Sunday, July 2, 2017

ગુરુજી ની કલમે......(૬)......જીવન નો શ્વાસ.

૦૨/૦૭/૨૦૧૭....ગુરુજી ની કલમે......(૬)......જીવન નો શ્વાસ.                                           
ગુરુજી ની કલમે.....
                           ધી ન્યુ ઇન્ડિયન એક્સપ્રેસ મા પસિદ્ધ થયેલ પ્રવચનો નો સંગ્રહ
                          ૧૦ મી સપ્ટેમ્બર ૨૦૦૬ સુધી સંકલિત......
             અનુવાદક: નિરુપમ ભાસ્કરલાલ અવાશિયા.
                                                             બી.ઈ.(ઈલેક્ટ્રીકલ)
                
                                  ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ....


૨૯ જુન ૨૦૦૩

જો પ્રેમ દુનિયામા ન હોતતો,દુનિયા મુશ્કેલી મુક્ત હોત,!!દુનિયાની બધીજ સમસ્યાનું કારણછે- પ્રેમ.!!તેજ રીતે બધોજ આનંદ,ખુશી,અને જીવનનો મૂળભૂત હેતુ પણના હોત.તમે સમજો છો હુંશું કહું છું?ધારોકે દુનિયામાં પ્રેમ નથી,તમે ઈર્ષાળુના હોવ,;ઈર્ષા પ્રેમને કારણે થાય છે.!! કોઈ વ્સ્તુ માટેના  વધારે પડતા લગાવને કારણે લોભ થાય છે,તમે પૂર્ણતા/ચોક્કસાઈ ના પૂજારી/પ્રેમી  છો તેથી ગુસ્સો આવે છે,તેથી અપૂર્ણતા/બેદરકારીથી તમને ગુસ્સો આવે છે..તમે તમારી જાતને વધારે પડતીચાહો છો,અને તેથી તમારામાં અભિમાનને ઘમંડઆવે છે,ખરું કે નહી?
 તેથી પ્રેમની પ્રત્યેક વિકૃતિ માત્ર આપણામાંજ નહી પરંતુ દરેક ના જીવનમાં સમસ્યાઓ ઊભી કરે છે. જો આજ  એક કારણ હોયતો,પ્રેમ વિહીન જિંદગીમાં શું છે?માત્ર એટલુંજ વિચારોકે આપૃથ્વી પર તમને પ્રેમ કરનારું કોઈજ નથી,અને તમે પણ કોઈને પ્રેમ કરતાંનથી.શું આવી  જિંદગીનો કોઈ હેતુ,પ્રયોજન ખરું?આવું જીવન (પ્રેમ વગર નું)સંપૂર્ણપણે નિરાશાજનક,કંટાળાજનક,અરસિક લાગશે સાચું કે નહી?  પરંતુ આપણે પ્રેમના એવા સ્તરને કઈ રીતે પામી શકીએ કે જ્યાં પ્રેમ વિકૃતિ મુક્ત હોય,અને આપણે આપણી રીતે પૂર રીતે આનન્દમ રહી શકીએ?
અહીંજ,ખુદ/આપણા વિશેનું,આપણા મગજ વિશેનું,આપણા અંતર આત્માઅંગેનું અને વિકૃતિના મૂળ અંગેની થોડી જાણકારી મદદ રૂપ થશે.જયારે તમે કંટાળી,થાકી ગયેલા હોવ ત્યારે તમે તમારા સદગુણો પ્રમાણે રહેવાના મુડ/આનંદમાં નાહોવ.વિશ્વની પ્રત્યેક વ્યક્તિને તમામ સદગુણોની ભેટ મળેલી હોય છે. પરંતુ તેનું સંચાલન સમજણ વગર થતું હોય છે.જેકોઈ આસદગુણો છે,તેને માત્ર બહારજ  લાવવાની  જરૂરત હોય છે.    
આપણે કદી પણ એમના વિચારવું જોઈએ-હું અંદર થી ખૂબજ ગ્લાની અનુભવું છું/દુઃખી છું. સુખ કે દુઃખ/.ગ્લાનીતો ચામડી જેવાં  ઉપર છલ્લાજ છે.તમારા અંતરના ઊંડાણમાં જાવ,કોઈ દુઃખ/ગ્લાનીછે જ નહી.તમે તમારી જાતની અંદર ઊંડાણમાં ગયાજ નથી.,મતલબ કે- યોગ્ય રીતે તમે આંતર મન સુધી પહોચ્યાજ નથી,અને તેથીજ આપણે બીજાને ક્ષમા આપી  શકતા નથી,કારણ કે આપણે હમેશાં એમ જ વિચારીએ છીએ કેતે વ્યક્તિ મને ખૂબજ દુ:ખી કરેલ  છે.ખરું? પરંતુ જો આપણે તેવ્યક્તિ તરફ અલગ દ્રષ્ટિકોણ કોણથી નિહાળીએ કેતે વ્યક્તિતો-અજ્ઞાન,સંકુચિતતા  જાગૃતિના અભાવ ઈત્યાદીનો ભોગ છે.તેથીજ  દરેક ગુનેગારની અંદરનો આત્માતો મદદ માટે રડતોજ હોય છે,જો આપણે તેને ઓળખી લઈએ,તો આપણેતે વ્યક્તિ ક્ષમા આપવાની જરૂરત નહી રહે,અને આપણને તેનાં પ્રત્યે કરુણા ઉદભવશે .
જયારે આપણે આનંદિત હોઈએ ત્યારે આપની અંદર નું કોઈ તત્વ વિસ્તારી રહ્યું હોય છે,તમે આ અનુભવ્યું છે?અને જયારે આપણે અસ્વસ્થ હોઈએ ત્યારે આપણી અંદર કંઈક કચડાઈ રહ્યું હોય છે,અને સંકોચનની લાગણીઓ અનુભવાય છે.આ અંગે જાણકાર જ આપણને દુઃખી થવાની લાગણી માંથી સ્વતંત્રતા/મુક્તિ  આપે છે.અને પછી આપણું મગજ,આપણો અંતરઆત્મા કોઈના શબ્દો અભિપ્રાય,અથવા કોઈના કહેવાનો ગુલામ નથી.તે મુક્ત છે.આપણે પુરેપુરી રીતે આનંદમય હોઈંએ છીએ.   
આપણમાંની દરેક વ્યક્તિએ બીજા પાસે જઇને જેવા-હાઈએ,આવો, મારા મિત્ર બનો!!તમને ખબર છે કે બાળક દિવસ માં ૪૦૦ વખત,વયસ્ક દિવસ માં ફક્ત ૧૭ વખત અને પ્રૌઢ તો દિવસ માં  જરાપણ હસતાં જ નથી.અને વળી તેમાં પણ તેઓ જીવનમાં  જરા જેટલી પણ સફળતા મેળવે તો તોતે વધારે સખત/કડક થઇ જાય છે. મને તો આ સમજાતું જ નથી!!મારી દ્રષ્ટિએતો,જે વ્યક્તિ જેને ભય નથી,જે દરેક વ્યક્તિ ની સાથે આત્મીયતા કેળવી શકે છે, અને જેના મોઢા પર કોઈ પણ ના છીનવી શકે તેવું હાસ્ય હોય ,તેજ વ્યક્તિ સફળ વ્યક્તિ છે.
આજથી સંકલ્પ કરો-કે તમે વિશ્વ/દુનિયા,તમારી આજુબાજુ ના લોકો માટે માર્ગદર્શક દીવાદાંડી રૂપ બનશો..તમે જ્યાં જાવ  ત્યાં વાતાવરણમાહોલ ઉન્નત બનાવશો.તમારી પાસે કોઈ ફરિયાદ લઇ ને આવેતે પરત જાય  ત્યારે હળવા હૃદય થી અતિઉત્સાહિતથી ને જાય. શું તમે બધા આમ કરી શકો?  
તેથી આપણા શ્વાસ/જીવવા  માટે કંઈક શીખવું ખૂબજ અગત્ય નું છે. આપણા શ્વાસ પાસે આપણ ને શીખવવા માટે એક મોતી શીખ/પાઠ છે,જે આપણે ભૂલી ગયા છીએ,મગજ ના પ્રત્યેક તરંગો/લય માટે તેને અનુરૂપ લય શ્વાસ માં હોય છે,અને શ્વાસ ના પ્રત્યેક લય ને અનુરૂપ લાગણી ઓ હોય છે. તેથીજ, જયારે તમે તમારા મગજ/દિમાગ ને ડાયરેક્ટ/પ્રત્યક્ષ રીતે સંભાળી ના શકો ,ત્યારે શ્વાસ વડે તમારા મગજ નું સંચાલન કરો.  
જયારે તમે અસ્વસ્થ,અથવા ગુસ્સા માં,અથવા હતાશામાં હોવ ત્યારે શું કરવું તે કોઈ પણ તમને શાળા માં કે ઘર માં કદી સમજાવતું નથી.કેમ એવું નથી?આપણે આ ગ્રહ/પૃથ્વી ઉપર આવ્યા પછી પ્રથમ કાર્ય આપણે  ઊંડો શ્વાસ લેવાનું કર્યું,અને પછીઆપણે  રડ્યા.લાગ્યાં.છેલ્લુ કાર્ય આપણે સૌ દુનિયા માં શ્વાસ છોડવા નું કરીશું અને  અને બીજાઓ ને રડાવીશું.!!આ બે વચ્ચે ના આખી જિંદગી ના સમય ના ગાળા માં આપણે શ્વાસ લેવાનું અને શ્વાસ છોડવાનું અવિરત પણે કરીએ છીએ,પરંતુ આપણે આપણા શ્વાસ વિશે ઘણુંજ ઓછું જાણ્યું છે!!!.શ્વાસ નહી તો જીવન નહી....નો બ્રીધ.....નો લાઈફ...શ્વાસને સમજો...જિંદગીને જાણો....!!!શ્વાસનો લય આપણને આપણી જાત સાથે,આપણા આત્મા સાથે,આપણી ચેતના સાથે,આપના અસ્તિત્વ સાથે,તાદાત્મ્ય કેળવવામાં ઉપયોગી છે,અને આપણા અસ્તિત્વમાં બધું જ છે એવી ભાવના સહ અન્ય દરેક સાથે જોડાયેલા રાખે છે. 
મને ખાતરી છે કે- તમારા દરેકના મન ના ઊંડાણમાં એવી લાગણી છેકે તમારો વિકાસ થયો નથી,મતલબ કે તમારામાં કોઈ ફેરફારજ થયો નથી,અને તમે વૃદ્ધ થયા નથી.આજ તમારી અંદર રહેલ આત્મા તરફ નિર્દેશ કરે છે,તમારા માના ઊંડાણનો નિર્દેશકરે છે,તમારું સ્પીરીટ/ભાવના જોમ/જુસ્સો બદલાતા નથી,તે ઘરડાં પણ થતાં નથી,તેપુરાણા/જુના થતાંજ નથી,.શરીર જરૂર વૃદ્ધ થાય છે,પરંતુ તમારી અંદર નું દિવ્ય ચેતન/આત્મા વૃદ્ધ થતો નથી.અને  તત્વ કે જેના પર ઉંમર ની કોઈ પણ અસર થતી નથી/અવિનાશી છે તેની સાથેનું તાદાત્મ્ય થવાથી જીવનમાં સુંદરતા આવે છે.અને આજ ધ્યાન/પ્રણાયામ છે.
આપણે આપણા શ્વાસ વિશે થોડું શીખવા/જાણવાની  જરૂર છે,આપણે આપના અસ્તિત્વના તમામ પાસાઓ એટલે કે-શરીર,શ્વાસ,મગજ,બુદ્ધિ,યાદદાસ્ત,અહંમ,અને સ્વયં  વિશે જાણવાની જરૂર છે.
આને હું ‘જીવન જીવવાની કલા-આર્ટ ઓફ લીવીંગ’ કહું છું,સ્વ વિશેની થોડી સમજણ,આપણા જીવનના સાત સ્તરો/પાસાંઓ.અને તેનાં વડે તમે વર્તમાનમાં જીવી,અને તે આપણને જે નિર્દોષતા સાથે જન્મ્યા છીએતે કાયમ /ટકાવી રાખવામાં મદદ કરે છે,અને દરેક વ્યક્તિ સાથે ગમે ત્યાં આત્મીયતા કેળવી શકીએ છીએ.
હું તમોને સલાહ આપીશકે-દરેક વર્ષમાં એક વીક/અઠવાડિયું,જેમ તમે કાર ને સર્વિસ કરાવો તેમ તમારા સ્વ/પોતામાટે ફાળવો, આસમય દરમ્યાન,કુદરત સાથે જોડાઈ જાવ,સૂર્યોદય સાથેજ ઉઠી જાવ,થોડી કસરત,યોગ્ય અને જેટલો જરૂર હોય તેટલો જ ખોરાક લો,કેટલીક યોગ અને  પ્રાણાયામ ની કસરતો કરો,થોડી મીનીટો ગાવ,મૌન ધરો,કુદરતના સર્જનનો આનંદ માણો.
આપણી જાતને કુદરત સાથે જોડવાથી,આપણી સંપૂર્ણ સિસ્ટમ પુન:ચાર્જ થઇ જાય છે અને આપણ ને આખું વર્ષ ઉત્સાહી અને જીવંત રાખે છે.

No comments: