Saturday, September 16, 2017

(૯૭).. નમ્ર અને સત્વશીલ રાજવી: નોખીમાટીના નોખા મહારાજાકૃષ્ણકુમારસિંહજી

૧૬/૦૯/૨૦૧૭..(૯૭).. નમ્ર અને સત્વશીલ રાજવી: નોખીમાટીના નોખા મહારાજા કૃષ્ણકુમારસિંહજી 



                                                     સંકલિત......                                ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ  
કૃષ્ણકુમારસિંહજી
અન્નદાતા જય માતજી !”, નગરચર્યા કરવા નીકળેલા ભાવનગરનાં રાજા કૃષ્ણકુમારસિંહજીનાં કાનમાં શબ્દો અથડાયા. ગામની બકરીઓ ચરાવતો એક ગરીબ યુવાન પોતાના રાજાને જોઈને તેની સામે આદરથી પ્રણામ કરીને ઉભો હતો....રાજા પ્રત્યે આદર તો જોવો
જય માતાજી”, ઝવેરી જેમ સાચા મોતીને પરખીલે, તેમ ભાવનગર ઠકુરને યુવાન તરફ જોયું. શું નામ છે તારું?” રાજાએ પુછ્યું. મુબારક, અન્નદતા...” ગરીબ જવાને નમ્રતાથી જવાબ આપ્યો.
નગર માટે કામ કરીશ?
જરૂર મહારાજ, કેમ નહી!
તો ચાલ, બેસીજા બગીમાં..”, શાહીબગીનાં દરવાજા ખુલ્યા. માફ કરજો મહારાજ, પરંતુ અત્યારે આ બીજાની બકરીઓ ચરાવું છું, એ એના માલીકને સોંપતો આવું.યુવાન બોલ્યો. હું નિલમબાગ પાસે તારી રાહ જોઈશ.”,મહારાજા ત્યાંથી ચાલી નેકળ્યા. અઢાર-અઢાર ગામનાં રાજા એક મુસ્લીમ યુવકની રાહ જોતા નિલમબાગના દરવાજા પાસે ઉભા છે. ત્યાં મુબારક આવ્યો હુકમ સરકાર..”. “આ નિલમબાગની રખવાળી કરી શકીશ ?” રાજાએ પુછ્યું. મુબારકે પુરા આત્મવિશ્વાસ સાથે ઉત્તર વળ્યો, “જ્યાં સુધી આ ખોડીયામાં પ્રાણ હશે ત્યાં સુધી !
નિલમબાગની રખેવાળીનું કામ મુબારકને સોંપાયું. થોડા સમયમાં તો મુબારકની ધાક એવી પ્રસરી, કે મુબારકની ઈઝાજત વગર ત્યાં પાંદડું પણ ના ચાલે. તેનું કામ જોઈ રાજાએ તિજોરીની ચાવીઓ પણ મુબારકના હવાલે કરી. રાજાએ તેને તિજોરીની પુરી જવાબદારીઓ સોંપી. ત્યાં સુધી કે, રાણી ને પણ ઘરેણા જોઈતા હોય, તો મુબારક દ્વારા જ લઈ શકે.
એક વખત રાણીને કોઈ પ્રસંગ માટે પોતાના કિમતી હારની જરૂર પડી. મુબારકને બોલાવયો, અને હાર લેવાયો. મહારાણી પ્રસંગ પતાવી પાછા આવ્યાં. અને હાર ગળામાં જ રહેવા દીધો. પણ એ રાત્રે રાણીને નિંદર ન આવી. તેઓ પુસ્તક ખોલી વાંચવા લાગ્યા. થોડી વારમાં રાણીની આંખો ઘેરાવા લાગી. રાણી હાર કાઢી પુસ્તકમાં મુકી સુઇ ગયા, અને ભુલી ગયા કે પુસ્તકમાં તેમણે હાર રાખેલો છે, અને પુસ્તકને તેના સ્થાને રખી દીધું.
સમય જતાં ફરીથી હારની જરૂર પડી. તિજોરી ખોલાવી, પણ હાર મળ્યો નહી. રાણીએ રાજાને વાત કરી. રાજાએ તુરંત જ મુબારકને બોલાવ્યો, “મુબારક ! ચાવીઓ ક્યાંય રહી ગઈ છે?” “હું મારા પ્રાણ ક્યાં મુકી શકું મહારાજ!મુબારકે આશ્ચર્યથી પુછ્યું પણ કેમ મહારાજ એમ પુછોછો?”
તિજોરી માંથી રાણીનો હાર ગાયબ છે”, રાજાએ મુબારકને માંડીને વાત કરી. એજ ઘડીએ મુબારક તેનાં ખભ્ભેથી રૂમાલ જમીન પર પાથરી, તેના પર ઉભો રહી, હાથ જોડીને બોલ્યો, ”મહારાજ મને એ હાર વિષે કઈંજ ખબર નથી.મુબારક તેમનો વફદાર હતો, રાજાએ તેના પર વિશ્વાસ કર્યો.
પરંતુ, રાજાએ કૌતુકથી પુછ્યું આ વાતતો તું એમનેમ બોલી શકતો હતો, એમા આ રૂમાલ પર ઉભા રહીને બોલવાની શી જરૂર ?” “આ રૂમાલ હું પાંચ વખત પાથરું છું, અને આ રૂમાલ પર ઉભીને માત્ર ખૂદાને બંદગી કરું છું. આજે હું બોલું છું કે મે એ હાર નથી લીધો એનો આ પુરાવો છે…!!!”
સમય જતાં રાણીને પુસ્તક માંથી હાર મળે છે. રાજા મુબરકને કહે,
ભાઈ અમને માફ કરજે, હાર મળી ગયો છે.ત્યારે મુબારક ચાવીનાં જૂડા રાજા સામે ધરી માત્ર એટલું બોલે છે, “મહારાજ હું મારું પેટ બીજેથી ભરી લઇશ, હવે આ જૂડા સાચવો. આ હારની રાહે જ હું અહીં હતો. હવે મારાથી અહીં કામ ન થાય. આજ હાર પુસ્તકમાં મુકયો ને કાલ ક્યાંક બીજે મુકાય; તેદી મુબારકનાં ખોડીયા માંથી પ્રાણ મુકય. મારાથી આ સહન નઈ થાય.ત્યારે ભાવનગર ઠાકુર એટલું જ બોલ્યા, “બેટા, હવે પ્રાણ મુકાય પણ મુબારકને ના મુકાય !ને મુબારકે અંતિમ શ્વાસ સુધી રાજની સેવા કરી.
એક વાર કૃષ્ણકુમારસિંહજી નિલમબાગનાં દરવાજે મુબારકનો ખાટલો ખાલી જોઈ મહારાજે પૂછવ્યું, “મુબારક ક્યાં છે ? કેમ દેખાતો નથી ?” સામેથી જવાબ આવ્યો, “મહારાજ હવે મુબારક ક્યારેય નહી દેખાય ! એ તો આ ફાની દુનીયા છોડીને નીકળી ગ્યો છે.રાજા પોતાની સવારી પરથી ઉતરીને બોલ્યા આજ દરબાર નહી ભારાય અને રાણીને કઈદો કે આજ હું મહેલમાં જમવાં નહીં આવું. આજ મારે મુબારકના જનાજાને કાંધ આપવા જાવું છે.
રાજા જનાજાની રાહે ઉભા છે. ઘણી રાહ જોયા પછી પણ જનાજો ન નિકળ્યો. રાજાએ હુકમ કર્યો, તપાસ કરાવો જનાજો કેમ ન નિકળ્યો ? “મહારાજ મુબારકના ઘરે એક ખુણામાં મુબારકની બીબી રડે છે અને બીજાં ખુણામાં તેના બળકો; મુબારક માટે કફન નથી. કફન વગર જનાજો કેમ નીકળે !
કેમ? ભાવનગર પગાર આપતુતું એનું શું થયું? શું એને કોઈ વ્યસન હતું?”
હા મહારાજ! એને વ્યસન હતું, જ્યારે ઘરે જાય ત્યારે રસ્તામાં જેટલાં સાધુ-સંતો-ફકીરો મળે એમને થોડું-થોડું આપતો જાય. ઘરે પહોંચે ત્યાં રાતી પાઈ પણ ના વધે.
આ સાંભળી કૃષ્ણકુમારસિંહજીએ નમ આંખે મુબારકનો જનાજો તૈયાર કરાવ્યો. અને પોતાની પાઘડી ઉતારી માથે રૂમાલ બાંધીને પ્રાર્થના કરી ઈસ્લામનાં નિયમ પ્રમાણે તમે કાંધ બદલતાં રહો છો, પણ આજ મારી તમને વિનંતી છે કે ત્રણ કાંધ બદલજો, પણ આ એક કાંધ તો હું નહીંજ બદલાવું!ને રાજાએ છેક કબરસ્તાન સુધી મુબારકનાં જનાજાને કાંધ આપી
અંતે દફનાવતી વખતે કૃષ્ણકુમારસિંહજીના હાથ માંથી ધુળ અને આંખ માંથી આંસુ પડતા રહ્યાં. બેટા મુબારક, મને માને માફ કરજે, મે સાચા મોતીને ઓળખવામાં ભૂલ કરી.....
સંકલિત...

આઝાદી વખતે
સૌરાષ્ટ્રનાં ૨૨૨ રજવાડાંઓમાં કે દેશભરમાં પણ ગાંધીજીને અને દેશકાળને સમજીને ઇતિહાસનાં પરિવર્તનોને પારખનારા રાજવીઓ ઓછા હતા. મહારાજા કૃષ્ણકુમારસિંહજી તેમાં અપવાદરૂપ હતા. દેશને સ્વતંત્રતા મળી ગઈ, પાકિસ્તાન જુદું પડી ગયું, પણ દેશી રાજ્યોનો પ્રશ્ન હજી ઉકેલાયો નહોતો. કેટલાયે રાજવીઓ સ્વતંત્ર બની સત્તા ટકાવી રાખવાનાં સપનાં સેવી રહ્યા હતા. કાયદે આઝમ ઝીણા અને તેમના સાથીદારો પાકિસ્તાનમાં જોડાઈ જવા રાજવીઓને લલચાવી રહ્યા હતા. કૃષ્ણકુમારસિંહજીને રાજવીઓનાં જૂથોમાં જોડાવાનો આગ્રહ થતો હતો. પણ તેમણે પ્રજાને જવાબદાર તંત્ર આપવાની વિચારણા શરૂ કરી હતી. ડિસેમ્બર, ૧૯૪૭માં તેમણે નિર્ણય કરી લીધો. દીવાન અનંતરાય પટ્ટણી હાજર નહોતા. બળવંતરાય મહેતા પણ દિલ્હી ગયા હતા. તેમણે બીજા રાજકીય અગ્રણી જગુભાઈ પરીખને બોલાવીને જણાવ્યું કે પોતે ભાવનગરની પ્રજાને જવાબદાર રાજતંત્ર આપી દેવાનો નિર્ણય કરી લીધો છે. જગુભાઈએ તેમનો નિર્ણય આવકારીને આનંદ વ્યક્ત કર્યો તથા દિલ્હી જઈ સરદારસાહેબને મળવા અભિપ્રાય આપ્યો. મહારાજાએ તેમનો અભિપ્રાય સાંભળી લીધો.
તે પછી તેમણે જાતે નિર્ણય કર્યો કે દિલ્હી જઈ ગાંધીજીને મળવું. તેમણે ગઢડાથી શેઠ મોહનલાલ મોતીચંદને બોલાવ્યા. તેમને કામ સોંપ્યું કે દિલ્હી જઈ ગાંધીજી સાથેની પોતાની મુલાકાતની વિગતો નક્કી કરી આવે. ગાંધીજીએ આપેલી તારીખ પ્રમાણે મહારાજા ૧૭ ડિસેમ્બર, ૧૯૪૭ના રોજ રાત્રે ૧૧ વાગ્યે મળવા ગયા. મનુબહેન ગાંધીએ દિલ્હીમાં ગાંધીજીભા.૧ માં મહારાજાની ગાંધીજી સાથેની મુલાકાતનું વર્ણન આપ્યું છે. સમય નજીક જણાતાં ગાંધીજીએ મનુબહેનને બહાર કાર સામે જઈ મહારાજાને માનપૂર્વક લઈ આવવા જણાવ્યું. જ્યારે મહારાજા તેમના ખંડમાં પ્રવેશ્યા ત્યારે તેઓ પોતાના હાથમાં મધ અને લીંબુ સાથેના પાણીનો પ્યાલો હતો તે મનુબહેનના હાથમાં સોંપી ઊભા થઈ ગયા. અને મહારાજાને સ્વાગતમાં નમસ્કાર કર્યા. દીવાન અનંતરાય પટ્ટણી સાથે હતા, પણ મહારાજાએ ગાંધીજીને એકલા જ મળીને વાતચીત કરી હતી. મહારાજાએ ગાંધીજીને નમ્રતાપૂર્વક જણાવ્યું કે મારું રાજ્ય હું આપનાં ચરણોમાં સોંપી દઉં છું. મારું સાલિયાણું, ખાનગી મિલકતો વગેરે અંગે આપ જે નિર્ણય કરશો તે જ હું સ્વીકારીશ. આપની આજ્ઞા પ્રમાણે જ બધું કરીશ. ગાંધીજી મહારાજાની આવી ઉદાર અને ઉમદા રજૂઆતથી ખૂબ રાજી થયા. છતાં પૂછ્યું, ‘આપનાં રાણીસાહેબ અને ભાઈઓને પૂછ્યું છે ?’ મહારાજાનો જવાબ હતો કે મારા નિર્ણયમાં તેમનો અભિપ્રાય પણ આવી જાય છે. ગાંધીજીએ આ અંગે સરદાર વલ્લભભાઈ પટેલને મળી વિગતે વાત કરવા જણાવ્યું.

મહારાજા દિલ્હી રોકાયા હતા અને સરદારસાહેબ, જવાહરલાલ નહેરુ, લોર્ડ માઉન્ટબેટન વગેરે સૌ પદાધિકારીઓને મળ્યા હતા. ફરી ગાંધીજીને મળવા જતા હતા ત્યારે અન્ય આવેલા રાજવીઓને કહેતા કે તમે પૂછતા હતાને કે અમારે હવે શી રીતે વરતવું ? તો તમે ભાવનગરના આ મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું ઉદાહરણ લો અને તેમણે જે રસ્તો લીધો તેવો તમે પણ લો તેવી મારી ભલામણ છે. મનુબહેને પાછળથી ગાંધીજીને પૂછેલું : બાપુ, આપની પાસે તો વાઈસરોય જેવા ઘણા મોટા લોકો આવે છે. પણ આપ ક્યારેય ઊભા થતા નથી અને કાર સામે જવાનું કહેતા નથી. તો આ મહારાજા તેમાં અપવાદ કેમ ?’ ગાંધીજીએ કહ્યું : મનુ, તું જાણે છે ના કે હું ભાવનગરની શામળદાસ કોલેજમાં ભણ્યો છું. એટલે એક વખતનો પ્રજાજન કહેવાઉં. તે મહારાજા છે. એટલે મારે તેમને માન આપવું જોઈએ.આવા મહાન હતા ભાવનગરના મહારાજા અને ખરા અર્થમાં પ્રજાહદૃયસમ્રાટ મહારાજા કૃષ્ણકુમારસિંહજી.
સંકલિત...

No comments: