Tuesday, September 5, 2017

"Teachers day,,,"

૦૫/૦૯/૨૦૧૭...હું અને મારા શિક્ષક...




હું અને મારા શિક્ષક...
હું એટલે કોણ?
હું એટલે હુ જ ....
કવિ શ્રી મીનપિયાસી એ સરસ લખ્યું છે -----
પરમેશ્વર તો પહેલું પૂછશે ...
કોઈનું સુખ:દુઃખ પુછ્યુંતું?
દર્દ ભરેલી આ દુનિયામાં કોઈનું  આસું લૂછ્યું તું?
કબૂતરો નું ઘૂ ...ઘૂ.. ઘૂ...
ઉંદર ચકલાં......ચૂ..ચૂ..ચૂ
ભમરા ગૂંજે  ગૂ ..ગૂ.. ગૂ..
આ કુંજન માં શી ક્કાવારી ?
હું કુદરત ને પૂછું છું?
ઘુવડ સમા ઘૂઘવાટકરતો,
માનવ બોલે હું.. હું.. હું... 
તો હું---એટલે આ ઘુવડ સમો ઘૂઘવાટ કરતો હું .....
અને અંગ્રેજી નો---I
અને મારા શિક્ષક એટલે કોણ?
મારા આ હું ને ઓગાળનાર,
હું માંથી મને માનવ  બનાવનાર,
હું માંથી મને વિદ્યાર્થી બનાવનાર,
મારા શિક્ષકો એટલે તે મહાનુભાવો -----
કે જેમને મને ભાન કરાવ્યું કે--------
I know that I know nothing.”
જગત અવાશિયા

તારીખ: ૨૩.૦૨.૧૯૯૯, ધોરણ: ૬ એ.

                        “મારો જન્મ મારા પિતાને આભારી છે,                                                                           પણ મારું જીવન તો મારા શિક્ષકને આભારી છે
                                                         ~
એલેકઝાંડર

Happy Teacher's Day...
" વાવવા છે બીજ મારે બાળકોના દિલ મહીં, 
વૃક્ષ થઈને ઊગશે એ નામ જિજ્ઞાસા ધરી !
જ્ઞાનરૂપી ફળ પછી તો આવશે એ વૃક્ષ પર,
શીખવી દેશે સહજમાં જીવવાનું જિંદગી ! “
સંકલિત...


“ ક્ષણે ક્ષણે જે નવું શીખવે એનું નામ શિક્ષણ.
જે માતૃહૃદય રાખીને શીખવે એનું નામ શિક્ષક.”
સંકલિત...


Brinda Thakkar

મને આજ સુધી મળેલા જ્ઞાન અને સમજદારીમાં મારા મમ્મી-પપ્પાની સાથે સાથે મારી સ્કૂલ અને કોલેજમાં મને હંમેશા સાથ આપનારા અને મારામાં વિશ્વાસ મુકનારા શિક્ષકોનો પણ એટલો જ ફાળો છે.
જેમણે પાઠ અને કવિતાનો માત્ર સંદર્ભ ન સમજાવ્યો, પણ એને જીવતા પણ શીખવાડ્યું. એમના લીધે જ લાગણીઓ બુઠ્ઠી નથી થઇ જતી, અને લીલુછમ્મ જીવી શકાય છે.
હોમવર્ક ના કર્યું હોય ત્યારે હાથમાં પડેલી પાંચ ફૂટપટ્ટીના સળ હજી પણ ક્યારેક ચચરે છે. બેંચ પર ઉભા કરીને અંગુઠા પકડાવતા શિક્ષકે એટલું તો સમજાવી જ દીધું હતું કે, જો સીધા રસ્તે નહિ ચાલો અને નક્કી કરેલું કામ નિયત સમયમાં નહી કરો, તો જિંદગી પણ અંગુઠા પકડાવશે જ..!
ચોક, ડસ્ટર અને બ્લેકબોર્ડની આસપાસ શરુ થયેલી જિંદગી... હવે જવાબદારી, સમજદારી અને લક્ષ્યોની આસપાસ વીંટળાઈ ગઈ છે.
ક્યારેક એમ થાય છે કે કાયમ પેન્સિલ અને રબરનો જ ઉપયોગ કરતા હોત, તો કેવું સારું..? જેવી ભૂલ થાય કે તરત જ સુધારી લેત..!
પણ જ્યારથી આ પેન પકડીને જીવનના પાનાઓ પર લખવાનું શરુ કર્યું છે, કોઈ વિકલ્પ જ નથી બચતો પછી..!
અને એકાદ લીટી વધારાની લખાઈ જાય, તો પછી એનો પ્રભાવ ઘટાડવા માટે, આપણે બીજું કેટલું બધું લખી નાખીએ છીએ... નહી?

No comments: