Sunday, July 9, 2017

ગુરુજી ની કલમે......(૭)......સર્જનાત્મક આવેગ

૦૯/૦૭/૨૦૧૭.ગુરુજી ની કલમે..(૭)...
સર્જનાત્મક આવેગ




                                           
ગુરુજી ની કલમે.....
                           ધી ન્યુ ઇન્ડિયન એક્સપ્રેસ મા પસિદ્ધ થયેલ પ્રવચનો નો સંગ્રહ
                          ૧૦ મી સપ્ટેમ્બર ૨૦૦૬ સુધી સંકલિત......
             અનુવાદક: નિરુપમ ભાસ્કરલાલ અવાશિયા.
                                                             બી.ઈ.(ઈલેક્ટ્રીકલ)

                                            ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ....

૨૦ જુલાઈ ૨૦૦૩
(૭)...સર્જનાત્મક આવેગ
આપણા માટે વિચારોના સ્ત્રોતની તપાસ કરવાનું અતિમહત્વનું છે.ઘણીવાર આપણને મહાન વિચારક કહેવામાં આવે છે,પરંતુ આવિચાર એશું છે?તે ક્યાથી ઉદભવે છે?એવો કોઈ રસ્તો જેકે જેથી આપણે આવિચારની પ્રક્રિયાને સુધારી શકીએ?
સર્જનાત્મકતા આજકાલ આખા વિશ્વમાં ખૂબજ ગરમ વિષય છે.આપણે લોકો ને ખૂબજ સર્જનાત્મક 
બનાવવા ઈચ્છીએ છીએ.એવી કઈ ટેકનીક/સાધનો છે કે જેના વડે લોકો ને સર્જનાત્મક બનાવી શકાય?કેટલાકને હિંસક અને કેટલાક ને સર્જનાત્મક વિચારેશા માટે આવે છે?કેટલાક લોકો શા માટે પ્રતિભા-સંપન્નહોય છે? અને કેટલાક લોકો શા માટે તેવા હોતા નથી? આનો આધાર શાના પર છે? શું ખોરાક,શું કસરત,અથવા તો તે અન્ય કોઈ બાબતકે કારણો  પર આધારિત છે?
પરંતુ આપણે મહાન વિચારકો  પેદા કર્યા છે,આજે આપણી સમક્ષએ પ્રશ્ન છે,અને દુનિયામાં સર્જનાત્મકતા ની પ્રક્રિયા  માટે સંશોધનો  થઇ રહ્યા છે.મહાન લેખકો અને વિચારકો એ પણ અડચણ અનુભવી છે.તમે કોઈ વાર અનુભવ્યું હશે કે- તમે સુંદર જગ્યા એ પેપર અને પેન્સિલ લઇ ને બેસો,અને કૈક સરસ લકી જવાનું સ્ફૂરે, પરંતુ લગભગ મોટે ભાગે તેમ થતું નથી,સ્ફુરતું નથી!!!
આ સર્જનાત્મકતા નો સ્ત્રોત કયો?વિચાર એ બીજું કઈ નહી પરંતુ ઊર્જા અને બુદ્ધિ નો આવેગ છે.તે
ઊર્જા અને બુદ્ધિ નો આવેગ-ઉત્પન થવા માટે અને તેનાં વડે યોગ્ય વિચાર આવવા માટે તમારે  ૧૦-૩૦ સાયકલ પ્રતિ સેકન્ડ ઝડપ ના ૧૬ ઈમ્પલ્સ/સ્પંદનો/આવેગો મગજ ના આચ્છાદન (સેલીબ્રલ કોર્ટેક્ષ )એક બિંદુ પર ભેગા થવા જરૂરી છે.આ ટૂંકા સમય ના ગાળા માં મગજ ના આચ્છાદન (સેલીબ્રલ કોર્ટેક્ષ ) પર ભેગા થતા આ ૧૬ ઈમ્પલ્સ,એ તે કે જેને આપણે યોગ્ય વિચાર કહીએ છીએ. આપણે આ માટે શું કરી શકીએ?આપણે આપણા મગજ,મન ને ટ્રેઈન કરવું પડે. 
હવે જયારે તમે આ વાંચી રહ્યા છો,તમે સંપૂર્ણપણે તેમાં મગ્ન છો? હવે ?૧૦૦ ટકા? ના! જયારે તમે વાંચો છો ત્યારે તમારા મગજ માં એક સંવાદ ચાલે છે-,જે કહે છે- હા,હું સંમત છું.અથવા ના,તેમ નથી. તમે આનું નિરીક્ષણ કરો છો?આપના સુના મગજ માં ફિલ્ટર હોય છે,અને આપણે આ ફિલ્ટર ની આરપાર સાંભળીએ છીએ,અને આપણે જે જાણીએ છીએ તેજ સ્વીકારીએ છીએ.
કેટલુંક જે આપણી માન્યતાઓ ની પ્રણાલી ની બહાર નું છે, તેને આપણે તરત જ ફિલ્ટર ની બહાર  ફેકી દઈએ છીએ.. મગજ ની આપ્રકાર ની જે જાણતું હોય તે સ્વીકારવા ની અને જે ના જાણતું હોય તેનો અસ્વીકાર કરવા ની વૃતિ/વલણ એ એજ સર્જનાત્મકતા માટે નો મોટો અવરોધ છે
સર્જનાત્મકતા નું બીજું પાસુ છે કલ્પના.તમે જોશો કે દરેક સર્જક પાસે કોઈ ને કોઈ કલ્પના હોય છે.
તે ક્ષણે તમે એવું નહી વિચારો કે આ કલ્પના વાસ્તવિક છેકે નહી!!અને જે અવાસ્તવિક જણાતું  હોય,અને કલ્પના ની દિશા તે જ હોય તો પણ સર્જન થઇ શકે છે.જો માત્ર કલ્પના જમીની વાસ્તવિકતા સાથે જોડાયેલીના હોય,તો તેનું રૂપાંતરણ થતાં અવાસ્તવિક વાસ્તવિક બને છે.થોમસ એડિસન એ એકવાર પ્રકાશ ઉત્પન કરવાની કલ્પના કરી હતી.જે કેવળ એક કલ્પનાજ હતી.  
તેજ રીતે,ટેલીફોન અથવા પ્લેઈન આ બધીજ શોધો કેટલીક કલ્પનાઓને આધારે થઇ હતી અને તે બધીજ કલ્પના નું હાલ ની સર્જનાત્મકતા માં પરિવર્તન થયું.,અને હાલ ના તબક્કે  એજમીની વાસ્તવિકતા બની.જો તમે માત્ર જમીની વાસ્તવિકતા પરજ વિચારો તોપછી સર્જનાત્મકતા નહી આવે અને જો તમે માત્ર કલ્પના  પરજ આધારિત હશો તો પણ કશું મૌલિક.સર્જનાત્મક નહી બને.બન્ને  વચ્ચે સંતુલન જરૂરી છે. જૂઓ, જિંદગી પણ તેવીજ છે-આપણી બુદ્ધિ,અને આપણા હૃદય, લાગણી,આપણી અંતર પ્રેરણા વચ્ચેનું સંતુલન છે.આપણી અંદર રહેલી આંતર લાગણી કુનેહને ધ્યાનમાં રાખી સાહજીક ક્ષમતાનો વિકાસ એજ સર્જનાત્મકતાનું બીજું પાસુ છે.
તેથી જયારે આવાં અવરોધ આપણામાંઆવે છે,તે દુર કરવાના ઉપાયોપણ છે.કઈ રીતે?
આપણા પોતાનાં અસ્તિત્વ ના  સાત સ્તરો નો અભ્યાસ છે.તે કયા છે?હું વિજ્ઞાન ને આશું છે?તેનો અભ્યાસ કહીશ. અને આધ્યાત્મિકતાને હું કોણ છું?નો અભ્યાસ કહીશ આબન્ને એક બીજાના વિરોધી નથી પરંતુ તેપરસ્પર એક બીજા સાથે તાલમેલમાં છે.તેથી તમારી જાત/સ્વ નો અભ્યાસ તમારા અસ્તિત્વના સાત સ્તરોનો અભ્યાસ કરો .શરીર,શ્વાસ–શું અત્યારે તમે શ્વાસ લો છો?જૂઓ મોટે ભાગે આપણે એપણ જાણતા નથીકે આપણે શ્વાસ લઇએ છીએ,કે જેવી ક્રિયા છે જે આપણને જીવિત રાખે છે,આપણે તેજોવાની પણ કાળજી લેતાં નથી.આપણ શ્વાસો પાસે આપવા માટેનું  મહાન રહસ્યો છે..
પછી મગજ/મન આવે છે.મનએ એક દ્રષ્ટિકોણ,અવલોકન,અને અભિવ્યક્તિ છે,પછી બુદ્ધિ છે-આપણી અંદર થતાં નિર્ણય,દલીલો,સંમતિ અથવા અસંમતિએ આપણી બુધ્ધિનો ભાગ છે.યાદદાસ્ત/સ્મરણ શક્તિ-જો તમે યાદદાસ્ત વિશે વિચારો તો-તે પ્રિય કરતાં અપ્રિય વસ્તુ ઓને વધારે સંગ્રહે છે.સુખદ ઘટનાઓ કરતાં,આપણું અપમાન થાય તોતેની યાદ,આપણે આપણી સ્મૃતિમાં સાચવી રાખીએ છીએ.આજ મેમરી /યાદશક્તિનો સ્વભાવ છે.
 પછી અહં આવે છે.જેમ-જેમ વધારે આપણે ભણીએ,જેમ-જેમ વધારે જ્ઞાની આપણે થઇએ છીએ તેમ-તેમ આપણે વધારે અક્કડ થતા જઇએ છીએ.,આપણે આપણું હાસ્ય ગુમાવી દઈએ છીએ.,આપણે આપણી નિર્દોષતા ગુમાવી દઈએ છીએ.આપણે આપણી મિત્રતા ગુમાવી દઈએ છીએ.
વિદ્વાન માણસો માંએક પ્રકાર નો અહમ આવી જાય છે કે-હું અન્ય કરતાં વધારે સારો છું,વધારે જાણકાર છું,હું તેઓ કરતાં વધારે જાણું છું.આ–હું વધારે જાણું છું-નો અહમ તમારા જીવન માંથી  કેટલીક સુંદર વસ્તુઓ લઇ જાય છે.  
દરેક વ્યક્તિને અન્ય બીજા માટે પોતીકાપણાનો  ભાવ,તટસ્થતા,હોવી જોઈએ.અહંમ તમારા વ્યક્તિત્વને ઝાખુ પાડે છે.આજકાલ આપણી પાસે સારી પર્સનાલીટી/વ્યક્તિત્વ જીવંતના ઉદાહરણોની ખોટ છે.દરેક પુસ્તકાલયોમાં જ્ઞાનતો છે,પરંતુ વ્યક્તિગતપ્રભાવ,વ્યક્તિ જેસ્પંદનો વહન કરેતે પુસ્તકો ટ્રાન્સમિટ/સંચારિત નકરી શકે.વ્યક્તિ પોતાની આસપાસ  મિત્રતાપૂર્ણ અને ઉષ્માસભર વાતાવરણ ઊભું કરી શકે છે.  
સાતમું સ્તર છે-સેલ્ફ/સ્વ.સ્વએ એવી કોઈ વસ્તુ છેકે-જે જીદગીના દરેક ફેરફારો/વળાંકનું સંદર્ભ બિંદુ છે.આપણે જોઈએ છીએકે-આપણું શરીર,આપણું મન,આપણા વિચારો,આપણું વાતાવરણ,અને આપણી વર્તણુંક બધું જ-બદલાતું રહે છે.જોઆ બધુંજ બદલાતું રહેતું હોયતો,આપ ને આફેરફારની ખબર કઈ રીતે પડે છે?કારણકે એક સંદર્ભ બિંદુ છે,કેજે બદલાતું નથી,તેથી આપણે આફેરફારો જોઈ શકીએ છીએ.અને આસંદર્ભ બિંદુ,અચલ રહેતું  કંઈકએ આપણે પોત જ છીએ.જેને હુંસ્વ/સેલ્ફ  કહીશ.ગ્રંથોતેને આત્મા કહેશે.
આઆપણા અસ્તિત્વના સાત સ્તરો અંગેનું થોડું પણ જ્ઞાન,આપણા જીવનમાં ઘણોજ મોટે ફ્રેરફાર લાવે છે.તે આનંદ,તાજગી લાવે છે ,અને આપણે ખૂબજ  જીવંત અને બાળસહજ બની જઇએ છીએ.જોતમે પ્રફ્ફુલિત/આનંદમાં હો તો,તમે સજર્ન કરી શકશો.નહી તો તમે નિરસ થઇ જશો..આજના યુવાનને વધારે ભણવું નથી.શા માટે? કારણકે તેઓ જૂએ છે કે-જે લોકો ખુબ જ ભણેલા છે,અને જેઓ એ સાહિત્ય અને વિજ્ઞાનના ક્ષેત્રોમાં નામનાં મેળવી છે,તેનાંમાં પણ યુવાનોને આનંદ દેખાતો નથી,તેઓને તે ઉદાહરણ તરીકે સ્વીકારી શકતા નથી,વાળી યુવાનો આવા  લોકોની આસપાસ ઉષ્માસભર કે મૈત્રીપૂર્ણ વાતાવરણ જોતાં નથી.તેથી મને લાગે છે કે-ઘણાં જ યુવાનો ઉચ્ચ અભ્યાસથી દુર ભાગે છે,આજ કાલ  પૂરા વિશ્વમાં આવ જ માહોલ છે.
આપણા યુવાનો માં વૈજ્ઞાનિક–વ્યવહારુ ફિલસુફી/તત્વજ્ઞાન કે જે પુસ્તકો માં નથી, પરંતુ આપણા પોતાનાં વ્યક્તિત્વ માં ચમકે ચે તે લાવવા ની જરૂર છે.આપના દેશ માં,જે ખરેખર ભૂલી ગયા છીએ,તે છે આપણું આત્મ સન્માન/ગૌરવ.ગ્રામ્ય યુવાનો/યુવતીઓમાં આત્મસન્માન ઝીરો જેવુંજ છે.આનું કારણ આપણે સતત/અવિરતપણે અનેક રીતે,પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે,સભાન પણેકે અભાનપણે તેઓના મગજમાં એકજ વિચાર ભર્યા કરેલ છે કે-તેઓ સારા નથી.પેન્ટ,શર્ટ,જીન્સ આધુનિક ડ્રેસ,પહેરોતો તમે સારા નહીતો તમે સારા નહી તમે ખરાબ.      
આવિચાર આપણે તેઓના જીવનમાં મીડિયા વાટે કે અન્ય માધ્યમો દ્વારા બોમ્બાર્ડિંગની જેમ ભરી દીધો છે. હું દુરદર્શનના નિયામક સાથે ચર્ચા કરી રહ્યો હતો-કે આપણા હિન્દી ન્યુઝ રીડર ટાઈ અને સુટમાં હોય છે-આને ગ્રામ્ય પ્રજા સાથે કઈ રીતે સાંકળી શકાય?તેલોકો તો એમ જ માનશે કે જો હું આવો પોષાક  પહેરીશ તોજ મને સન્માન મળશે.આપણે દરેક વસ્તુઓની નકલ કરવાની જરૂર નથી.તમે જોશોતો,ખ્યાલ આવશેકે આપણા સમાચારનું વાંચન પણ બી.બી.સી.અથવા સી..એન.એનની નકલ કરીને થાય છે.
આપણે સર્જનાત્મક વિચારો લાવવાની જરૂર છે.આપણે આપણી ગ્રામ્ય યુવા શક્તિનું સશક્તિકરણ કરવું જોઇએ-તેઓમાં આત્મસન્નમાન  લાવવું જોઈશે.આત્મ સન્નમાનવગર,સર્જકતા નહી હોય,અને સર્જકતા વગર બેરોજગારીજ રહેવાની..આપણા દેશની અત્યારની  બેરોજગારીનું
કારણ પહેલ કરવાનો,સાહસિકતાનો અભાવ છે.-અને આબધાજ માટે નીચું આત્મસન્નમાન જવાબદાર છે.તેથીજ આપણે આપણા બાળકોમા આત્મસન્નમાન લાવવું જ પડશે....



No comments: