૨૩/૦૭/૨૦૧૭....ગુરુજી ની કલમે...(૯)...તમારી જાતને ઓળખો,ઈશ્વર ને ઓળખો
ગુરુજી ની કલમે.....
ધી ન્યુ ઇન્ડિયન એક્સપ્રેસ મા પસિદ્ધ થયેલ પ્રવચનો નો સંગ્રહ
૧૦ મી સપ્ટેમ્બર ૨૦૦૬ સુધી સંકલિત......
અનુવાદક: નિરુપમ ભાસ્કરલાલ અવાશિયા.
બી.ઈ.(ઈલેક્ટ્રીકલ)
૧૭ ઓગસ્ટ-૨૦૦૩.
ઈશ્વર/ભગવાન એ શુંછે?
ઈશ્વર/ભગવાન એ શુંનથી?ભગવાનની કોઈ વ્યાખ્યા
હોય તોતે કઈ?તમે જે ઘડીએ તમે કશાકને શબ્દ દ્વારા વ્યાખ્યાયીત કરો,તમારી પાસે તેના
વિષેનો એક ખ્યાલ હોય છે.તમે ભગવાન વિશે શુ
વિચારો છો? તમે તને આરીતે વર્ણવો:-જે સર્વત્ર છે, સર્વ શક્તિમાન છે,જે
બ્રહ્માંડના સર્જન/રચના,સંચાલન અને વિસર્જન/વિનાશ માટે જવાબદાર છે, જેસર્વવ્યાપી,સર્વશક્તિમાન,
અને
સર્વજ્ઞ છે.
તમે કહો કે-“ મારે ભગવાનને જોવા છે.”અને જયારે તમારે ભગવાનને કોઈ પદાર્થના
સ્વરૂપમાં નિહાળવા છે,તો તેસર્વત્ર નથી.જે ઘડી એતમે ઈશ્વર/ભગવાનને જોવા ઈચ્છો
છો,ત્યારે તમારી અને ભગવાન વચ્ચે એક અંતર/દુરી છે.;ત્યારે તમે ભગવાન નથી,તમારે તો
ભગવાન જોવા છે,અને આ રીતે ભગવાન ને સ્વ થી
અલગ રીતે જોવા,તે ફરી એક મોટી ભ્રમણાછે;અને જો તમે ભગવાનને નિહાળો છો તો પછી તે સર્વવ્યાપી
નથી!!
જેમ પ્રેમની લાગણી હૃદયમાં અનુભવી
શકાય,તેમ ઈશ્વરની હાજરીની અનુભુતી કરી
શકાય.તમે હવા જોઈ શકતા નથી પરંતુ તેનો માત્ર અનુભવ કરી શકો છો.તમે ગરમી કે ઠંડી
જોઈ શકતા નથી પરંતુ માત્ર અનુભવી શકો છો.તેજ રીતે ભગવાન જોઈ શકતા નથી.જો તમેઈશ્વરને
જોઈ શકો,તો તે ક્યાંક બહાર છે;તે તમારાથી દુર અને અલગ છે.ભગવાન કદી એક અલગ
પદાર્થના રૂપે નજ હોઈ શકે.ભગવાન એ પૂર્ણનો સરવાળો છે. જયારે તમે ઓગળી/વિસર્જિત થઇ
જાવ છો,ભગવાન હોય છે,જયારે તમે હયાત હો,ત્યારે ભગવાન નથી.કાંતો તમે છો,અથવા ભગવાન
છે,બન્ને નહી.અને તેથીજ કહેવાયું છે કે-‘તત્વમસિ’અથાર્ત-“ધાવ આર્ટ ધેટ/તેતુજ છે. “
તેથી ભગવાન તમારા અંતરના ઊંડાણમાં
અનુભવાતી અનુભૂતિ છે.જયારે તમે ગાઢ ધ્યાનમાં હોવ,તમારું મગજ સ્થિર શાંત,પોલું અને ખાલી હોય,તમે અચાનકજ અનુભવો છો કે-“મારું અસ્તિત્વ જ નથી,ફક્ત કોઈ એક પરમ
તત્વ નુજ અસ્તિત્વ છે.”તેથી ઈશ્વર/ભગવાન અંગે હીનતા કરો નહી.પહેલાં જાત/સ્વને ઓળખો,અને પછી
તમે લગભગ તેજ સાથો સાથ ભગવાન શું છે એ પણ
જાણી લેશો.
તમે કોણ છો?તમે તમારી જાત વિશે જાણો છો?પહેલાં તમારી જાત વિશે જાણો/જાત ને
ઓળખો.
જો તમે માનતા હોવ કે-તમે એક માત્ર શરીર જ
છો,તો તે શક્ય નથી,કારણકે શરીરને તેની પોતાની મર્યાદાઓ હોય છે.જો તમે માનતા હોવ કે
તમે માત્ર મન છો,તો તે પણ શક્ય નથી,મન ને
તેની મર્યાદાઓ હોય છે.,તે બીજું સ્તર છે..જો તમે માનો કે તમે મૌન/શાંતિ,અથવા અવકાશ
છો,તો શક્ય બને છે,ભગવાન પણ અવકાશ છે.અવકાશ ભગવાન છે.તમે અવકાશ ને અલગ રીતે જોઈ
શકો છો?અવકાશ ત્રણ પ્રકારના હોય છે:
પંચભુત નું બૃહદ આકાશ–બાહ્ય અવકાશ કે
જેમાં આં સમગ્ર બ્રહમાંડ સ્થિત છે.
ચિત્ત આકાશ- તમારા મસ્તિષ્ક નું ચિત્ત
અવકાશ કે જેમાં તમે જે વિશ્વ મા રહો છો તેની ઈમ્પ્રેશન/છાપ,વિચારો,સ્વપનો,મગજ મા
આવતા બધાજ દ્રષ્ટિ કોણો હોય છે તે આકાશ.ચિડા આકાશ-તમારા આંતર મન ની ચેતના નું
આકાશ-જેના વડે તમારી ચેતનાઓ સર્વ જગ્યાએ પ્રસરે છે અને જે સર્વ સર્જન નો પાયો
છે,અને ડીવાઈન/દૈવી/ઔલોકિક
છે.
ભગવાન રામે ખુદ ને એક વાર પ્રશ્ન કરેલ.
તેને હનુમાનનો આટલો પ્રેમ,ભક્તિ,અને
સમર્પણથી નવાઈ લાગતી હતી અને તે શા માટે છે તે જાણવા આતુર હતા.તેણે હનુમાનને પૂછ્યું –તમે હનુમાન હોવાથી કેવી
લાગણીઓ અનુભવો છો?હનુમાને રામ ને કહ્યું_”જયારે હું મારા શરીર ની ચેતનામા હોઉં
છું,ત્યારે હું તમારો દાસ/સેવક છું,જયારે હું વિચારું છું કે હું એક વ્યક્તિ
હોવાનું વિચારું છું ત્યારે-“હું મસ્તિષ્ક ચેતનામા હોઉં છું,અને તમારો જ ભાગ હોઉં છું,અને જયારે
હું મારા અસ્તિત્વ ની ચેતનામા હોઉં છું ,જયારે હું મારા ખુદ માજ હોઉં છું,ત્યારે
હું તમે જછું,ત્યારે તમારા અને મારામા કોઈ
જ ભેદ હોતોજ નથી.આ તેના જેવી વાત છે કે જયારે કોઈ તમારા બાળક પર દોષારોપણ કરે તો
તમે તે દોષ તમારા પરજ લઇ લો છો,કેમ ખરું કે નહી?એટલી બધી એકાત્મતા કે –તમે એટલા
ઈશ્વરમય છો કે –પ્રત્યેક પળે,સર્વ જગ્યા એ ફક્ત
ઈશ્વર સિવાય કોઈ છે જ નહી,તેવી અનુભુતી થાય છે.
આત્મા(સ્વ)-પરમાત્મા(ઈશ્વર) ની ફિલસુફી કે
વર્ણનની ઝાઝી કડાકૂટ મા નાપડો,ચાલો આપણે ઈશ્વરને ભૂલી જઇએ અને આ પળ (વર્તમાન) નો જ
વિચાર કરીએ; આ પણ ને પોતાનું એક મન છે,સમગ્ર અસ્તિત્વનું પોતાનું એક મન છે.જે રીતે
તમારે મન/મસ્તિષ્ક છે,તેને પોતાની બુદ્ધિ છે-કે જેને કારણે તે બધુ જ સુનિયોજિત
રાખે છે,તેજ રીતે આપળ પણ તેમસ્તિષ્ક જૂએ છે.
આ મન કે જેને તમે આત્માઅથવા ઈશ્વર કહી
શકો,અને આપણે તેજ તો છીએ.ગઈકાલ અત્યારે નથી,આવતી કાળ પણ અત્યારે નથી,પરંતુ વર્તમાન
અત્યારે હાજર છે,તો આ ક્ષણ ને મન આપો,આકશન ને જ ભજો.આ ક્ષણ સપાટ/ઉપર છલ્લી નથી,તે
ઘણી જ ગહન/ઊંડી છે.જયારે તમે મગજ વડે આ વાત સ્વીકારો,તો તમને વિચાર આવશે,અને હ્રદય
મા ક્ષણ નું ઊંડાણ અનુભવશો,
આ વિચાર અને ઊંડાણ બન્ને સાથે સાચું સત્ય
અને જ્ઞાન લાવશે.
ઇશ્વર શું છે?સ્વ શું છે?સ્વ ની બહાર જે
છે તે ઈશ્વર છે;તો પહેલાં કામ સે કામ સ્વ સુધી પહોંચો,સ્વ અને ઈશ્વર વચ્ચે નો
તફાવત દરિયા ને મોજા જેવો જ છે.શું દરિયા વગર મોજા નું અસ્તિત્વ હોઈ શકે? અવકાશ
દરેક જગ્યા એ હોય છે.અને અવકાશ માંજ દરેક વસ્તુઓ છે.તમે કોઈ બોક્ષ મા થી દરેક
વસ્તુઓ લઇ લો,ખાલી કરો તેમ છતાં તેમાં કંઈક હજુ રહેલું જ હોય છે,અવકાશ,અવકાશ તરીકે
રહે જ છે,આ અવકાશ ને કોઈ અડકી શકશે?કોઈ પણ વસ્તુ આ અવકાશ નો નાશ કરી શકશે?
તમે ઈશ્વર ને એક પદાર્થ તરીકે ન નિહાળી
શકો,જોતમે તેમ કરો તો તે ઈશ્વર નથી,તમે ઈશ્વર મય રહી શકો,પરંતુ જે ઈશ્વર તમારો
પથદર્શક છે તેને જોઈ ના શકો કે તેને પદાર્થ તરીકે ન નિહાળી શકો,જયારે
તમે તમારી જિંદગી ના આધ્યાત્મિકતા ના
સંદર્ભ મા વિચારશો ત્યારે તમને તમારા ખરા
સ્વભાવ ની જાણ થશે.પ્રાચીન ભારતમા “સત્યમ,શિવમ,સુન્દરમ”નો મહિમા હતો.”
સત્યમ(ટ્રુથ/સત્ય)
Satyam (Truth)
જયારે તમે મજબુત રીતે સત્ય નો અહેસાસ કરો
,ત્યારે ઊર્જા ઉત્પન થાય છે.ધારોકે કોઈ તમારા પર કાર ચોરી નો આરોપ લગાવે છે,તમે
અસ્વસ્થ થઇ જાવ છો,અને કહો છો-“ના!! મે કોઈ પણ વસ્તુ ચોરી નથી!!”તમારી સાથે શું થાય છે?એક જબરદસ્ત ઊર્જા
ઉત્પન થાય છે.તમે કહેશો-“તમે આમ કહેવાની હિમંત જ કેમ કરી શકો?”સત્ય જુઠ્ઠાણા ને કન્ટ્રોલ કરવા બહાર
જયારે તમે જુઠ્ઠા હોવ ત્યારે ત્યારે શું આ શક્ય બનશે?જયારે તમે જૂઓ છો કે બધું
બદલાતું રહે છે,તમારી અંદર નું કંઈક કહે છે-“ના!!,હું બદલાતો નથી.”તમારી અંદર નું બળ એ સત્ય છે;તે હંમેશા
અંદર હોય જ છે.
શિવમ(અનંત;તે જે કે આરામદાયક છે.)
કમ્ફર્ટ/આરામ સભાનતામાંથી આવે છે,અને
ચેતના દ્વારા તેનો અનુભવ થાય છે.જયારે સભાનતા કેટલાક અંશે છુટછાટ મુકે છે ,ત્યારે
આરામ અનુભવાય છે.જો તમે આખો દિવસથાકી જાવ
ત્યાં સુધી કામ કર્યું હોય,અને પથારીમા
પડો,અને ઊંડા શ્વાસ લો,તો તમે કોઈ પણ રીતે તમારી સભાનતા વિકસિત થાય છે,અને જે
ઊર્જા ઉત્પન થાય છે તે આરામદાયક હોય છે. આધ્યાત્મિક પરિમાણ ની જીવન ની દ્રષ્ટિ
અને અભિવ્યક્તિ થી જીવન બદલાય છે.હું અને મારું એ અદ્રશ્ય થાય છે.તમે જીવન ને એક
ઘટના તરીકે નિહાળશો.
તમે નડી,પર્વત,અને સમગ્ર પ્રકૃતિ ના અંશ જ છો.
આ જ્ઞાનથી આવી આરામદાયક સ્થિતિ આવે છે.
સુન્દરમ(બ્યુટી/સુંદરતા)
ઈશ્વર સદાબહાર યુવાન છે.મારા મતે તો તે
તોફાની પણ છે;ઈશ્વર ને રમુજ ગમે છે!!અને તેથી જ તો તેણે આપણી આજુબાજુ આટલી બધી
ચિંતાઓ અન્ય વસ્તુઓ સહ અનેક રમુજો પેદા કરી છે.
આપણી બધી જ ઉંદર જેવી દોડ એ રમુજ તો
છે.જિંદગી એક રમુજ જ છે!!સુંદરતા ની ઓળખ,સુંદરતાને પ્રેમ,અને સુંદરતા ના શરણે
જવાથી જીવન કદી પણ શુષ્ક ના હોઈ શકે.જયારે તમે તમારા જીવન ના આધ્યાત્મિક પરિપેક્ષ
વિચારો ત્યારે-તમને જાણ થાય છે કે-ખરી પ્રકૃતિ તો –સત્યમ,શિવમ,સુન્દરમ છે.
માથું,માથા ને સમજે અને હૃદય,હૃદય ને
સમજે.નાક ફક્ત સુંઘી જ શકે,આંખ માત્ર જોઈ જ શકે,કણ માત્ર સાંભળી જ શકે,કાન જોઈ ના
શકે. તેમ હૃદય અનુભવી શકે કેમ ખરું ને? આપણે હૃદય નું કામ મગજ અને મગજ નું કામ
હૃદય થી લઇ છીએ,અને તેથીજ કઈ બરાબર જામતું નથી.
તમારું હૃદય ને કંઈક સુંદર લાગે છે,મગજ
કહેશે તે સુંદર છે.આપણે મગજ ના શબ્દો ને વળગી રહીએ છીએ અને સુંદરતા અનુભવી શકતા
નથી.આપણે સુંદરતા-સુંદરતાનું જતન કરીએ છીએ પરંતુ સુંદર લાગતું નથી/અનુભવાતું નથી.
આજ વાત પ્રેમ માટે પણ સત્ય જ છે.તમે પ્રેમની
ખૂબજ વાતો કરો છો,તમારા દિમાગ મા તે છવાઈ જાય છે,પરંતુ તમારા હૃદય મા તે ઉદ્ભવતો
નથી!! મૌનમા
પ્રેમ ઉત્પન થયા છે, અને ફેલાય છે.આપણે અલગ નથી.આપણે બધાજ એક છીએ.હું તમો બધાને જ
જાણું છું,અને જયારે તમે અંતર મન ના ઊંડાણ મા જશો તો તમે મને પણ ઊલાખો છો.આપણે કોઈ
એક-બીજાથી અજાણ્યા નથી.
જયારે આપણે આપણા હૃદયની વાત સંભાળતા થઇ એ
છીએ-ત્યારે આપણને જાણ થાય છે કે-આપણે બધાજ એક છીએ અને પરમ ઈશ્વર નાજ તત્વો
છીએ, GOD–નો અર્થ છે- Generator, Operator and Destroyer –જનરેટર,ઓપરેટર,અને ડીસટ્રોયર.હાલ ની પળ
નું સર્જન થયું છે,હાલ ની પળ કાર્યાવિન્ત છે,અને હાલ ની પળે ભૂતકાળ નો નાશ થયો
છે.અને તેથી તમે ઈશ્વર માંજ છો અને ઈશ્વર તમારા મા જ છે....
No comments:
Post a Comment