Sunday, July 30, 2017

ગુરુજી ની કલમે..(૧૦)..સુખ/પરમ આનંદ ની શોધ માં

૩૦/૦૭/૨૦૧૭...ગુરુજી ની કલમે..(૧૦)..સુખ/પરમ આનંદ ની શોધ માં




                                           
ગુરુજી ની કલમે.....
                           ધી ન્યુ ઇન્ડિયન એક્સપ્રેસ મા પસિદ્ધ થયેલ પ્રવચનો નો સંગ્રહ
                          ૧૦ મી સપ્ટેમ્બર ૨૦૦૬ સુધી સંકલિત......
             અનુવાદક: નિરુપમ ભાસ્કરલાલ અવાશિયા.
                                                             બી.ઈ.(ઈલેક્ટ્રીકલ)
                                                      ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ....
૩૧ ઓગસ્ટ ૨૦૦૩..

દિવ્ય શક્તિએ આપણને વિશ્વના નાનાં તમામ સુખ આપ્યા છે,પરંતુ પરમાનંદતો પોતાની પાસે જ રાખેલ છે.સર્વશ્રેષ્ઠ આનદમેળવવા માટે તેની અને માત્ર તેની પાસે જ જવું પડશે..ઈશ્વર સાથે વધારે ચાલક થઈ તેને મૂર્ખ બનાવવા નો પ્રયત્ન ના કરો.તમારી મોટા ભાગ ની પ્રાર્થનાઓ અને ધાર્મિક વિધિઓ તો માત્ર ઈશ્વર સામેની પંક્તિઓ-પ્રયુક્તિ ઓ જ છે.તમે ઈશ્વરને થોડું આપીને તેની પાસે થી વધારે લઇ લેવા ની ફિરાક માંજ હોવ છો,જે તેપણ જાણે જ છે. તે પણ એક બાહોશ વેપારી છે:તે પણ તમારી સાથે વધારે યુક્તિઓ કરશે.જો તમે શેતરંજી ની અંદર જતા રહેશો,તો તેજમીન ની અંદર જ જતો રહશે.
તમારા પ્રયત્નોમાં/પ્રયાસો માં નિષ્ઠાવાન રહો.ઈશ્વર સાથે વધારે પડતી ચલાકી કરવાનો પ્રયત્ન ના કરો.જો તમને એકવાર પરમઆનંદ ની પ્રપ્તિ થશે,પછી બાકીનું બધુંજ આનંદમય જ હશે.
પરમાનંદ/સુખ સિવાય દુનિયા ની કોઈ પણ વસ્તુમા આનંદ નહી રહે. તમે આધ્યાત્મિકતા માટે ક્યાં પ્રકાર નો સમય ફાળવો છો?સામાન્ય રીતે તમે નવરાશનો વધેલો સમય ફાળવતા હશો,કે જયારે તમારે કશુજ કરવાનું હોતું નથી જયારે કોઈ મહેમાનો આવવાના હોતા નથી,પાર્ટીમા જવાનું હોતું  નથી,સારું પિકચર જોવાનું હોતું નથી,કે કોઈ લગ્ન મા હાજરી આપવાની હોતી નથી.
આ આધ્યાત્મ માટે નો કોઈ ગુણવત્તા-સભર સમય નથી. આધ્યાત્મ માટે ગુણવત્તા-સભર સમય ફાળવો.તોજ તેનો બદલો મળશે.તમારી પ્રાર્થનાઓ નો જવાબ નથી મળતો કારણ કે- તમે ક્યારેય પણ પ્રાર્થના માટે ગુણવત્તા-સભર સમય આપ્યોજ નથી.સત્સંગ અને ધ્યાન ને સૌથી વધુ પ્રાધાન્ય  આપો.આધ્યત્મ માટે અગત્ય નો સમય ફાળવો.તમને ચોક્કસ પણે બદલો મળશેજ.
ધારો કે -તમે ઈશ્વર પાસે જાવ,અને વરદાન મેળવો,અને પરત ફરો.જયારે તમારો ઈરાદો વરદાન મેળવવા નો હોય છે, ત્યારે તમે ઉતાવળ મા હોવ છો.જયારે બીજી વ્યક્તિ કે જે પોતાને ઈશ્વર નો અંશાજ સમજે છે,તે કોઈ પણ બાબતે ઉતાવળ મા હોતી નથી.તેનામાં અખૂટ ધીરજ હોય છે.જયારે તમે સમજો છો કે તમે ઈશ્વર નાજ એક અંશ છો,તો તમારે ઈશ્વર માંથી/પાસે થી કંઈક પામવાની ઉતાવળ હોતી નથી.તમારી ઉતાવળ તમને ઈશ્વર સાથેના સંતુલન માંથી દુર હડસેલી દે છે. અને તમને પામર માનવી બનાવી દે છે.
શાશ્વત રાહ,’અનંત ધીરજ,રાખો.ત્યારે તમને અહેસાસ થશે કે ઈશ્વર તમારો જ છે.જાગૃતિ અથવાતો ધીરજ દવારા તમે આ સ્થિતિમા પહોંચી શકો છો.તમે તેજ પુંજ નો અંશ છો.આ કોઈ સુપર માર્કેટ મા ખરીદી કરી અને જલદી થી ઘરે આવવા જેવી વાત નથી.પરંતુ તમને ખબર હોય કે- આખે-આખો સ્ટોર જ ઘરમા છે,તો તમને ખરીદી કરવાની ઉતાવળ હોતી નથી.તમે સ્વસ્થ હોવ છો.ધીરજ કેળવો,અને પછી વિચારો અને લાગણી ઓ જૂઓ અને કોઈ પણ પ્રકારનો અફસોસના કરો.
જયારે તમે જાણો છો કે એક દિવ્યશક્તિનાજ અંશ છો,તમે માંગણીઓથી મુક્ત થઇ જશો.પછી તમે મહેસુસ કરશો કે-પ્રત્યેક વસ્તુ તમારા માટેજ થઇ રહી છે.તમારી કાળજી લેવાઈ રહી છે.
સામાન્ય રીતે આપણે ઉલટ રીતેજ વર્તતા હોઈએ છીએ.:આપણે આપણા મગજ ને ખૂબજ દોડાવીએ છીએ અને કાર્ય મા ધીમા હોઈએ છીએ. અધીરાઈ નો મતલબ મગજ ની તેજ દોડ;અને શિથીલતા નો મતલબ કામ મા મંદ ગતિ.મગજમા ધીરજ અને કાર્યમા ગતિશીલતાએ જ યોગ્ય છે.
દૈવી શક્તિ તમારી કસોટી નથી કરતી.કસોટીએ અજ્ઞાનતા નોજ હિસ્સો છે.કસોટી કોણ કરશે?જે જાણતો નથી તેજ કસોટી કરશે,કેમ સાચું ને?ઈશ્વર તમારી કેપેસિટી/ક્ષમતા જાણે છે,તેથી આપણે શા માટે તમારી કસોટી કરવી?તો પછી દુઃખ શામાટે?તે તમારીઅંદર ની ક્ષમાશીલતા અને ધીરજ બહાર લાવવા માટે છે.અને ધીરજને પ્રાર્થનામય શરણાગતિ અથવા જોરદાર પડકાર દ્વારાજ વધારી શકાય છે.!!!
કર્મના માર્ગો વિચિત્ર છે.જેમ તમેતે વધારે જાણો તેમ તમે વધારે પ્રભાવિત થાવ છો.તે લોકો ને જોડે પણ છે અને જુદાં પણ કરે છે.તે કેટલાકને નબળા બનાવે છે,અને કેટલાક ને સ્ટ્રોંગ/મજબુત બનાવે છે.તે કેટલાક ને તવંગર અને કેટલાક ને ગરીબ બનાવે છે.વિશ્વ ની બધીજ
અથડામણો/સંઘર્ષ  પછી તે ગમે તે હોય,તે કર્મ સાથે જોડાયેલી છે.તે બધાજ તર્ક અને સમજણની બહાર છે.આ સમજણજ તમને કોઈ સાથે નાઘટના સાથેના અથવા વ્યક્તિ સાથેના સંઘર્ષ થી બચાવી શકશે.અને તમારી સ્વ તરફ ની યાત્રામા મદદરૂપ થશે. તમે એમ પણ કહોકે ચોર કહેશે કે –ચોરી કરવીએ તો મારું કર્મ છે?તો પછી પોલીસનું પણ તેને પકડવાનું જ કર્મ છે!!માત્ર માનવ જીવનમાંજ કર્મ થી મુક્ત થવાની ક્ષમતા છે. અને થોડા હજાર તેનાથી મુક્ત લક્ષ્યો છે.માત્ર અનુગ્રહ દ્વારાજ કર્મના બંધનને બાળી શકાય છે.ક્રિયાઓ કરવાથી કર્મ ટાળી શકતું નથી.
કેટલાક કર્મો બદલી શકાય છે,જયારે કેટલાક બદલી શકતા નથી.જો તમે હલવો બનાવતા હોવ,અને ખાંડકે ઘી જરૂર કરતાં ઓછા હોયતો અથવા પાણી જરૂરી કરતાં વધારે-ઓછું હોય,તો તે બધુંજ સંતુલિત,ઠીકઠાક  કરી શકાય છે.પરંતુ એક વાર સોજીને રાંધવા મા આવે તો ફરી પરિવર્તિત થઇ શકે નહી.છાશ ખાટી હોય તો તેમાં દૂધ ઉમેરી શકાય,તેમાં મીઠું/નમક નાંખી પીવા લાયક બનાવી શકાય.પરંતુ તેનું ફરી દૂધ મા પરિવર્તનના થઇ શકે. નસીબજોગ /પ્રારબ્ધ  કર્મ બદલી શકાય નહી.સંચિત કર્મ આધ્યાત્મિક ગતિવિધિઓથી બદલી શકાય છે.સત્સંગ દરેક દુષ્કર્મના બીજનો નાશ કરે છે.જયારે તમે કોઈના વખાણ કરો છો,ત્યારે તમે તેનાં સારા કર્મની વાત કરો છો.જયારે તમે કોઈની ટીકા/નિંદા કરો છો,ત્યારે તમે તેનાં કુકર્મો/ખરાબ કર્મો અંગે કહો છો.આ જાણો અને સત્કર્મ અને કુકર્મો બધુંજ દિવ્યતાને સમર્પિત કરી મુક્ત થઇ જાઓ.માયાથી વિહ્વવળતા આવે છે અને વિહ્વવળતા માનસિક શાંતિ હણીલે છે.પછી તમે ભાંગી પાડો છો,અને દુ:ખો ના શિકાર બનો છો.તમે સંપૂર્ણપણે ભાંગી પાડો,તે પહેલાં મજબુત બનો અને શરણાગતિ અને સાધના દ્વારા વિહ્વવળતા માંથી મુક્ત બનો.કમનસીબે,મોટાભાગના લોકો આ અંગે દુર્લક્ષ્ય સેવે છે,અને પછી ઘણું જ મોડું થઇ જાય છે.
જયારે માયારૂપી દરિયામા કોઈ ડુબે છે,ત્યારે શરણાગતિએ લાઈફ જેકેટ છે,તેનાં વડે બચી શકાય છે.માયા સામે ઝઝૂમવા કરતાં મોહનું નિરીક્ષણ કરો,અને આંતર મનની શાંત જગ્યા તરફ પ્રયાણ કરો.પ્રથમ તમે આ દિશામા પહેલું પગલું માંડો,કે જે દિશા તમને તમારા મોહ ને જ્ઞાન,દિવ્યતા,તરફ લઇ જાશે..તમારી દુન્યવી/ભૌતિક બાબતો માટેની વિરક્તતાએ તમારો આનંદ છે.અને તમારું દિવ્યતા સાથેનું જોડાણએ તમારી સુંદરતા છે. 
જુઓ આત્રણ બાબતો/વસ્તુઓછે:સ્વ,સેન્સીસ/સમજ,અને પ્રદાર્થઅથવાતો વિશ્વ. અને ત્રણ શબ્દો છે:સુ:ખ-આનંદ,દુ:ખ-દુ:ખ,અને સખા,મિત્ર.(sukha,dhukha,sakha)આ બધાજ મા એક વસ્તુ કોમન છે kha,-જેનો અર્થ થાય છે –સેન્સ/સમજવડે સ્વ વિશ્વનો અનુભવ કરે છે.જયારે સમજ પોતાનાંમા જ હોય,તો તે સુખ છે,કારણ કે–બધાજ સુ:કો,આનંદનો સ્ત્રોત સ્વ/મન છે.જયારે સમજ પોતાનાંથી દુર હોય,અને દુન્યવી ભોગો મા ખુંપેલી હોય તે દુઃખ છે.
સ્વ/આત્મા નો સ્વભાવ જ આનંદી હોય છે.કોઈ પણ આનંદની અનુભુતીમા તમે તમારી આંખો બંધ કરો છો,તમે સુંદર ફૂલો ની સુગંધની અનુભુતી કરો છો અથવા તમે કોઈ વસ્તુ ચાખો છો કે અડકો છો.એટલે સુ:ખ એ એવી વસ્તુ છે કે તમને સ્વ ભણી લઇ જાય છે.દુ:ખ એ એવી વસ્તુ છે કે જે તમને સ્વ થી દુર લઇ જાય છે.દુ:ખ/ગમગીની નો મતલબ માત્ર એજ કે તમે સ્વ થી દુર કોઈ હાર પળ બદલાતી ભૌતિક વસ્તુ મા અટવાઈ ગયા છો.
સેન્સ તને સ્વ તરફ લઇ જનાર વસ્તુ છે. Sa-kha-ક્ન્પેનીયન/મિત્ર નો અર્થ છે-સખા એ છે કે જે તમારી સેન્સ બને છે/તમને જાગૃત રાખે છે.જો તમે મારી સેન્સ હોવ તો તેનો અર્થ એ છે કે- હું તમારા મારફત જ્ઞાન મેળવું છું; તમે મારી છઠ્ઠી ઇન્દ્રિય છો.જેમ હું મારા મગજ પર વિશ્વાસ કર્રું છું ,તેમ હું તમારા પર પણ વિશ્વાસ કરું છું..મિત્ર/ફેન્ડ એ એક સાધન પણ હોઈ શકે છે,જયારે સખા એ તો તમારી ઇન્દ્રિય જ છે.સખા એ એવી વ્યક્તિ છે કે જે તમારા સુખ-દુખ બન્ને મા સાથે જ હોય છે.તે એવી વ્યક્તિ છે જે તમને સ્વ/આત્મા  ભણી લઇ જાય છે.જયારે તમે ભોગ-વિલાસમા અટવાઈ જાવ છો,ત્યારે જે શાણપણ તમને તેમાંથી બહાર કાઢી –આત્મા/સ્વ તરફ લઇ જાય છે,તે સખા છે.
જ્ઞાન તમારું સાથી છે,અને તમારો સાથી જ્ઞાન છે.અને માલિક એ બીજું કોઈ નહી પરંતુ જ્ઞાન નું મૂર્ત સ્વરૂપ છે.તો સખા એટલેતે મારી સેન્સ છે,અને હું વિશ્વને તેનાં શાણપણઅનેતેનાં વડે જોઉં છું
જ્ઞાનને છેડો/અંત હોય છે.જ્ઞાન પૂર્ણ થાય છે.તેથી શિષ્ય પણ પૂરો થાય છે.શિષ્ય નો ઉદેશ જ્ઞાન પ્રાપ્ત કરવાનો હોય છે.નાવ ગમે તેટલી સારી હોય,પરંતુ એક વાર તમે દરિયો ઓળંગી જાવ પછી નાવ છોડી દયો છો.શિષ્ય૧૨ વર્ષે અભ્યાસ પુરો કરે છે.ત્યારે માસ્ટર/ગુરુ દીક્ષાંત સમારોહ કરે છે અને છાત્રો ને કહે છે કે-તમારો અભ્યાસ હવે પુરો થાય છે.અને હવે તમે આત્માના અનુસાર જીવજો.,અને બાહ્યતેજ પ્રગટવા દો..
સખા/યાકૂત એ જીવનને મરણનો સાથી છે;તેનો અંત નથી.પ્રેમના પંથમા શરૂઆત કે અંત હોતો નથી.શકતો માત્ર પ્રેમ નોજ પુજારી છે.તે જ્ઞાન કે મુક્તિની ઝંખના કરતો નથી.લાલસાને કારણે  પ્રેમ અપૂર્ણ રહે છે તેથી જ તે અનંત છે,અનંતતા કદી પુરીના થઇ શકે.અર્જૂન કૃષ્ણનો સખો હતો.અને કૃષ્ણ પૂર્ણ/આદર્શ ગુરુ હતા, તેમ છતાં સખા પણ હતા.જો તમારી સેન્સ દિવ્ય હોય,તમને આખું વિશ્વ દીવ્ય્તામય જ લાગશે.
તમારું મગજ થોડા વર્ષો માટે ભોગ રૂપી કાદવ માં હશે: જો તમે જીવંત  હોવતો આ કાદવથી દુર રહો.જો તમે ભોગને અનુસરશો,તો દુ:ખો તમારો પીછો કરશે,જો તમે જ્ઞાનને અનુસરશો તો,તમને આનંદ મળશે....

No comments: