Monday, July 24, 2017

.(૫૯)..Be Happy...

૨૪/૦૭/૨૦૧૭...(૫૯)..Be Happy...


સંકલિત......                                ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ...

એક ચાર વર્ષનો ભાઈ અને એની છ વર્ષની બહેન... બંને ભાઇ બહેન બજારમા ફરવા નીકળ્યા છે...નાનો ભાઈ છટા થી આગળ ચાલે છે અને બહેન પાછળ છે.
થોડી થોડી વારે ભાઈ પાછળ જોતો જાય છે કે બહેન આવે છે કે નહીં.
રમકડા ની એક દુકાન આગળ બહેન ઊભી રહી જાય છે.
ભાઈ નજીક આવી ને પૂછે છે, "કેમ, તારે કાંઇ લેવુ છે ?"
બહેને ઢીંગલી સામે આંગળી ચીંધીને બતાવ્યું... ભાઈ એ બહેન ની આંગળી પકડી અને એક વડીલ ની અદા થી બહેન ને એ ઢીંગલી હાથ મા આપી.. બહેન ખુબ જ ખુશ થઇ.
કાઉન્ટર પર બેઠેલો વેપારી આ ભાઈ બહેન ને બહાર થી જોતા હતા અને ભાઈ ના માસુમ વડપણ ને નીરખી ને મનમાં મુસ્કુરાતા હતા.
કાઉન્ટર પાસે આવીને ચાર વર્ષનો એ બાળક બોલ્યો, 'આ ઢીંગલી નુ શું છે ?'
જીવતર ને ઘોળીને પી ગયેલા એ વેપારી એ કહ્યું, 'તમારી પાસે શું છે ?'
બાળકે ચડ્ડી ના ખીસ્સામાં થી સમુદ્ર ના છીપલા કાઢ્યા અને કાઉન્ટર પર મુક્યા.. પેલા વેપારીએ એ જ માર્મિક હાસ્ય સાથે બાળક ઉપર અમીભરી દ્રષ્ટિ કરી અને જેમ રુપિયા ગણે એમ છીપલા ગણ્યા.
બાળકે કહ્યું, 'કેમ ઓછા છે ?'
વેપારી કહે, 'ના આમાંથી તો વધશે'
વધેલા છીપલા ફરી ખીસ્સામાં નાખી અને ઢીંગલી રમાડતાં એ બાળકો તો જતાં રહ્યાં.. પણ એના ગયા પછી વેપારી ને એના માણસે પૂછ્યું, 'આવી કિંમતી ઢીંગલી તમે છીપલા ના બદલા મા આપી દીધી ?'
વેપારી એ કહ્યું, 'ભાઈ, આપણે મન આ છીપલા છે...એને મન તો એની સંપતિ છે... અને અત્યારે એને ભલે ના સમજાય પણ એ મોટા થશે ત્યારે તો એને સમજાશે ને કે છીપ ના બદલે આપણે ઢીંગલી લઈ આવેલા... ત્યારે એ મને યાદ કરશે... અને એ વિચારશે કે દુનિયામાં સજ્જન માણસો પણ છે'

 કૈંક ઈચ્છાઓ અધૂરી હોય છે,
જિંદગી તોયે મધૂરી હોય છે,
દ્રાક્ષ ખાટી દર વખત હોતી નથી,
જીભ પણ ક્યારેક તૂરી હોય છે.
લીમડાના પાન મેં પણ ચાખ્યાછે
માણસના બોલ કરતા મીઠા લાગ્યા છે,
જિંદગી રોજ મને શીખવે કે જીવતા શીખ,
એક સાંધતા તેર તૂટશે, પણ સીવતા શીખ..
"મન ભરીને જીવો, મનમાં ભરીને નહી"
 Live Happy LIFE
-શાહબુદ્દીન રાઠોડ દ્વારા



During a class at Fresno Pacific University, a speaker asked one of the spouses in the audience:"Does your husband make you happy?"
At this moment, the husband stood up straighter, showing complete confidence. He knew his wife would say yes, because she had never complained about anything during their marriage.
However, his wife answered the question with a resounding "No." "No, my husband does not make me happy."
The husband was baffled, but his wife continued:
"My husband never made me happy, and he does not make me happy. I am happy." "Whether I am happy or not is dependent not on him, but on me. I am the only person on whom my happiness depends.
I choose to be happy in every situation and every moment of my life, for if my happiness depended on another person, thing or circumstance, I would be in serious trouble. Everything that exists in this life constantly changes: the human being, the riches, my body, the climate, my boss, the pleasures, the friends, and my physical and mental health. I could quote an endless list.
I need to decide to be happy regardless of anything else that happens. Whether I own a lot or a little, I am happy! Whether I'm going out or staying home alone, I'm happy! Whether I am rich or poor, I am happy!
I am married, but I was already happy when I was single.
I'm happy for myself.I love my life not because my life is easier than anyone else's, but because I have decided to be happy as an individual. I am responsible for my happiness.
When I take this obligation from my husband and anyone else, I free them from the burden of carrying me on their shoulders. It makes everyone's life much lighter.
And that's how I've had a successful marriage for so many years."
Never give anyone else the responsibility to control your happiness. Be happy, even if it's hot, even if you're sick, even if you do not have money, even if someone has hurt you and even if someone does not love you
That goes for women and men of all ages
 Be Happy 


No comments: