૧૭/૦૯/૨૦૧૭...૫૦૦ મી પોસ્ટ..(૧૭)..ગુરુજી ની કલમે..જાગૃત આત્મા..સભાન આત્મા..
૦૮/૦૮/૨૦૧૦ થી ૧૭/૦૯/૨૦૧૭ ની ૫૦૦ પોસ્ટ
ની બ્લોગ ની સફર...
"સ્વાન્તઃ સુખાય "શરુ કરેલી આ સફર માં આજે ૫૦૦ મી પોસ્ટ મુક્ત
અત્યંત આનંદ અનુભવું છું, અને ઈશ્વર ની અસીમ કૃપા માનું છું... જોગાનું જોગ આજ ની
પોસ્ટ એ મેં કરેલ એક અનુવાદ જ આવી છે. આજે ૫૦૦ મી પોસ્ટ...
ગુરુજી ની કલમે.....
ધી ન્યુ ઇન્ડિયન એક્સપ્રેસ મા પસિદ્ધ થયેલ પ્રવચનો નો સંગ્રહ
૧૦ મી સપ્ટેમ્બર ૨૦૦૬ સુધી સંકલિત......
અનુવાદક: નિરુપમ ભાસ્કરલાલ અવાશિયા.
બી.ઈ.(ઈલેક્ટ્રીકલ)
૧૪ ડીસેમ્બર ૨૦૦૩..
ક્રિયાઓ સભાનતા મારફત થાય છે.સભાનતાને
કારણે તમે વાત કરોછો,ચાલો છે,બેસો છો,રડો છો અને હસો છો.સભાનતા ત્રણ શક્તિઓને
વ્યક્ત કરે છે-જ્ઞાન શક્તિ,ઈચ્છા શક્તિ અને ક્રિયા શક્તિ. આ
ત્રણેય શક્તિઓ વચ્ચે સમન્વય હોયતો જિંદગી સરળ બની જાય છે.અને જોના હોય તો જીવન
ઉદાસીમય બની જાય છે.
જો તમે કોઈ વસ્તુ ઇચ્છતા હોવ,અને અને
જ્ઞાન સાથે સંકળાયેલ ના હોય તો-તે એક મૂર્ખતા હશે.-જેમકે ચન્દ્ર પર તમારે ઘર હોય
તેવી ઈચ્છાસમાન જ છે.જો તમારામા જ્ઞાનનો અભાવ હશે,તો તમે ઈચ્છાઓમા અટવાઈ પડશો.કેટલીક
વાર તમારી પાસે જ્ઞાન હોય,પરંતુ તમે તેનો ઉપયોગ કરી કાર્ય કરતાં હોતા નથી.ત્યારે
પણ તમે દુ:ખી દયાપાત્ર થઇ જતાં હોવ છો.
ઘણી વાર તમે કહેતા હોવ છો કે-તમે નિશ્ચિત
કાર્ય કરશો,અથવા કોઈ નિશ્ચિત કાર્ય કરવા માંગો છો.તેમ છતાં પણ તે કાર્ય તમે કદી
કરતાં હોતા નથી.તમે જાણતા હોવ કે કોઈ કાર્ય સારું છે,અને તમારે કરવુંજ જોઈએ તેમ
છતાં તમે તે મુલતવી રાખતા હોવ છો.કસરત/વ્યાયામ,અથવા યોગ ના વર્ગો આ માટેનું
શ્રેષ્ઠ ઉદાહરણ છે.ઈચ્છા હોય છે.તમે જાણો પણ છો તે સારું છે અને તમારે કરવું પણ
છે,તમ છતાં તમે તે કરતાં નથી.આ ક્રિયાશક્તિ ના અભાવ ને કારણે બને છે.
.ઈચ્છા
શક્તિ એ ઈચ્છા છે,જ્ઞાન શક્તિ એ જ્ઞાન, બુદ્ધિ/શાણપણ નો પાવર/શક્તિ છે.અને ક્રિયા શક્તિ
એ કાર્યનો પાવર/શક્તિ છે.કેટલાક લોકોમા અખૂટ ક્રિયાશક્તિ હોય છે,-તેઓ અતિ ચંચળ હોય
છે,તેઓ ટેબલ યાતો ખુરશી ખસેડતા રહેતાં હોય છે,અથવા તો એક જ બારી ના કાચ ફરી-ફરી ને
લૂછતાં રહેતાં હોય છે,અથવા એકજ કાર્પેટ ને વેક્યુમ ક્લીનર થી વારંવાર સાફ કરતાં
રહેતાં હોય છે.પરંતુ શું કરવું જોઈએ તેનું જ્ઞાન હોતું નથી.આ જ્ઞાન શક્તિના અભાવ
ને કારણે બને છે.
ઈચ્છા શક્તિ નો અભાવ એ શું છે?તે દ્રઢ
ઈચ્છા નો અભાવ છે.થોડો સમય કોઈ વ્યક્તિ આ કાર્ય કરે છે,તો બે મીનીટ પછી અન્ય કાર્ય
કરતો દેખાય છે.
મન/મગજ ને બદલાતો રહે છે.આળસ-શિથિલતા-તે
પણ ઇચ્છાશક્તિનો અભાવ જ છે.આવાં લોકો મા ક્રિયા શક્તિ આવી વ્યક્તિ ને શાંત બેસી ને
રહેવા દેતી નથી,અને આના કારણે અસ્વસ્થતા જન્મે છે.જો વ્યક્તિ વધારે સક્રિય નાહોય
તો,તેનાંમા વધારે ક્રિયાશક્તિ હોતી નથી.તે માત્ર શાંત બેસી જાશે,પરંતુ તેનું
મન/મગજ કાર્યરત જ હશે.કેટલાક લોકો પાસે અખૂટ જ્ઞાન હોય છે,પરંતુ તે જ્ઞાન ને અન્ય
બધા સાથે વહેચવાની ઈચ્છા/લાલસા જ હોતી નથી.ઇચ્છાશક્તિનો અભાવ.તેથી આ સર્વે નું
સંપૂર્ણ સંકલન બહુ જ જવલ્લેજ જોવા મળે છે,અને તે હોવું ખૂબજ જરૂરી છે.
યજ્ઞ,દાન અને તપ –આ
ત્રણ વસ્તુઓ માણસના ચેતા તંત્ર,માનવ ચેતના/સભાનતા અને માનવ મનને
શુદ્ધ/પવિત્ર કરે છે,.જયારે દરેક લોકો ભેગા થઇ ને મંત્રોચ્ચાર
કરે છે,ગાય છે અથવા તો ધ્યાન ધરે છે-તે યજ્ઞ છે.લોકો હમેશાં પોતાના જ વિચાર મા
રહેતાં હોવાથી હતાશા અનુભવે છે.જયારે તમે એમ વિચારતા થઇ જાવ કે –તમે તમારી આજુબાજુ
ના લોકો ને કઈ રીતે ઉપયોગી થઇ શકો તો હતાશા આવશેજ કયાંથી?,તપ એ વિરોધાભાસી બળો ને
જોવાની વાત છે.-ધ્યાન,અને શ્વાસ નું નિરીક્ષણ.વિરોધી
વસ્તુઓ આવી અને તમોને ચિંતિત કરે છે.આ વસ્તુ ને સહન કરવી એ તાપ છે.
તમો ને સહયોગ/યોગદાન કરવાની જે કોઈ પણ તક
મળે,તમે જે પણ કોઈ રીતે સહયોગ આપી શકો તે સહયોગ આપો.જયારે તમે વાતો કરતાં હોવ,તો
માત્ર ગપસપ કરવાને બદલે જ્ઞાન ની વાતો કરો.હું એમ નથી કહેતો કે-તમારે કોઈ હમેંશા
કોઈ એક ફિલસૂફ ની જેમ જ વાતો કરવી જોઈએ,જો
તમે વાહિયાત વાતો પણ કરતાં હોવ,તો તમને એટલી ખબર હોવી જોઈએ કે-તમે વાહિયાત વાતો
કરી રહ્યા છો
ચેતના/સભાનતાના સ્તરમા
જયારે તમને સંપૂર્ણપણે વિખુટા પડી ગયાની
લાગણી થાય,ત્યારે જોડવા માટે મથામણ કરશો નહી.જયારે તમે ઊંઘતા હોવ,ત્યારે તમે તમારી
થી સાવ નજદીકની વ્યક્તિથી પણ સાવ જ વિખુટા પડી ગયા હોવ છો.જયારે તમે નિંદ્રાધીન
હોવ,ત્યારે તેમે અન્ય કોઈ ને પણ ઉંઘની સ્થિતિ માના લાવી શકો.
આ સમયે તમે,આખા જ સર્જન ને હસતાં એક
સ્વપ્ન તરીકે જૂઓ છો.તે બધું જ સાબુ ના ફીણ જેવું છે,-તેઓ માત્ર થોડી ક્ષણો માટેજ
હોય છે,અને બીજી જ ક્ષણે તેઓ હોતા નથી.તમે જે લોકો ને ૧૦ વર્ષ પહેલાં મળ્યા
હોવ,અને ધટના ઓ કે જે ૧૦ વર્ષ પહેલાં બની હોય,તે બધું અત્યારે હોતું નથી.બધું જ
અસ્થાયી છે અને માત્ર તમેજ સ્થાયી છો.અને તેથી જ તમે અલગતા અનુભવશો,પરંતુ ઉદાસ ના
બનો.આ બધું હસતાં-હસતાં સ્વીકારો.
ધ્યાન ધારો.તમારા મા અંદર થી એક
તાકાત/શક્તિ ઉત્પન થશે. બીજી એ અવસ્થા છે કે જયારે તમે વિશ્વ ની
પ્રત્યેક વસ્તુ ઓ સાથે જોડાયેલા હોવ છો ,તેમ છતાં,ખોવાયેલા હોવ છે.ત્યારે તમારી
અંદર નો ‘યુ’હોતો નથી.આ ‘હું’ ની ભાવના પણ હોતો નથી તે લુપ્ત થાય છે. ત્યારે પણ એક
ઉત્સવ/ઉજવણી જ છે.
સન્માન અને સભાનતા/આદર અને ચેતના
તમે આદર કઈ રીતે મેળવી શકો?આદર એ
અધિકારી/ઉપરી પાસેથી મળતી પ્રશંશા છે.પ્રેમ એ હૃદય તરફ થી મળતી પ્રશંશા છે.આદર
માટે તર્કની જરૂર પડે છે.પ્રેમ માટે તર્ક ની જરૂર હોતી નથી.પરંતુ પ્રેમ માટે,જ્ઞાન
ની જરૂરિયાત નથી.તમે માત્ર કંઈ પણ નિહાળો,અને
તેનાં પ્રેમ મા પડી જાવ.
મોટા,યુવાન કે બાળકો દરેક ની આદર પામવાની વૃતિ હોય છે.પરંતુ આપણે જાણીએ છીએ
કે બીજાને આદર કઈ રીતે આપી શકાય?તેનાં માટે થોડી સંવેદનશીલતા હોવી જોઈએ.જો તમે
સંવેદનશીલ હોવ,તો તમે બીજાઓ ને આદરઆપી શકો છો,અને જો તમે નય નો આદર કરો તો તમે
સંવેદનશીલ પણ બનો છો.આદર અને પ્રેમ અલગ છે,તેમ છતાં,તેઓ એકબીજાથી નજદીક છે.તમે કોઈ
વ્યક્તિ ને નફરત કરો તો તેનાં માટે તમને આદર ના હોય શકે.જયારે તે કોઈ ને આદર આપો
છો ત્યારે તમે તેને ચાહવા લાગો છો.જયારે તમે કોઈને ચાહવા લાગો છો,ત્યારે તમે તેણે
આદર આપતા થઇ જાવ છો.
ચેતના/સભાનતા દ્વારા રૂઝ
માંદગી ના ૩ કારણો હોય છે.માંદગી કુદરત/પ્રકૃતિ
ના નિયમ ના અનાદર/ઉલ્લંઘન ને કારણે,અથવા તે
કુદરત દ્વારા લાદવામાં આવી હોય,અથવા ભૂતકાળ ના કર્મ નું ફળ હોય..
પ્રથમ કારણ અગાઉ ના જીવન ના કર્મો ને કારણે
છે.કર્મ એટલે ચેતના/સભાનતા ની છાપ/અનુભવો છે.બીજું કારણ ,જયારે તમે કુદરત ના
સિધ્ધાંત નું ઉલ્લંઘન કરો છો,અતિશય ખાવા નો જ દાખલો લો..તમે જાણો છો કે તમારે શું
ના ખાવું જોઈએ તેમ છતાં તમે તે ખાવ છો..ત્રીજું કારણ પ્રકૃતિ દ્વારા લડવા મા આવતું
હોય છે.કુરત ના નિયમ પ્રમાણે જીવો છો,તેમ છતાં કોઈ વાર અચાનક કોઈ એક શરદી નો બને
અને બધાજ ને શરદી થઇ જાતી હોય છે.
ઇથોપિયા મા રોગચાળો ફેલાયેલ અને’ યલો
ફીવર’ અથવા મેલેરીયા ની અસર ઘણાજ લોકો ને થઇ હતી.આ કુદરત દત્ત છે. નેચર/પ્રકૃતિ પોતેજ આ બધાજ રોગ નો ઈલાજ/ઉપચાર પુરો પાડે છે.જો તમને
કોઈ બીમારી થાય,તો તમારા ખોરાક મા કંઈક વાંધો છે.. ચેતના
અને મન/મગજ વચ્ચે કોઈ સંઘર્ષ હોય છે,તેનો ઉપાય છે,ધ્યાન કરવું,આ સંઘર્ષ ને અવગણો
અને યોગ્ય ખોરાક લો.જયારે રોગ શરૂઆત મા જ પકડાઈ જાય તો આબધુ જ બચાવ કાર્ય કરે છે.
આરોગ્ય અને માંદગી
ભૌતિક પ્રકૃતિ નો એક ભાગ છે.તમારે તે અંગે બહુ જ ચિંતિત થવાની જરૂર નથી.જયારે તમે
માંદગી અને બહુ જ વિચારો છો,ત્યારે તમે માંદગી ને અતિરિક્ત બળ પૂરું પાડો છો.તમે આરોગ્ય અને માંદગી નું અર્ક જોડાણ છો.આ વાત તમે ધ્યાન મા
રાખો,અને તમે સકારાત્મક રીતે વિચારો તો
માંદગી બદલાઈ જાશે.
નાસ્તિકવાદ અને સભાનતા
આસ્તિક અને નાસ્તિક
વચ્ચે બહુ મોટો તફાવત નથી.આસ્તિક કહે છે કે-તે ઈશ્વર મા માને છે,પરંતુ તેણે સંકેત
ની જરૂર હોય છે,જયારે બીજી બાજુ,નાસ્તિક ભગવાન માટે ની સાબિતી માંગે છે,અને ત્યાર
પછી જ તેને માનવા તેયાર થશે.બન્ને કંઈક જોવા માંગે છે.બન્ને ની ભૂલ છે.જયારે તમે
કહો કે ઈશ્વર નથી,ત્યારે તમારી પાસે ઈશ્વર નો ખ્યાલ તો છે;નહીતો તમે એમ કહો જ નહી
કે ઈશ્વર નથી!!! જો હું કહું કે-અહીં ટેબલ નથી,ત્યારે માને ખબર જ છે કે ટેબલ એ શું
છે.મારી પાસે ટેબલ શું છે તે અંગે નો ખ્યાલ તો છે.
પહેલાં ના જમાના મા ઘણાંજ વિશેષજ્ઞ ઓં હતા. તેઓ સભાનતા/ચેતના ના કેટલાક ગુણો દર્શાવવા કેટલાક ચિત્રો આપેલા.તેથી તેઓ એ શિવ ને દર્શાવવા બંધ આંખ,ગળામાં વિટાળેલો સર્પ, નું ચિત્ર આપ્યું.સાપ સતર્કતા,બંધઆંખ એ ધ્યાનના પ્રતિક રૂપે દર્શાવી
છે.
જયારે તમે ધ્યાનાવસ્થા મા હોવ છો,ત્યારે
તે નિંદ્રાધીન અવસ્થા નથી હોતી,તમે અંદર થી જાગૃત છો.-શાંત અને પવિત્ર છો.તે
સભાનતા/ચેતના નું ચોથું સ્તર છે,તમે જાગતા નથી,ઊંઘતા નથી,કે સ્વપ્ન મા પણ નથી.
આપણે એક વાત જાણી લેવાની જરૂર છે કે-આપણે
જે કંઈ વિચારીએ છીએ,જાણીએ છીએ તે ઘણું જ ઓછું છે.જયારે તમે એ જાની લો કે તમે બહુ
જાણતા નથી,ત્યારે તમે નિર્ધોષ બની જાવ છો.તમારી ચેતના ના નિર્દોષતા ના સ્તર મા શાણપણ નો ઉદય થાય છે,જ્ઞાન આવે છે,અને
પ્રેરણા /આંતર જ્ઞાન નો ઉદય થાય છે.
No comments:
Post a Comment