ છો.તમે તમારી જાત નેજ દોષ આપો છો,અને વિચારો છો કે તમે કોઈ જ પ્રગતિ કરી નથી.અને બીજું એ છે કે-તેણે તમે એક સંયમ માટે ની તક તરીકે જૂઓ છો,અને તેનાં માટે આનંદ અનુભવો છો.સંયમ વિના જીવન આનંદિત નહી હોય અને રોગો/માંદગીઓ થશે.જયારે જીવન બળ ની દિશા હશે,ત્યારે તમે સંયમ દ્વારા કુટેવો ને દુર કરી શકશો.
પ્રતિજ્ઞા સમય અને સ્થળ પ્રમાણે લો.દાખલા તરીકે-કોઈ ને ધૂમ્રપાન/સિગરેટ પીવાની  આદત હોય,અને કહે કે- હું  ધૂમ્રપાન/સિગરેટ છોડી દઈશ.,પરંતુ તેમ કરી શકે નહી.તેઓ સમયાધીન પ્રતિજ્ઞા લઇ શકે કે-હું તન મહિના/૯૦ દિવસ માટે સિગાર નહી પીવ.;કેટલાક ને અપશબ્દો બોલવા ની આદત હોય,અને પ્રતિજ્ઞા ળે કે હું-૧૦ દિવસ તો ખરાબ ભાષા નહી જ વાપરું.તમે આજીવન માટે પ્રતિજ્ઞાના ના લો,કારણ કે તે તમે તુરત જ  તોડી નાખશો/પાળશો નહી.જો કદાચ વચ તે તૂટી જાય તો કોઈ ચિતા નહી,ફરી થી શરુ કરો.ધીરે-ધીરે સમય મર્યાદા વધારતા જાવ,કે અંતે તે તમારા સ્વભાવ ની જ હિસ્સો બની જાય.
તમે ખુદજ એક જ્ઞાન છો.તમારા મા નો પ્રત્યેક જ્ઞાન સાથે અભિભૂત/જોડાયેલો છે.તમે ઘણી જ વાર :ગપસપ કે ફરિયાદ ના  મિત્રો બની જતાં હોવ છો.જ્ઞાન સાથે ની મિત્રતા ભાગ્યેજ જોવા મળે છે.જ્ઞાન ના મિત્ર બનો.અને પ્રત્યેક નું જ્ઞાન મા ઉત્થાન કરો.
સવાર મા તમે જાગો તે ક્ષણ થી જ તમે લોકો સાથેજ હોવ છો,અને તમારું મન/મગજ દુન્યવી વિચારો માંજ વ્યસ્ત હોય છે.તેથી જ દિવસ દરમ્યાન કોઈવાર થોડી મીનીટો બેસો,આંખો બંધ કરી ને,તમારા હૃદયના ઊંડાણમા જાવ,,દુનિયાને દડા ની જેમ દુર હડસેલી દયો.પરંતુ દિવસ દરમ્યાન કાર્ય સાથે ૧૦૦ ટકા જોડાયેલા રહો.અંતે તમે એકસાથે જોડાયેલા અને અલગ રહેવા સમર્થ બની જશો.આજ ટો જીવન જીવવાની કળા છે.આર્ટ ઓફ લીવીંગ.
એક શાણો માણસ પોતાનાં  ખરાબ સમય મા પણ આનંદિત હોય છે.અને મૂર્ખ તેનાં સારા સમય મા પણ દુ:ખી રહેતો હોય છે. સમય સારો કે ખરાબ તે તમેજ નક્કી કરો છો.જો જ્યોતિષી એમ પણ કહે કે- તમારો અત્યારે ખરાબ સમય છે,તો પણ તમે તેણે સારો સમય બનાવી શકો છો!! તેથીજ અહેસાસ કરો કે તમે સમય કરતાં બળવાન છો,અને તેમે તમારા દિવ્યતા ના જોડાણ વડે તે ખરાબ સમય ને દુર કરી શકો છો.
જેમ સમય વીતે છે,આપણે કેલેન્ડર ફેરવીએ છીએ,આપણે તેજ રીતે આપણા મન/મગજ ને પણ ફેરવતા રાખવાની જરૂર છે.ઘણી વાર આપણી ડાયરી ભૂતકાળ ની યાદો થી ભરેલી હોય છે!!તમારા ભવિષ્ય ને આ ભુત કાળ ની વતો મા ના નિહાળો.સર્જનાત્મકતા ના પરોઢ ને પાંગરવા દો.
નવા વર્ષ ની ઉજવણી તમો ને શાણા બનાવે છે.ભૂતકાળ માંથી શીખો અને ભૂલો અને સર્જનાત્મક ઉત્સાહ થી આગળ વધો..નવવર્ષ ની ઉજવણી એ દરેક ને યાદ આપવા માટે છે કે-સમય ઝડપ થી સરકી જાય છે,કેટલોક સમય લાભદાયી હોય છે,જયારે કેટલોક સમય મહેનત કરવાનો હોય છે/સંઘર્ષ નો હોય છે.આ સંઘર્ષ નો સમય તમારી અંદર ની  શ્રેષ્ઠ આવડત ને બહાર લાવે છે.લાભદાયી સમય તમો ને દુનિયાનું શ્રેષ્ઠ હોય તે આપે છે. હૃદય હંમેશા જુના ની ઈચ્છા ધરાવે છે,જયારે મન/મગજ નવા ને ઈચ્છે છે.જીવન એ બન્ને નું એક મિશ્રણ છે.નવું વર્ષ આપણા જીવન મા જુનું શાણપણ અને આધુનિકતા લાવે,કારણ કે-તે બન્ને માંથી એક નો અભાવ હોય તો જીવન અધૂરું છે.માનવીય અને આધ્યાત્મિક મૂલ્યો અંગે વાતો કરવામાં સંકોચ નાઅનુભવો.વિશ્વને આસંદેશ આપવાનો સમય આવી ગયો છે!!!

No comments: