Friday, September 22, 2017

(૧૦૨)..આજનો યુવાન

૨૨/૦૯/૨૦૧૭..(૧૦૨)..આજનો યુવાન
આજનો યુવાન બુઢ્ઢો છે .
બુદ્ધિનો બુઠ્ઠો છે ..
*માનવામાં નથી આવતું:?*
સવારે મોડું ઉઠવાનું..! 
ઉઠતા વેંત જ હાથ માં-બાપના પૈસે ખરીદેલો મોબાઈલ લઇ પોતાના મિત્ર મંડળ સાથે Whats App માં ચોવટ કરવાની ...
ન દાંત સાફ કરવા .. 
ન નહાવા જવું .. 
ન માતા પિતા સાથે વાત કરવી .. 
અને આખો સમય મનમાં ખાંડ ખાવ છીએ કે અમે યુવાનો સ્માર્ટ છીએ ...
પણ ભઈલા તારો મોબાઈલ સ્માર્ટ છે .
તું તો નથી જ ...
તું તો ડોબો જ છે . 
નથી તને દેશ- દુનિયાની ખબર , 
કે નથી પારિવારીક સમ્બંધોની ખબર , 
તું શાનો સ્માર્ટ છે
21×3=63 થાય તે કહેવા તારે મોબાઈલનું કેલ્ક્યુલેટર વાપરવું પડે છે...
તું જેને પછાત સમજે છે , 
તે તારા મા બાપ સમય આવ્યે મોબાઈલ અને કોમ્પ્યુટર શીખવા પડે તો એ પણ શીખી લેશે ...
મેથી અને કોથમીર કોને કહેવાય:? 
એ તું સાત વાર શાક લેવા જાય તો પણ શીખી નહિ શકે ..
બે માઈલ ચાલવામાં તને આળસ આવતું હતું અને પોકમોન ગો રમવામાં આખું ગામ મોબાઈલમાં મોં ઘાલીને ઘુમ્યે જાય છે ...
માતૃભાષામાં "ઘ" અને "ધ" લખવાનો તફાવત તને ખબર નથી ..
"
ઘર ને બદલે "ધર" 
અને 
"
ધજા" ને બદલે "ઘજા" લખે છે , 
અને માં-બાપને અંગ્રેજી આવડતું નથી તેની ફરિયાદ કરે છે ...
"પાટલા સાસુ" કોને કહેવાય તેવું ગૂગલને પૂછવા કરતા કોઈ વડીલને પૂછ બધા સબંધ વાચક નામ તને તુરંતમાં સમજાવશે...
*તારા મા બાપનો ફોન ભલે સ્માર્ટ નહિ હોય,*
*
પણ માબાપ પોતે ખૂબજ સ્માર્ટ છે ..*
*અને તારો ફોન સ્માર્ટ છે,*
*
પણ તું સ્માર્ટ નથી ...*
*વાતવાતમાં માબાપને ઉતારી પાડવાથી તું ઉંચો નહિ આવે ભઈલા ...*
ઘરમાં જે સગવડો મળે છે એના માટે મા બાપનો આભાર માન ..
કારણ કે તને તારી લાયકાતથી વધારે તેઓ સુખ આપે છે ...
અને તારા સ્માર્ટ ફોનને બાજુમાં મૂકી થોડો વખત મા બાપ સાથ વાતો કર .. 
કારણ કે કાલ કોણે જોઈ છે ?

 સંકલિત..

No comments: