Friday, July 28, 2017

(૬૩)..મારું સ્મારક

૨૮/૦૭/૨૦૧૭....(૬૩)..મારું સ્મારક


મારી સંસ્થાઓ એ જ મારું સ્મારક
પુષ્પાબહેનને જ્યોતિસંઘના અનુભવો થયા પછી તેમણે જોયું કે, જ્યોતિસંઘને મદદરૂપ એક નવી સંસ્થા સ્થાપવાની જરૂર છે. વૃદ્ધજનોનો પરણાવી ઘાલવામાં આવેલી કેટલીક યુવતીઓ તેમજ પતિનો ત્રાસ સહન કરી રહેલી કેટલીક બહારગામની બહેનોએ તેમને ફરિયાદ કરી કે અમે જ્યોતિસંઘમાં તાલીમ લેવા માગીએ છીએ પણ રહેવાને ઘર નથી. પુષ્પાબહેન તે સમયે મજૂર મહાજન પાસેના નાના ઓરડામાં રહેતા હતા. તેમણે નિઃસહાય બહેનોને આશરો આપ્યો, પણ તેમના મનમાં વિચાર આવ્યો કે જો આવી તરછોડાયેલી બહેનોને તાલીમ આપવા નિવાસીગૃહ શરૂ કર્યું હોય તો તેમના માટે આશીર્વાદરૂપ થઈ પડે તેમ છે. તેમણે મૃદુલાબહેન સમક્ષ પ્રસ્તાવ મૂક્્યો અને તેને પરિણામે વિકાસગૃહનો જન્મ ૧લી મે ૧૯૩૭ના રોજ થયો. તેની શરૂઆત સૌરાષ્ટ્ર કો.ઓ.હા. સોસાયટીના નવ રૂમ અને રસોડું તથા આઉટહાઉસમાં પુષ્પાબહેન આઉટહાઉસમાં રહીને આ સંસ્થાનો તમામ વહીવટ કરતાં. સારાભાઈ કુટુંબની મદદ તો ખરી જ, પણ સંસ્થાનું મહત્ત્વ પિછાનીને અનેક નાના મોટા વેપારીઓ અને તેમના મહાજનોનાં દાન પણ પ્રાપ્ત થવા લાગ્યાં. સત્તર બહેનોથી શરૂ થયેલ આ સંસ્થા આજે શારદા સોસાયટી પાસે વિશાળ વટવૃક્ષની જેમ વિકસી છે અને તેનું સ્વતંત્ર મકાન છે.” “
એ જ પ્રમાણે પુષ્પાબહેને ૧૯૪૫માં રાજકોટમાં શ્રી કાંતા સ્ત્રી- વિકાસગૃહ’, ૧૯૪૮માં જૂનાગઢમાં શિશુ મંડળ’, ૧૯૫૦માં જામનગરમાં શ્રી કસ્તુરબા સ્ત્રી- વિકાસગૃહતથા શ્રીમતી જડાવલક્ષ્મી રામજીભાઈ કામાણી મહિલા વિકાસગૃહઅને ૧૯૫૨માં પ્રભાસપાટણમાં મહિલા મંડળ અને ત્યારબાદ બાલમંદિર અને સ્ત્રી અઘ્યાપન મંદિર સ્થાપ્યા હતાં. પ્રાથમિક શિક્ષણથી શરૂ કરીને બી.એડ્. સુધીના અભ્યાસક્રમો, કાનૂની સલાહ અને મદદ અને વ્યવસાયિક તાલીમ કેન્દ્રો- આ પ્રકારનું તંત્ર સુગ્રથિત હોવા ઉપરાંત પરિવર્તનલક્ષી પણ હતું અને તે જ મુજબ આજે બધી સંસ્થાઓ ચાલે છે. એ ભાગ્યે જ ઉમેરવાની જરૂર હોય કે સ્ત્રીઓના સર્વાંગી પ્રશ્નોને હલ કરતાં તેમનો વિકાસ કરવા માટે પુષ્પાબહેને બૌદ્ધિકો, સામાજિક સુધારકો અને કેળવણીકારો ઉપરાંત પોલીસ તંત્ર, અદાલતો અને વકીલો સાથે પણ જરૂરી સંબંધો કેળવ્યા હતાં અને જ્યાં જરૂરી લાગ્યું ત્યાં પોલીસ ખાતા ઉપર પણ દબાણો લઈ આવ્યા હતાં. જેવી રીતે ગાંધીજી માટે કહેવાયું કે, ‘‘મારું જીવન એ જ મારી વાણી’’ તેવી રીતે પુષ્પાબહેનનાં મારી સંસ્થાઓ એ જ મારું સ્મારકઉદ્ગારનું છે.
  પુષ્પાબહેનનો જીવનસંદેશ – ‘‘મારી સંસ્થાઓ એ જ મારું સ્મારક’’

   
સંકલિત

No comments: