Thursday, July 6, 2017

(૪૪)..SAVE GIRL CHILD

૦૬/૦૭/૨૦૧૭..(૪૪)..SAVE GIRL CHILD


સંકલિત......                              ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ....


SAVE GIRL CHILD

ડૉક્ટર ની સામે એક કપલ બેઠું હતુ.......,
"ડોક્ટર અમને છોકરી નથી જોઈતી!
જન્મ થનારા બાળકના પિતાએ કહ્યુ...
"તમને કેવી રીતે ખબર પડી કે છોકરી જ છે? ડોક્ટરે પૂછયુ....
તમે ટેસ્ટ કરવાની ના પાડી એટલે અમે બાજુના રાજયમા જઈને સોનોગ્રાફી સેન્ટર મા ટેસ્ટ કરીને આવ્યા... જન્મ થનારા બાળકના પિતા બોલ્યાં...
"તો પછી તમે ત્યાંજ કેમ એબોર્શન ના કરાવ્યુ ...????
ડોક્ટર બોલ્યાં...."ત્યા એવી સગવડ નોહતી....ત્યાંથી તેમણે એક એડ્રેસ આપ્યુ હતુ
તે એક ડૉક્ટરનું જ હતુ..પણ તેમની ફિસ ખુબજ વધારે હતી...
ત્યારે વિચાર્યું કે તમે અમારા એક ઓળખીતા ડોક્ટર છો...લાખો કરતા હકારો માં કામ થઈ જાશે... માટે તમારી પાસે આવ્યા..  જન્મ દેનારા પિતા બોલ્યાં...
"હુ કાઈ તમને કસાઈ લાગુ છુ....???? પછી...ડોક્ટરે સંયમ રાખીને આગળ બોલ્યાં...
"અરે ભાઈ, તમને પહેલી પણ દીકરી જ છે ને..."
આટલી વાર થી ચૂપ બેસેલી બાળકને જન્મ દેનારી માં બોલી......
એટલે જ અમને બીજી છોકરી નથી જોઈતી...
બીજો છોકરો જ જોઇયે છે....બબ્બે છોકરી તો નહીં જ
ડોક્ટરે માના ખોળામાં બેસેલી છોકરી સામે જોયુ....નિષ્પાપ, બોલકી આંખો, હસમુખો ખુબસુરત ચહેરો...,જાણે જોઈલો મનગમતી ક્યૂટ ઢીંગલી.., ડોક્ટરની નજર પડતાજ....ઢીંગલી ડોક્ટર પાસે આવી ગઈ..ડોક્ટરે તરતજ તેને હર્ષભેર વહાલ કર્યું....,
ડોક્ટર કાય બોલતા ન હતા....એ જોઈને છોકરીમા પિતા બોલ્યા.
જે પણ ફિસ થશે તે સાહેબ અમે વ્યવસ્થિત આપીશુ..એ શિવાય આ વાત અમે ક્યાંય લીક નહી કરીશુ એની અમે ખાત્રી આપીયે છીયે. ડોક્ટરનો ચહેરો હવે લાલ ઘુમ થવા લાગ્યો.
જન્મ થનારા બાળક ના માતા-પિતાને કહ્યુ..તમારો વિચાર પાક્કો છે...????
તમોને સાચ્ચેજ બે છોકરી નથી જોઈતી.?? ફરીથી વિચાર કરો..
બાળકીના પિતાએ કહ્યુ પાક્કો જ વિચાર છે...બે છોકરી નથી જ જોઈતી....
"ઠીક છે...તો માના પેટમાં રહેલી છોકરીને આપણે રહેવા દઈયે..*
અને આ પહેલી છોકરીને હુ મારી નાખુ* *એટલે તમને એક છોકરી જ રહેશે..*
એમ કહીને ડોક્ટરે ટેબલ ઉપર પડેલી છરી ઉપાડીને પેલી છોકરીના ગળા ઉપર મૂકી દીધી...*
અને ત્યાં બેઠેલી છોકરીની માં અચાનક જોરથી ચીસ પાડીને બોલી....
ડોક્ટર સાહેબ થોભો...આ તમે શું કરી રહ્યા છો..??
તમે ડોક્ટર છો કે કસાઈ..????ડોક્ટર શાંતી થી મંદ-મંદ હસતા..તે બંને માં-બાપ જોતા હતા...અને નિષ્પાપ ઢીંગલી રમતી હતી....
બે-જ પળ......ફક્ત બે-જ પળ શાંતી થી પસાર થયો...અને બંને માં-બાપને ભાન થયુ કે અમે શુ કરવા નીકળ્યા હતાં....આખો મામલો એમના ધ્યાનમા આવી ગયો...એમની ભૂલ એમને સમજાય ગઈ...અને એજ સમયે તેમણે ડોક્ટર પાસે માફી માંગી.....
સાહેબ અમને માફ કરીદો...અમારી ભૂલ અમને સમજાય ગઈ
ખરે-ખર તો અમે કસાઈ બનવા નીકળ્યાં હતાં
આટલું કહીને તે કપલ ઉભા થઈને તેડેલી અને ગર્ભમાં રહેલી બંને રાજકન્યા સાથે ડોકરની કેબીન માથી બહાર નીકળતા જ હતા...ત્યાં....ડોક્ટર સાહેબે બેસવાનો ઈશારો કર્યો
અને બોલ્યા...મારે તમને હજુ એક કાંઈ કહેવાનું રહી ગયુ છે.
અને ઇ પણ તમનેજ કહેવાનુ ખાસ કારણ એ છે કે, મને તમારો આખરી નિર્ણય બદલ્યો તેની મને મનો-મન ખાત્રી થઈ એટલે જ કહેવુ છે.
"અમારા વ્યવસાયમાં પણ એવા રાક્ષસી પ્રવૃતી ના પણ લોકો છે એ તો અમે અને ઘણા ખરા લોકો જાણે જ છે પણ તે આટલી નીચા સ્તરે આવી ગયા છે કે
સોનોગ્રાફી માં સ્પષ્ટ છોકરાનો ગર્ભ દેખાતા હોવા છતાં..
ચંદ-રૂપિયા માટે આ ગર્ભ છોકરીનો છે એવું તમને કહેવામા આવ્યું છે
આટલુ સાંભળીને તે મા- બાપના પગમાંથી 
જમીન સરકી ગઇ... SAVE GIRL CHILD
(સંકલિત)

No comments: