Friday, July 21, 2017

(૫૭)..એક રાજા હતો......

૨૧/૦૭/૨૦૧૭..(૫૭)..એક રાજા હતો......

 સંકલિત......                                ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ...

એક રાજા હતો......
એક રાજા હતો......પ્રજાનું દામ્પત્ય જીવન કેવુ છે  એનો અંદાજ કાઢવા જાહેરાત કરી..
કે જે ઘર માં પત્ની નુ ચાલતુ હોય 
એ પતિ ને સફરજન ભેટ આપવા માં આવશે અને  જે ઘરમાં પતિનું ચાલતુ હશે 
એ ભાઇ ને  "સન્માન સાથે ઘોડો" ભેટ આપીશું
બધા પ્રજાજનો સફરજન લઈ ને રવાના થવા લાગ્યા ...રાજાને ચિંતા થઈ કે મારા રાજ્ય માં કોઇ પતિ નું ઘર માં ચાલતુ નહી હોય..  ભારે કરી....
પણ, ત્યા એક મજબૂત બાંધા નો મુછે તાવ દેતો નવયુવાન આવ્યો  ને બોલ્યો : લાવો રાજા ઘોડો, મારા ઘરમાં મારો નિર્ણય જ માન્ય રહે છે... રાજા એ સન્માન કર્યુ, અને ઘોડો ભેટ આપ્યો.. ભાઇ તો રાજી થાતા થાતા ઘરે ગયા. પણ, એક કલાક માં ઘોડો લઈ ને પાછા આવ્યા..રાજા એ પુછ્યુ એલા કેમ પાછો આવ્યો ??
યુવાન બોલ્યો : કાળો નહી, આપવો હોય તો સફેદ ઘોડો આપો 
એવુ ઘરવાળી એ કીધુ એટલે બદલવા આવ્યો... રાજા બોલ્યા : સફરજન ઉપાડ 
અને હાલતો થા... આવ્યો મોટો ઘોડો લેવા.. હજુ બાકી છે ...એક નાગરિકે પુછ્યુ : રાજાજી, એક સફરજન માં તો કોણ ધરાય ?  એકાદ મણ ઘઉ રાખ્યા હોત તો ભુખ તો ભાંગેત...
રાજા : મારે તો એક મણ ઘઉ જ આપવાનો વિચાર હતો પણ,મહારાણી એ સફરજન નું કીધું તું....
સંકલિત

                                   સંકલિત......                                ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ...



                        સંકલિત......                                ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ...

No comments: